1 જૂનથી રોજ 200 નોન એસી ટ્રેન ચાલશે, જલ્દી શરુ થશે બુકિંગ : પીયુષ ગોયલ

News18 Gujarati
Updated: May 19, 2020, 11:29 PM IST
1 જૂનથી રોજ 200 નોન એસી ટ્રેન ચાલશે, જલ્દી શરુ થશે બુકિંગ : પીયુષ ગોયલ
1 જૂનથી રોજ 200 નોન એસી ટ્રેન ચાલશે, જલ્દી શરુ થશે બુકિંગ : પીયુષ ગોયલ

હાલ 200 શ્રમિક ટ્રેન રોજ ચાલી રહી છે અને આગામી બે -ત્રણ દિવસોમાં તેની સંખ્યા વધારીને 400 કરવામાં આવશે : પીયુષ ગોયલ

  • Share this:
નવી દિલ્હી : ભારતીય રેલવે (Indian Railways) એક જૂનથી વધારાની 200 ટ્રેન ચલાવવા જઈ રહ્યું છે. આ 200 ટ્રેન નોન એસી હશે. રેલવે મંત્રી પીયુષ ગોયલે (Piyush Goyal)ટ્વિટ કરીને આ વાતની પૃષ્ટી કરી હતી. પીયુષ ગોયલના મતે ભારતીય રેલવે એક જૂનથી પોતાના ટાઇમ ટેબલ પ્રમાણે દરરોજ 200 નોન એસી ટ્રેન ચલાવવા જઈ રહ્યું છે. આ ટ્રેનોનું બુકિંગ જલ્દી શરુ થશે. જોકે આ ટ્રેનોના રુટ સંબંધમાં હાલ કોઈ સૂચના આપી નથી.

રેલવે મંત્રી પીયુષ ગોયલે ટ્વિટ કર્યું હતું કે શ્રમિકો માટે મોટી રાહત, આજના દિવસે લગભગ 200 સ્પેશ્યલ ટ્રેન ચાલી શકશે અને આગળ ચાલીને આ સંખ્યામાં ઘણો વધારો થશે.

આ પણ વાંચો - COVID-19: ભારતમાં સ્વસ્થ થવાનો રેશિયો અમેરિકાથી 20 ગણો શાનદાર, અત્યાર સુધી 40% લોકો સાજા થયારેલવે મંત્રીએ આ સાથે જણાવ્યું કે હાલ 200 શ્રમિક ટ્રેન રોજ ચાલી રહી છે અને આગામી બે -ત્રણ દિવસોમાં તેની સંખ્યા વધીને 400 કરવામાં આવશે. પ્રવાસીઓને વિનંતી છે કે તે જ્યાં છે ત્યાં જ રહે. ભારતીય રેલવે તેમને ઘરે લઈ જવાની જલ્દી બધી વ્યવસ્થા કરશે.
First published: May 19, 2020, 11:29 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading