મુંબઇ : દેશભરમાં લૉકડાઉન ચાલી રહ્યું છે ત્યારે, ભારતીય રલવેએ 20 લિટર ઉંટણીનું દૂધ મુંબઇ પહોંચાડ્યું છે. મુંબઇમાં એક મહિલાનાં ઓટીસ્ટીકથી પીડાતા સડા ત્રણ વર્ષનાં દીકરાને ગાય, ભેંસ અને બકરીનાં દૂધની એલર્જી છે તેથી તેને ઉંટણીનાં દૂધનો જથ્થો પુરો પાડ્યો હતો.
લૉકડાઉનને કારણે બાળકને ઉંટણીનું દૂધ મળતું ન હોવાથી મહિલાએ પોતાના બાળક માટે પીએમને ટ્વિટર પર આ અંગે ટ્વિટ કર્યું હતું. જે બાદ મહિલાના ઘરે 20 લિટર ઉંટણીનું દૂધ પહોંચ્યું હતું. આઇપીએસ અરૂણ બોથરાએ આ અંગે ટ્વિટ કર્યુ ત્યારે આખી વાત સામે આવી છે. બોથરાએ ટ્વિટર કરીને લખ્યું હતું કે, મુંબઇનાં એક બાળક માટે 20 લીટર દૂધ ટ્રેનથી મુંબઇ પહોંચ્યું. આ પરિવારે આ દૂધને અન્ય જરૂરિયાતમંદ પરિવારોને પણ આપ્યું હતું. આ માટે તેમણે ઉત્તર પશ્ચિમ રેલવે સીપીટીએમના તરૂણ જૈનને અભિનંદન પાઠવ્યા હતાં.
Final update
20 lts. camel milk reached Mumbai by train last night. The family has kindly shared part of it with another needy person in the city.
બાળકની માતા રેણુ કુમારીએ એક ટ્વિટ વડાપ્રધાન મોદીને ટેગ કરી પોતાના બાળકની મુશ્કેલી દર્શાવી હતી. આ અંગે દેશના અનેક લોકોએ બાળકને ઉંટણીનું દૂધ પહોંચાડવા અનેક સૂચનો આપ્યા હતાં.
જ્યારે આ વાતની જાણ ઉત્તર પશ્રિમ રેલવેના ચીફ પેસેન્જર ટ્રાફિક મેનેજર તરૂણ જૈનને થઇ તો તેમણે આ બાળકને મદદ કરવાનું નક્કી કર્યુ. આ માટે તેમણે અજમેરના સિનિયર ડીસીએમ સાથે વાત કરી હતી. આ માટે કાર્ગો ટ્રેનને રાજસ્થાનના ફાલનામાં રોકવામાં આવી હતી અને ત્યાંથી 20 લિટર ઉંટણીનું દૂધ લેવામાં આવ્યું હતું. આ ટ્રેન લુધિયાણાથી બાન્દ્રા જઇ રહી હતી.
આ પણ જુઓ -
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર