રેલવે મંત્રાલયનો IRCTCને આદેશ: મોબાઈલ કેટરિંગના તમામ કોન્ટ્રાક્ટ રદ થશે

પ્રતીકાત્મક તસવીર

તાજેતરમાં મદ્રાસ હાઇકોર્ટમાં આ મામલે જોડાયેલો કેસ પહોંચ્યો હતો. જેમાં કોર્ટે 4 અઠવાડિયામાં રેલવેને રસ્તો કાઢવા જણાવ્યું હતું. ત્યારબાદ રેલવેએ નવા આદેશ આપ્યા છે.

 • Share this:
  નવી દિલ્હી: ભારતીય રેલવે મંત્રાલયે ઇન્ડિયન રેલવે કેટરિંગ અને ટુરિઝમ કોર્પોરેશન (IRCTC)ને મોબાઈલ કેટરિંગના તમામ કોન્ટ્રેક્ટ રદ કરવા જણાવ્યું હતું. નિયમો મુજબ રેલવેના પેસેન્જરોને ભોજન પહોંચાડવાની બેસ કિચનમાં વ્યવસ્થા હોય તેવા તમામ મોબાઈલ કેટરિંગ કોન્ટ્રાક્ટ રદ કરવામાં આવે, તેવું રેલવે દ્વારા જણાવવામાં આવ્યું છે. તાજેતરમાં મદ્રાસ હાઇકોર્ટમાં આ મામલે જોડાયેલો કેસ પહોંચ્યો હતો. જેમાં કોર્ટે 4 અઠવાડિયામાં રેલવેને રસ્તો કાઢવા જણાવ્યું હતું. ત્યારબાદ રેલવેએ નવા આદેશ આપ્યા છે.

  આ પણ વાંચો: પેટલાદ નગરપાલિકા ચૂંટણી: કૉંગ્રેસના ધારાસભ્ય નિરંજન પટેલનો કારમો પરાજય

  કોરોના મહામારીના કારણે મામલો ગૂંચવાયો

  રેલવેમંત્રાલયે કહ્યું હતું કે, કોરોના વાયરસને કારણે સર્જાયેલી પરિસ્થિતિઓને કારણે આ મામલાને અપવાદ તરીકે જોવો જોઈએ. કોન્ટ્રાક્ટરનો વાંક ગણવો જોઈએ નહીં. રેલવે મંત્રાલયે તમામ કરારને રદ કરવાના આદેશ આપતાં કહ્યું હતું કે, કોઈ પણ ફૂડ કોન્ટ્રાક્ટર ખાવાનું પીરસી શકે નહીં તો દંડ ન કરવો જોઇએ. જો શક્ય હોય તો તેનો હિસાબ ચૂકતો કરી સંપૂર્ણ એડવાન્સ ફી આપી દેવામાં આવે.

  આ પણ વાંચો: આયેશા આપઘાત કેસ: આરોપી પતિ પકડાયો પણ તેનો મોબાઇલ ગાયબ, ક્યાં ગયો?

  મદ્રાસ હાઇકોર્ટમાં થઈ હતી અરજી

  ઇન્ડિયન રેલવે મોબાઇલ કેટરર્સ એસોસિએશન (આઈસીઆરએમસીએ) દ્વારા 19 જાન્યુઆરી 2021ના રોજ મોબાઇલ કેટરિંગના મુદ્દા અંગે મદ્રાસ હાઇકોર્ટમાં એક અરજી કરવામાં આવી હતી. તે અરજી બાદ આદેશમાં મદ્રાસ હાઇ કોર્ટે ભારતીય રેલવેને IRMCAની સેવા પુનઃસ્થાપિત કરવાની માંગ પર વિચાર કરવા જણાવ્યું હતું.

  આ પણ વાંચો: સુરત: યુવકને પરિણીત મહિલા સાથે લીવ-ઇનમાં રહેવું ભારે પડ્યું, મહિલાના પતિએ કરી આવી હાલત

  ઘણા સમયથી આઈઆરએમસીએની સેવાઓ બંધ છે!

  માર્ચ 2020માં લોકડાઉનની ઘોષણા થઈ ત્યારથી આઇઆરએમસીએની સેવા બંધ કરવામાં આવી છે. કોર્ટે અધિકારીઓને કહ્યું હતું કે, તેઓ સંગઠનના સભ્યોને તેમની વાત રાખવા સંપૂર્ણ તક આપે અને ચાર અઠવાડિયાની અંદર આદેશ આપે.

  ઉલ્લેખનીય છે કે ટ્રેનોમાં મોબાઇલ કેટરિંગની સુવિધા 2014ના વર્ષથી શરૂ થઈ હતી. જેમાં મુસાફરો પોતાની પસંદગીની બ્રાન્ડમાંથી ઑનલાઇન ફૂડ ઓર્ડર કરી શકે છે. મુસાફરોને તેણે ઑર્ડર કરેલું ફૂડ તેની જગ્યા પર મળી જાય છે.
  Published by:Vinod Zankhaliya
  First published: