Home /News /national-international /મોટા સમાચાર: એપ્રિલથી પાટા પર દોડવા લાગશે તમામ રુટ્સની ટ્રેનો! તમે કેવી રીતે ફાયદામાં રહેશો?

મોટા સમાચાર: એપ્રિલથી પાટા પર દોડવા લાગશે તમામ રુટ્સની ટ્રેનો! તમે કેવી રીતે ફાયદામાં રહેશો?

પ્રતીકાત્મક તસવીર

રેલવે મંત્રાલય (Ministry Of Railways)ના સૂત્રોના જણાવ્યા પ્રમાણે પહેલી એપ્રિલથી તમામ પેસેન્જર ટ્રેન પાટા પર દોડવા લાગશે. જેમાં જનરલ, શતાબ્દી અને રાજધાની સહિત તમામ ટ્રેન શામેલ હશે.

નવી દિલ્હી: કોરોના વાયરસ મહામારી (Corona Pandemic) બાદ હવે લોકોની જિંદગી ફરીથી પાટા પર ચઢી રહી છે. હવે ધીમે ધીમે તમામ ગતિવિધિ શરૂ થઈ ગઈ છે. આ દરમિયાન રેલવે મુસાફરો (Railway Passengers) માટે એક સારા સમાચાર આવ્યા છે. રેલ મંત્રાલય (Railway Ministry)ના સૂત્રોના જણાવ્યા પ્રમાણે દેશમાં પહેલી એપ્રિલથી તમામ પેસેન્જર ટ્રેન પાટા પર દોડવા લાગશે. જેમાં જનરલ, શતાબ્દી અને રાજધાની સહિત તમામ ટ્રેનો શામેલ હશે. રેલવે તરફથી આ માટે તમામ તૈયારી કરી દેવામાં આવી છે.

હાલ રેલવે 65% ટ્રેનોનું સંચાલન કરે છે

એવા સમાચાર મળી રહ્યા છે કે હોળી તહેવારને કારણે ટ્રેન સેવાની માંગમાં વધારો થશે. આથી વર્તમાન સ્થિતિને જોઈને રેલવે 100% ટ્રેનોનું સંચાલન કરવાની રેલવે તરફથી તૈયાર કરી દેવામાં આવી છે. રેલવેને ઝડપથી વડાપ્રધાન કાર્યાલય તરફથી લીલી ઝંડી મળવાની શક્યતા છે. ઉલ્લેખનીય છે કે હાલ રેલવે 65% મુસાફર ટ્રેનોનું સંચાલન કરી રહ્યું છે. આ સાથે જ લગભગ તમામ સબઅર્બન અને મેટ્રો ટ્રેનો ટ્રેક પર દોડી રહી છે.

આ પણ વાંચો: Corona Vaccination: દેશમાં અત્યારસુધી 79 લાખ લોકોને રસી આપવામાં આવી, સક્રિય કેસ ઘટની 1.36 લાખ થયા

તમામ ટ્રેન સેવા પર રોક લાગી હતી

ઉલ્લેખનીય છે કે કોરોનાના પ્રકોપને ધ્યાનમાં રાખીને દેશભરમાં લૉકડાઉન લગાવવામાં આવ્યું હતું. આ દરમિયાન તમામ નિયમિત ટ્રેન સેવા પર રોક લગાવી દેવામાં આવી હતી. આ દરમિયાન ફક્ત કોવિડ સ્પેશ્યલ ટ્રેનો જ દોડી રહી હતી. જોકે, તહેવારની સિઝન દરમિયાન અમુક ટ્રેનોનું સંચાલન કરવામાં આવ્યું હતું. હવે જ્યારે દેશમાં પરિસ્થિતિ સામાન્ય થઈ રહી છે ત્યારે રેલવે દેશમાં 100 ટકા ટ્રેનોનું સંચાલન કરવાની યોજના પર કામ કરી રહ્યું છે. હાલ દેશમાં 300થી વધારે મેલ/એક્સપ્રેસ ટ્રેનો પાટા પર દોડી રહી છે.

આ પણ વાંચો: Petrol-Diesel Price: પેટ્રોલ-ડીઝલની કિંમતમાં સતત પાંચમાં દિવસે વધારો, જાણો તમારા શહેરનો ભાવ

મુસાફરોએ ઓછું ભાડું ચૂકવવું પડશે

ઉપર જણાવ્યું તેમ કોરોના સ્પેશ્યલ ટ્રેનો દોડી રહી હતી તેનું ભાડું વધારે હતું. હવે બધુ ફરીથી રાબેતા મુજબ શરૂ થઈ જવાની સાથે જ એક્સપ્રેસ, મેમૂ, ડેમૂ અને અન્ય લોકલ ટ્રેન પહેલાની જેમ દોડવા લાગશે. લોકો તહેવારો પર આ ટ્રેનોમાં સવાર થઈને પોતાના ઘરે જઈ શકશે. લોકોએ સ્પેશ્યલ ટ્રેનોની સરખામણીમાં ઓછું ભાડું ચૂકવવું પડશે.
First published:

Tags: Coronavirus, COVID-19, Passengers, આઇઆરસીટીસી, ભારત, ભારતીય રેલવે, રેલવે