સરકારી નોકરીની રાહ જોતા લોકો માટે ખુશખબર છે. ભારતીય રેલવે ટૂંક સમયમાં વિવિધ પદો પર ભરતી કરવાનું છે. હાલમાં જ મંત્રી પીયુષ ગોયલે જાહેરાત કરી કે રેલવેમાં 20 લાખ 30 હજાર પદ માટે ભરતી કાર્યક્રમ યોજાશે. આ ભરતી બે ફેઝમાં યોજાશે.
આવનારી રેલવે ભરતીના પ્રથમ રાઉન્ડમાં 1 લાખ 31 હજાર 428 પદ પર ભરતી કાર્યક્રમનું નોટિફિકેશન જાહેર કરાશે, ત્યારબાદ બીજા રાઉન્ડમાં 99 હજાર પદ પર ભરતી માટે નોટિફિકેશન જાહેર કરવામાં આવશે. 1 લાખ 31 હજાર 428 પદ પર ભરતીનું નોટિફિકેશન આ મહિને એટલે કે ફેબ્રુઆરીમાં જ બહાર પાડવામાં આવે તેવી શક્યતા છે. જો આ મહિને જાહેરાત નહીં આવે તો માર્ચ સુધીમાં આવી જશે.
પ્રથમ રાઉન્ડની ભરતી ક્યા ક્યા પદો પર યોજાશે તે અંગે જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ ટૂંક સમયમાં રેલવે બોર્ડ દ્વારા જાણકારી આપવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે પ્રથમ ફેઝની ભરતી બાદ બીજા રાઉન્ડની ભરતી આવતા વર્ષે એટલે કે 2020માં આવશે. 99 હજાર પદ પર ભરતી માટે આવતા વર્ષે જુનમાં નોટિફિકેશન જાહેર કરવામાં આવશે. પ્રથમ અને બીજા ફેઝની ભરતીમાં આર્થિક રીતે નબળા ઉમ્મેદવારોને 10 ટકા અનામત આપવામાં આવશે. 2 લાખ 30 હજાર પદમાંથી કુલ 23 હજાર પદ આર્થિક રીતે નબળા લોકો માટે હશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર