ભારત ચીનને આપી રહ્યું છે જડબાતોડ જવાબ, રેલવેએ ખતમ કર્યો ચીની કંપની સાથે કરાર

News18 Gujarati
Updated: June 18, 2020, 4:22 PM IST
ભારત ચીનને આપી રહ્યું છે જડબાતોડ જવાબ, રેલવેએ ખતમ કર્યો ચીની કંપની સાથે કરાર
ભારતીય સેનાના જવાનોની શહાદતનો બદલો લેવા માટે સરકારે ચીનને ઘેરવાની તૈયારી શરૂ કરી દીધી છે

ભારતીય સેનાના જવાનોની શહાદતનો બદલો લેવા માટે સરકારે ચીનને ઘેરવાની તૈયારી શરૂ કરી દીધી છે

  • Share this:
નવી દિલ્હી : લદાખ (Ladakh)ની ગલવાનની ઘાટીમાં ચીની સૈનિકો (China)ના હુમલામાં શહીદ થયેલા ભારતીય સેના (Indian Army)ના જવાનોની શહાદતનો બદલો લેવા માટે સરકારે ચીનને ઘેરવાની તૈયારી શરૂ કરી દીધી છે. ગુરુવારે ભારત અને ચીનની સેનાઓ વચ્ચે મેજર જનરલ સ્તરની વાતચીત થઈ હતી. બીજી તરફ ભારતીય રેલવેએ પણ ચીની કંપની સાથે પોતાનો કરાર ખતમ કરી દીધો છે.

સમાચાર એજન્સી એએનઆઈના મતે ભારતીય રેલવેએ ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર ઓફ ઇન્ડિયાએ બીજીંગ નેશનલ રેલવે રિસર્ચ એન્ડ ડિઝાઈન ઇન્સ્ટીટ્યૂટ ઓફ સિગ્નલ એન્ડ કમ્યુનિકેશન્સ ગ્રૂપ કો લિ. સાથે કરાર ખતમ કરી દીધો છે. આ પ્રોજેક્ટ અંતર્ગત કાનપુર અને ઇહન દયાલ ઉપાધ્યાય રેલવે સ્ટેશનના સેક્શન વચ્ચે 417 કિમીમાં સિગ્નલિંગ અને ટેલિકમ્યુનિકેશન્સનું કામ થવાનું હતું. આનો ખર્ચો 471 કરોડ રૂપિયા છે.

આ પણ વાંચો - ચીન પર ભારતના પ્રહારથી ખુશ છે તાઇવાન? ડ્રેગનને મારતા ભગવાન રામનું પોસ્ટર Viral

તમને જણાવી દઈએ કે ગલવાન ઘાટીમાં સોમવારે ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે હિંસક ઝડપમાં 20 ભારતીય સૈન્યકર્મી શહીદ થયા હતા. આ ઝડપમાં ભારતીય સેનાના લગભગ 18 જવાન ગંભીર રુપથી ઇજાગ્રસ્ત થયા હતા. સૂત્રોએ જણાવ્યું છે કે ગલવાન ઘાટીની નજીક બંને પક્ષો વચ્ચે મંગળવારે અને બુધવારે થયેલી વાર્તામાં કોઈ નિર્ણય આવ્યો ન હતો.

ચીનને સખત સંદેશો આપતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બુધવારે કહ્યું હતું કે ભારત શાંતિ ઇચ્છે છે પણ જો ઉફસાવવામાં આવશે તો તે યોગ્ય જવાબ આપવામાં સક્ષમ છે. સાથે કહ્યું હતું કે ભારતીય જવાનોનું બલિદાન વ્યર્થ જશે નહીં.
First published: June 18, 2020, 4:22 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading