રેલવેને મોટી સફળતા, 33 લાખ ટિકિટ સાથે અધધ...387 દલાલની ધરપકડ

News18 Gujarati
Updated: June 14, 2019, 5:51 PM IST
રેલવેને મોટી સફળતા, 33 લાખ ટિકિટ સાથે અધધ...387 દલાલની ધરપકડ
અરુણ કુમારે કહ્યું કે આ ઓરપેશનમાં તમામ સ્તરના અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા. તમામ અધિકારીઓની વફાદારીથી આ ઓપરેશન સફળ બન્યું

અરુણ કુમારે કહ્યું કે આ ઓરપેશનમાં તમામ સ્તરના અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા. તમામ અધિકારીઓની વફાદારીથી આ ઓપરેશન સફળ બન્યું

  • Share this:
ગેરકાયદેસર રીતે ટિકિટોનું વેચાણ કરી રહેલા 387 દલોલોની રાષ્ટ્રવ્યાપી અભિયાન અંતર્ગત ધરપકડ કરવામાં આવી છે. આરપીએફના મહાનિદેશક અરુણ કુમારે કહ્યું કે તમામ દલાલો પાસેથી અંદાજે 33 લાખ ટિકિટ જપ્ત કરવામાં આવી છે. ગુરુવારે કરવામાં આવેલી કાર્યવાહીમાં સૌથી વધુ ધરપકડ ઇસ્ટર્ન રેલવેમાં કરવામાં આવીછે. જે ટિકિટને જપ્ત કરવામાં આવી છે તેના પર એક સપ્તાહમાં મુસાફરી થનારી હતી.

અરુણ કુમારે કહ્યું કે આ ઓરપેશનમાં તમામ સ્તરના અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા. તમામ અધિકારીઓની વફાદારીથી આ ઓપરેશન સફળ બન્યું છે. આ અભિયાનને અમલમાં લાવવા માટે દેશના 141 શહેરની 276 જગ્યાઓ પર દરોડા પાડવામાં આવ્યા હતા.

અહીં ક્લિક કરી વાંચોઃ શહીદની બહેનના લગ્નમાં કમાન્ડો મિત્રોએ આપી અનોખી વિદાય

તેઓએ કહ્યું કે દેશના વિભિન્ન શહેરો અને સ્થાનમાંથી 387 ટિકિટ દલાલોની ધરપકડ કરવામાં આવી છે. તેમની પાસેથી 32,99,093 રૂપિયાની 22,253 ટિકિટ જપ્ત કરવામાં આવી છે. આ ટિકિટ આગામી સપ્તાહની જ હતી.

ધરપકડ કરાયેલા દલાલોની ધરપકડ બાદ પુછપરછમાં બહાર આવ્યું કે પહેલા પણ આ દલાલ 3,24,12,706 રૂપિયાથી વધુનો ગેરકાયદેસર કારોબાર કરી ચૂક્યા છે. હાલ સંદિગ્ધ યૂઝર્સ આઇડીને જપ્ત કરવામાં આવી છે અને તમામ ટિકિટને નિષ્ક્રિય કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
First published: June 14, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading