Home /News /national-international /

Railway Employee : રેલવે કર્મચારીઓ માટે સારા સમાચાર, હવે તબીબી સેવા માટે એપ, અહીં જાણો બધું જ

Railway Employee : રેલવે કર્મચારીઓ માટે સારા સમાચાર, હવે તબીબી સેવા માટે એપ, અહીં જાણો બધું જ

ભારતીય રેલવે (Indian Railways)

રેલવે કર્મચારીઓ (railway employee) માટે સારા સમાચાર છે. HMIS હેલ્થ મેનેજમેન્ટ ઇન્ફર્મેશન સિસ્ટમ (Health Management Information System) અંતર્ગત તબીબી સેવાઓ વધુ સરળ કરાશે. રેલવે કર્મચારીઓ હવેથી તબીબી સેવાઓ એપ દ્વારા નોંધાવી શકાશે.

    અમદાવાદ : દેશમાં ઘણી બધી વસ્તુનું ડીજીટલાઇઝેશન થઈ રહ્યું છે. સરકારના વિવિધ વિભાગો પણ હવે ડિજિટલ માધ્યમથી કામગીરી કરી રહ્યા છે.  રેલવે વિભાગ ( Indian Railway ) દ્વારા રેલ્વે હોસ્પિટલોને (Railway Hospital ) ડિજિટલ વાઘા પહેરાવવાનું શરૂ થયું છે. રેલવે કર્મચારીઓને મળતી તબીબી સેવાઓ વધુ સારી અને સરળ બનાવવા માટે પહેલ કરવામાં આવી રહી છે. રેલવે દ્વારા તબીબી સેવાઓને એપ દ્વારા જોડવામાં આવશે અને કર્મચારીઓને તબીબી સુવિધાઓ માટે લાઇનમાં ઉભા રહેવાની ઝંઝટમાંથી મુક્તિ મળશે તેમજ વિવિધ સેવાઓ મોબાઇલ એપ્લિકેશનના માધ્યમથી નોંધાવી સુવિધા મેળવી શકશે.

    રેલવે દ્વારા હોસ્પિટલોમાં હેલ્થ મેનેજમેન્ટ ઇન્ફર્મેશન સિસ્ટમ (HMIS) લાગુ કરવાની તૈયારી થઈ છે. આ સિસ્ટમના કારણે રેલવે વિભાગના કર્મચારીઓ (railway staff)ને હવે એપ્લિકેશનના માધ્યમથી જ હોસ્પિટલોને લગતી સુવિધા મળી જશે. કર્મચારીઓ એમ્બ્યુલન્સનું બુકિંગ, ઓપીડી નંબર જેવી સુવિધાઓનો લાભ લઇ શકશે. આ માટે તેમને લાઈનમાં ઊભા રહેવાની ઝંઝટમાંથી મુક્તિ મળશે. આટલું જ નહીં હોસ્પિટલમાં ઉપલબ્ધ ન હોય તેવી દવાઓ ઓનલાઈન પણ મંગાવી શકાશે.

    રેલવેની યોજના અંતર્ગત રેલટેલે તમામ 695 રેલ્વે હોસ્પિટલો અને આરોગ્ય એકમોને HMIS સાથે જોડવાનું કામ પૂર્ણ કર્યું છે. આ વેબ આધારિત મલ્ટિ-મોડ્યુલ ફીચર છે. તેનાથી હોસ્પિટલનું વહીવટી તંત્ર અને દર્દીઓ નજીક આવ્યા છે. આ યોજના અંતર્ગત એક એપ ડેવલપ કરવામાં આવી છે. જેને પ્લે સ્ટોરથી ડાઉનલોડ કરી શકાય છે અને ઓપીડી રજિસ્ટ્રેશન પણ કરી શકાય છે. તેમાં એમ્બ્યુલન્સ બુકિંગની સુવિધા પણ હશે.

    આ સુવિધાના કારણે દર્દીઓ તેમના મોબાઇલ ફોન પર તેમના તમામ તબીબી રેકોર્ડ જોઈ શકશે. લેબોરેટરી ટેસ્ટના રિઝલ્ટમાં મેન્યુઅલ ડેટા એન્ટ્રીની જરૂર રહેશે નહીં. આ પ્લેટફોર્મ કર્મચારીઓની યુનિક મેડિકલ આઇડેન્ટિટી સાથે જોડાયેલું છે. આ માટે ભારતીય રેલવેએ નિયમિત કર્મચારીઓ, પેન્શનરો અને પરિવારના સભ્યોને લગભગ 42 લાખ યુનિક મેડિકલ આઇડેન્ટિટી જાહેર કર્યા છે.

    રેલવે સેવાઓને એકીકૃત કરાશે

    આ ટેકનોલોજી તમામ તબીબી ઉપકરણો, તબીબી પ્રક્રિયાઓ અને વિવિધ આઇટી સિસ્ટમોને એકીકૃત રીતે સંકલિત કરશે. તમામ દર્દીઓના ઈલેક્ટ્રોનિક મેડિકલ રેકોર્ડ બનાવવામાં આવશે. હોસ્પિટલમાં ઉપલબ્ધ ન હોય તેવી દવાઓ સ્થાનિક ખરીદીમાંથી ઓનલાઇન ઓર્ડર કરી શકાય છે. ઇન-પેશન્ટ ડિપાર્ટમેન્ટ મોડ્યુલ હેઠળ, દર્દીઓને દાખલ કરી શકાય છે અને ડિસ્ચાર્જ પણ કરી શકાય છે.
    First published:

    Tags: Digital health ID, Indian railways, Railway Ministry

    આગામી સમાચાર