EXCLUSIVE: હવે રેલવેમાં સસ્તા ભાડે AC કોચની મુસાફરી કરી શકાશે, નવા ડબ્બાથી સજ્જ થશે Train

એસીની મુસાફરી હવે સ્લીપરના મુસાફરો માટે પણ શક્ય બનશે.

indian Railway AC3 Economy: ગરીબ રથ બાદ સામાન્ય ટ્રેનો માટે સરકાર લાવી રહી છે ખાસ ડબ્બા જાણો શું છે આ સુવિધા અને કેવો હશે આ એસી કોચ

  • Share this:
    ચંદન જજવાડે, નવી દિલ્હી : શું તમે રલેવેમાં (Indian Railway) મુસાફરી કરો છો, શું તમને રેલવેમાં એસી કોચનું (Railway AC coach) ભાડું મોંઘું લાગે છે? જો આનો જવાબ 'હા' હોય તો તમારા માટે સરકાર લાવી રહી છે ખુશખબર. આગામી દિવસોમાં સસ્તા ભાડે ટ્રેનમાં એસી ડબ્બામાં આરામથી મુસાફરીની મજા માણવાની તક મળશે. સરકારે ટ્રેનો માટે નવા એસી કોચ બનાવી રહી છે આ કોચ. હકીકતમાં ભારતીય રેલવે ટ્રેનમાં નવી શ્રેણી એસી-3 ઇકૉનોમી (AC3 Economy Class) શરૂ કરવા જઈ રહી છે. સૂત્રોના જણાવ્યા મુજબ દેશની કેટલીક ટ્રેનોમાં શરૂઆતમાં આ ડબ્બા લાગશે. એસી3 ઇકૉનમી ક્લાસનું ભાડુ (AC3 Economy Fair) નોર્મલ એસી-3 કરતાં ઓછું હશે એટલે કે સ્લીપર ક્લાસના મુસાફરોને પણ એસીની સફરનો આનંદ મળી શકશે.

    હાલમાં દેશની કપૂરથલા રેલવે કોચ ફેકટ્રીમાં એસી-3 ઇકૉનૉમી ક્લાસના 50 ડબ્બા બન્યા છે. આ ડબ્બાને દેશના અલગ અલગ વિસ્તારોમાં મોકલવામા આવ્યા છે જે જુદા જુદા ઝોનની ટ્રેનમાં શરૂ કરવામાં આવશે. રેલવે આ પ્રકારના એસી3 ઇકૉનમોમીના 800 ડબ્બા શરૂ કરવા જઈ રહ્યું છે. આ ડબ્બામાંથી 300 ચેન્નાઈ, 285 રાયબરેલી અને 177 કપૂરથલામાં બનશે.

    આ પણ વાંચો : Gandhinagar: રાજ્યના નવા મુખ્ય સચિવ બનશે પંકજ કુમાર, સરકારે કરી જાહેરાત

    એસી3 ટીયર ઇકૉનોમીમાં એક ડબ્બામાં 83 બર્થ હશે

    એસી3 ટીયર ઇકૉનૉમીમાં એક ડબ્બામાં 83 બર્થ આવશે જ્યારે કે એસી3 સામાન્યમાં 72 બર્થ હોય છે. એટલે કે એક ડબ્બામાં 15 ટકા સીટ દર ડબ્બાએ વધશે. પ્રત્યેક ડબ્બામાં 11 મુસાફરોનો વધારો થશે જેના દ્વારા ટ્રેનને ભાડુ ઘટાડવામાં મદદ મળશે.

    AC-3 ઇકૉનોમીમાં સામાન્ય એસી-3 કોચ કરતાં 15 ટકા વધારે બર્થ હશે જેના કારણે આ ડબ્બાનું ભઆડું ઓછું રહેેશે.


    પૂર્વ રેલ મંત્રી લાલુપ્રયાસ યાદવે એસી-3 ટ્રેનના ભાડાથી 15 ટકા ઓછા ભાડે ગરીબ રથ શરૂ કર્યા હતા. આજે દેશમાં 26 ગરીબરથ ટ્રેન અપડાઉનમાં એટલે કે કુલ 52 ટ્રેન કાર્યરત છે. આગામી દિવસોમાં સરકાર ગરીબ રથમાં પણ આ ડબ્બાઓ જ જોડી જશે. જોકે, જો એસી-3 ઇકનૉમીના ડબ્બા ગરીબ રથમાં લાગશે તો તેના ભાડામાં 10 ટકાનો વધારો થઈ શકે છે.

    આ પણ વાંચો : ગાંધીનગર-સાયન્સ સિટીની તસવીરો જોઈ લોકો માનવા તૈયાર નહોતા કે આ નજારો ભારતનો છે : પીએમ મોદી

    એસી-3 ક્લાસથી રેલવેને ફાયદો થાય છે.

    સૂત્રોના જણાવ્યા મુજબ રેલવેને એસી-3 ક્લાસથી ફાયદો થાય છે. આ ક્લાસના ભાડાના કારણે 7 ટકાનો ફાયદો થાય છે. રેલવેને અન્ય સબ અર્બન ટ્રેનોમાં 64 ટકાનું નુકસાન સહન કરવું પડે છે. જ્યારે ક્લાસ 1 એસીમાં 24 ટકાનું નુકસાન થાય છે જ્યારે કે એસી સેકન્ડ ક્લાસમાં 24 ટકાનું નુકસાન થાય છે. આમ એસી ક્લાસ-3 એવું માધ્યમ છે જે રેલવેને નફો કરાવી શકે છે.
    Published by:Jay Mishra
    First published: