આજથી 80 વધારાની સ્પેશિયલ ટ્રેન શરૂ, પરેશાની વગર મુસાફરી માટે આટલું જાણી લો

News18 Gujarati
Updated: September 12, 2020, 8:01 AM IST
આજથી 80 વધારાની સ્પેશિયલ ટ્રેન શરૂ, પરેશાની વગર મુસાફરી માટે આટલું જાણી લો
પ્રતિકાત્મક તસવીર

80 Special Trains: ભારતીય રેલવે તરફથી આજે 40 જોડી (કુલ 80) ટ્રેન શરૂ કરી દેવામાં આવી છે. આ સાથે જ લોકડાઉન બાદ શરૂ થનારી કુલ ટ્રેનની સંખ્યા 310 પર પહોંચી છે.

  • Share this:
નવી દિલ્હી: કોરોના વાયરસની મહામારી (Corona Pandemic)ને ધ્યાનમાં રાખીને માર્ચ મહિનાના અંતથી જ ટ્રેનોનું સંચાલન બંધ છે. જોકે, આ દરમિયાન અમુક ખાસ શ્રમિકો ટ્રેનો શરૂ કરવામાં આવી હતી. આજથી એટલે કે 12મી સપ્ટેમ્બરથી ભારતીય રેલવે (Indian Railway) 40 જોડી વધારાનીન ટ્રેન શરૂ કરવામાં જઈ રહ્યું છે. આ ટ્રેનો માટે શુક્રવારે જ તત્કાલ ટિકિટ બુકિંગ (Tatkal Booking) કરવામાં આવ્યું હતું. પ્રાપ્ત વિગત પ્રમાણે આ 80 ટ્રેન પહેલાથી ચાલી રહેલી 30 સ્પેશિયલ અને અન્ય રાજધાની અને 200 સ્પેશિયલ મેલ એક્સપ્રેસથી અલગ હશે.

હવે આ ટ્રેનોનું સંચાલન શરૂ થયા બાદ દેશમાં ચાલતી કુલ ટ્રેનની સંખ્યા (Total Trains Running) 310 પર પહોંચી છે. રેલવે બોર્ડના ચેરમેન વી.કે. યાદવે પહેલા જ કહ્યુ હતુ કે આ ટ્રેનોની દેખરેખ રાખ્યા બાદ માલુમ પડી રહ્યું છે કે કઈ ટ્રેનમાં વેઇટિંગ લિસ્ટ કેટલું (Waiting List in Special Trains) લાંબું છે. તો આ ટ્રેનના બુકિંગ, રૂટ સહિતની માહિતી મેળવીએ જેનાથી તમને મુસાફરી પહેલા કોઈ તકલીફ ન પડે.

1) આ ટ્રેનોમાં મુસાફરી કરવા માંગતા લોકોએ ઓછામાં ઓછું 90 મિનિટ પહેલા સ્ટેશન ખાતે પહોંચવાનું રહેશે. રેલવે સ્ટેશન પર તમામ મુસાફરોનું સ્ક્રિનિંગ કરવામાં આવશે. જો કોઈ મુસાફરમાં કોરોનાના લક્ષણો જોવા મળશે તો તેને મુસાફરીની પરવાનગી નહીં આપવામાં આવે.

2) આ 40 જોડી ટ્રેનમાંથી જે ટ્રેન રાજધાની દિલ્હીથી દોડશે તેના નંબર આ પ્રમાણે છે. 02482, 02572, 02368, 02416, 02466, 02276, 02436, 02430, 02562, 02628, 02616, 02004

3) મુસાફરોઓ પોતાના મોબાઇલમાં 'આરોગ્ય સેતુ' એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવાની રહેશે. કોરોના વાયરસને ફેલાતો રોકવા માટે ભારતીય રેલવે મુસાફરોને તકિયા, ધાબળા અને પડદા વગેરે નથી આપી રહી.

4) સ્થિતિ સામાન્ય થયા બાદ પણ એસી કોચમાં આ સુવિધા નહીં મળે. એટલે કે કોવિડ 19 પછી સ્થિતિ સામાન્ય થશે ત્યાર બાદ પણ ટ્રેનમાં તકિયા, ધાબળા, ચાદર, નેપકિન જેવી અન્ય વસ્તુઓ નહીં મળે.

5) ભારતીય રેલવે સામાન્ય ટ્રેન સેવા શરૂ થાય પછી પણ આ વસ્તુઓ નહીં આપવાની યોજના પર કામ કરી રહ્યું છે. જોકે, આ અંગેની કોઈ અધિકારી જાહેરાત કે પછી અનૌપચારિક નિર્ણય નથી લેવામાં આવ્યો.

6) આ ઉપરાંત ટ્રેનમાં બનાવવામાં આવેલું ભોજન નહીં મળે. હાલ ફક્ત પાર્સલ ફૂટ જ આપવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે એક વખત ટ્રેન સેવા શરૂ થયા બાદ આ પ્રેક્ટિસ ચાલુ રાખવા અંગે વિચારવામાં આવશે.
Published by: Vinod Zankhaliya
First published: September 12, 2020, 8:01 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading