શિવોકથી સિક્કિમ સુધી રેલવે લાઇન નંખાશે, રૂપિયા 4000 કરોડનો ખર્ચ થશે

અંદાજે 45 કિમીની આ રેલવે લાઇનનો 86 ટકા ભાગ સુરંગમાંથી થઇને પસાર થશે. એટલે કે રેલવે લાઇન બનાવવાથી સિક્કમીની ઇકો સિસ્ટમને ઓછામાં ઓછું નુકશાન થશે.

News18 Gujarati
Updated: August 29, 2019, 5:07 PM IST
શિવોકથી સિક્કિમ સુધી રેલવે લાઇન નંખાશે, રૂપિયા 4000 કરોડનો ખર્ચ થશે
અંદાજે 45 કિમીની આ રેલવે લાઇનનો 86 ટકા ભાગ સુરંગમાંથી થઇને પસાર થશે. એટલે કે રેલવે લાઇન બનાવવાથી સિક્કમીની ઇકો સિસ્ટમને ઓછામાં ઓછું નુકશાન થશે.
News18 Gujarati
Updated: August 29, 2019, 5:07 PM IST
ભારતીય રેલવે શિવોકથી સિક્કિમ સુધી રેલવે લાઇન બનાવી રહ્યું છે. સરહદી રાજ્ય સિક્કિમમાં ચીનની સીમા આવેલી છે, જેના કારણે આ રેલવે લાઇન ખુબ જ મહત્વની માનવામાં આવી રહી છે. એક તરફ ચીનનો પડકાર તો બીજી બાજુ ડોકલામમાં ચીનની મનમાનીનો જવાબ આપવા માટે શિવોકથી સિક્કિમ વચ્ચે રેલવે લાઇન ખુબ જ મહત્વની છે. આ રેલવે લાઇનથી સ્થાનિક લોકો અને ભારતીય આર્મીને ખુબ જ ફાયદો થશે.

શિવોક-રંગપો રેલવે લાઇન સિક્કિમને રેલવે લાઇથઈ સમગ્ર ભારત સાથે જોડનારી હશે. ન્યૂ જલપાઇગુડી-અલીપુરદ્વાર-ગુવાહાટી રેલ લાઇન પર શિવોક સ્ટેશન આવેલુ છે. આ સ્ટેશન ન્યૂ જલપાઇગુડીથી 35 કિમી દૂર છે જ્યારે રંગપો સ્ટોશન સિક્કિમની સરહદ પર આવેલું છે.

અહીં ક્લિક કરી વાંચોઃ '0001' નંબરની એન્ડેવરનો કચ્ચરઘાણ, યુવાવયે પાંચનો 'સૂર્યાસ્ત'

પ્રોજેક્ટની પ્રતિકાત્મક તસવીર


હાલ સિક્કિમ રાજ્ય માત્ર રસ્તાના માધ્યમથી જોડાયેલું છે. અહીં રાષ્ટ્રીય રાજમાર્ગ 10/31A થઇને પસાર થાય છે. આ ખુબ જ દુર્ગમ વિસ્તાર છે અને ચોમાસામાં અહીં અવાર-નવાર લેન્ડ સ્લાઇડિંગ થાય છે, જેના કારણે રસ્તાઓ બંધ થઇ જાય છે. હવે રેલવે લાઇનથી આ વિસ્તારના લોકોને ખુબ જ ફાયદો થશે અને ટૂરિઝમને પણ વેગ મળશે.

પ્રોજેક્ટની પ્રતિકાત્મક તસવીર

Loading...

અંદાજે 45 કિમીની આ રેલવે લાઇનનો 86 ટકા ભાગ સુરંગમાંથી થઇને પસાર થશે. એટલે કે રેલવે લાઇન બનાવવાથી સિક્કમીની ઇકો સિસ્ટમને ઓછામાં ઓછું નુકશાન થશે. આ રૂટ પર 41 કિમીથી વધુ રેલવે લાઇન પશ્ચિમ બંગાળમાં જ્યારે 4 કિમીથી ઓછું સિક્કિમમાં હશે. આ રૂટ પર 14 સુરંગ જ્યારે 24 નાના-મોટા પુલ હશે. રેલવે આ પ્રોજેક્ટ પર 4000 કરોડથી વધુ ખર્ચ કરવા જઇ રહ્યું છે. શિવોકથી રંગપો વચ્ચે ટ્રેનની મુસાફરી 2 કલાકથી પણ ઓછી થશે. રંગપોથી સડક રસ્તાથી ગંગટોક સુધી એક કલાકમાં પહોંચી શકાશે.
First published: August 29, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...