નવી દિલ્હી : કેન્દ્ર સરકારે 44 'વંદે ભારત' ટ્રેન (Vande Bharat Trains)નું ટેન્ડર રદ કરી નાખ્યું છે. રેલવે મંત્રાલયે (Ministry of Railways) શુક્રવારે મોડી રાત્રે આ અંગેની જાણકારી આપી હતી. મંત્રાલયે કહ્યુ કે એક અઠવાડિયાની અંદર નવું ટેન્ડર જાહેર કરવામાં આવશે. રેલવેના આ પ્રોજેક્ટમાં 'મેક ઇન ઇન્ડિયા' (Make in India) કાર્યક્રમને પ્રાથમિકતા આપવામાં આવશે. સરકારે આ ટેન્ડર રદ કરતી દેતા ચીનને મોટો ઝટકો લાગ્યો છે. હકીકતમાં ચીની કંપનીના જોઇન્ટ વેન્ચર સીઆરઆરસી પાયોનિયર ઇલેક્ટ્રિકટ (ભારત) પ્રાઇવેટ લિમિટેડ (CRRC Pioneer Electric (India) Pvt. Ltd.) એક માત્ર વિદેશ કંપની હતી જેને આ ટેન્ડર મળ્યું હતું. આ ઉપરાંત અન્ય પાંચ કંપનીઓને પણ આ સેમી હાઇ સ્પીડ ટ્રેનના 44 સેટ્સ તૈયાર કરવાનું ટેન્ડર મળ્યું હતું.
રેલવે મંત્રાલયે શુક્રવારે રાત્રે ટ્વીટ કરીને લખ્યું કે, "44 સેમી હાઇસ્પીડ ટ્રેન સેટ્સ (વંદે ભારત)નું ટેન્ડર રદ કરી દેવામાં આવ્યું છે. એક અઠવાડિયાની અંદર ફ્રેશ ટેન્ડર બહાર પાડવામાં આવશે. આ ટેન્ડર રિવાઇઝ્ડ પબ્લિક પ્રોક્યોરમેન્ટ આદેશ પ્રમાણે હશે. આ અંતર્ગત મેક ઇન ઇન્ડિયા પ્રોગ્રામને પ્રાથમિકતા આપવામાં આવશે."
Tender for manufacturing of 44 nos of semi high speed train sets (Vande Bharat) has been cancelled.
Fresh tender will be floated within a week as per Revised Public Procurement (Preference to Make in India) order.
ચીનની જોઈન્ટ વેન્ચર ચીનની સીઆરઆરસી યૉન્ગજી ઇલેક્ટ્રિક કંપની લિમિટેડ અને ગુરુગ્રામની કંપની પાયનીયર ફિલ-મેડ પ્રાઇવેટ લિમિટેડ છે. બંને કંપનીએ વર્ષ 2015માં ભાગીદારી કરી હતી. ન્યૂઝ એજન્સી પીટીઆઈએ સૂત્રોના હવાલેથી જણાવ્યું કે ચીની જોઇન્ટ વેન્ચર સામે આવ્યા બાદ રેલવે એવો પ્રયાસ કરી રહી છે કે કોઈ ભારતીય કંપનીને આ ટેન્ડર મળે. જે બાદમાં આ માટે ગત 10 જુલાઈના રોજ ઇન્ડિયન રેલવેએ ચેન્નાઇ સ્થિત ઇન્ટીગ્રલ કોચ ફેક્ટરી માટે ટેન્ડર બહાર પાડ્યું હતું.
ઉપરના જોઇન્ટ વેન્ચર ઉપરાંત જે પાંચ કંપનીઓએ રસ દેખાડ્યો છે તેમાં ભારત સરકારની ભારત હેવી ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડ, ભારત ઇન્ડસ્ટ્રીઝ, ઇલેક્ટ્રોવેવ્સ ઇલેક્ટ્રૉનિક્સ પ્રાઇવેટ લિમિટેડ, મેઘા સર્વો ડ્રાઇવ્સ પ્રાઇવેટ લિમિટેડ, પાવરનેટિક્સ ઇક્વિપમેન્ટ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ સામેલ છે. રેલવે મંત્રાલય તરફથી આ અંગેની જાણકારી આપવામાં આવી છે.
નીચે વીડિયોમાં જુઓ : કોરોના કાળમાં ચૂંટણી માટે માર્ગદર્શિકા જાહેર
" isDesktop="true" id="1014836" >
આ પહેલા ચીનની કંપનીઓ તરફથી ટ્રેનના ટેન્ડરમાં ભાગ લેવા અંગે રેલવે બોર્ડના ચેરમેન વિનોદ કુમાર યાદવે કહ્યુ હતુ કે, "જ્યાં સુધી ચીનની કંપનીઓ તરફથી આ ટેન્ડરમાં ભાગ લેવાની વાત છે ત્યાં સુધી મેક ઇન ઇન્ડિયા અંતર્ગત અમુક માર્ગદર્શિકા છે. આ ગાઇડલાઇન્સ ડિપાર્ટમેન્ટ ફૉર પ્રમોશન ઑફ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ ઇન્ટર્નલ ટ્રેડ તરફથી તૈયાર કરવામાં આવી છે. અમે તેનું પાલન કરીશું."
પીએમ મોદીએ પહેલી વંદે ભારત ટ્રેનને લીલીઝંડી આપી હતી
નોંધનીય છે કે ગત વર્ષે ફેબ્રુઆરીમાં વડાપ્રધાન મોદીએ નવી દિલ્હી-વારાણસી રૂટ પર દેશની પ્રથમ વંદે ભારત ટ્રેનને લીલીઝંડી આપી હતી. જે બાદમાં બીજી ટ્રેન નવી દિલ્હી અને શ્રી માતા વૈષ્ણોદેવી કટરા માટે ચલાવવામાં આવી હતી. આ ટ્રેનને ગૃહમંત્રી અમિત શાહે ત્રીજી ઓક્ટોબરના રોજ લીલીઝંડી આપી હતી.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર