Big News! ખરાબ વ્યવહાર કર્યો તો હવે ટ્રેનમાં પણ સફર નહી કરી શકો, રેલવે લાવી રહ્યું છે નવો નિયમ

News18 Gujarati
Updated: January 29, 2020, 10:40 PM IST
Big News! ખરાબ વ્યવહાર કર્યો તો હવે ટ્રેનમાં પણ સફર નહી કરી શકો, રેલવે લાવી રહ્યું છે નવો નિયમ
રેલવે પણ મુસાફરી પર બેન લગાવવાની તૈયારી કરી રહ્યું છે

ટ્રેનના મુસાફરો સાવધાન - જો ટ્રેનમાં મુસાફરી સમયે કોઈ બબાલ કરી કે અન્ય મુસાફરો પરેશાન થાય તેવું વર્તન કર્યું તો, ટ્રેનમાં મુસાફરી કરવાનું ભુલી જજો - રેલવે લગાવી શકે છે પ્રતિબંધ

  • Share this:
એરલાયન્સ કંપનીઓ બાદ હવે ભારતીય રેલવે પણ યાત્રા દરમિયાન ખરાબ વ્યવહાર કરનારા લોકો પર યાત્રા પ્રતિબંધ લગાવવાની યોજના બનાવી રહી છે. એવામાં જો તમે ટ્રેનમાં સફર દરમિયાન કોઈ અન્ય યાત્રીઓ સાથે ખરાબ વ્યવહાર કરો છો તો, તમારી મુશ્કેલી વધી શકે છે. રેલ મંત્રાલય તેની સાથે જોડાયેલા નિયમોને ટ્રોનમાં પણ લાગુ કરવાની યોજના બનાવી રહ્યું છે. આ ચર્ચા કોમેડિયન કૃણાલ કામરા પર લગાવવામાં આવેલા યાત્રા પ્રતિબંધ બાદ વધી ગઈ છે.

હવાઈ યાત્રા માટે પ્રતિબંધિત વ્યક્તિ નહી કરી શકે ટ્રેનની સફર
રેલ મંત્રાલયના એક અધિકારી અનુસાર, ભારતીય રેલવે સાથી યાત્રિઓ માટે જોખમ પેદા કરનાર લોકો પર યાત્રા પ્રતિબંધ લગાવવાની યોજના બનાવી રહ્યું છે. ફાયનાન્સિયલ એક્સપ્રેસના રિપોર્ટ અનુસાર, અધિકારીએ જણાવ્યું કે, હવાઈ યાત્રા દરમિયાન સાથી યાત્રીઓ સાથે ખરાબ વ્યવહારના કારણે પ્રતિબંધિત વ્યક્તિની ટ્રેન યાત્રા પર પણ પાબંધી લગાવવાનો વિચાર કરવામાં આવી રહ્યો છે. સરળ શબ્દોમાં કહીએ તો, હવાઈ યાત્રા માટે પ્રતિબંધિત વ્યક્તિ ટ્રેનમાં પણ સફર નહી કરી શકે. એરલાયન્સ કંપનીઓ ઉડાન દરમિયાન સાથી યાત્રિઓ સાથે ખરાબ વ્યવહાર કરનારા લોકો પર યાત્રા પ્રતિબંધ લગાવી દે છે.

રેલવે એરલાયન્સ કંપનીઓ પાસે માંગશે પ્રતિબંધિત મુસાફરોનું લિસ્ટ
રેલ મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, ભારતીય રેલવે એરલાયન્સ પાસે પ્રતિબંધિત મુસાફરોનું લિસ્ટ માંગશે. ત્યારબાદ તેમના નામ ઈન્ડિયન રેલવે ટિકટિંગ સિસ્ટમમાં નાખી દેવામાં આવશે. ત્યારબાદ પ્રતિબંધિત યાત્રી પોતાની યાત્રા ટિકિટ જ બુક નહી કરાવી શકે, એટલે કે આવા મુસાફરોને રેલવેની નો-ટ્રાવેલ લિસ્ટમાં સામેલ કરવામાં આવશે. યોજના અનુસાર, આવા લોકો પર છ મહિના માટે રેલવે યાત્રાની પાબંધી લગાવવામાં આવી શકે છે. જો આ નિયમ લાગુ થઈ જશે તો સ્પષ્ટ છે કે, કોમેડિયન કૃણાલ કામરા થોડા મહિનાઓ માટે ટ્રેનથી પણ સફર નહી કરી શકે.

કૃણાલ કામરા પર યાત્રા પ્રતિબંધ બાદ રેલવેએ તૈયારી ઝડપી કરીભારતીય રેલવેએ આ નિયમોને આખરી ઓપ આપવા માટે તૈયારી ઝડપી બનાવી દીધી છે. તમને જણાવી દઈએ કે, ઈન્ડિગો, એર ઈન્ડિયા, ગોએયર અને સ્પાઈસ જેટે સ્ટેન્ડઅપ કોમેડિયન કૃણાલ કામરા પર હવાઈ યાત્રા પ્રતિબંધ લગાવી દીધો છે. ઉલ્લેખનીય છે કે, કૃણાલ કામરા પર ઈન્ડિયોની ફ્લાઈટમાં એક વરિષ્ઠ પત્રકાર સાથે ખરાબ વ્યવહાર કરવાનો આરોપ છે. ત્યારબાદ ઈન્ડિગોએ મંગળવારે કૃણાલ કામરા પર છ મહિનાઓ માટે યાત્રા પ્રતિબંધ લગાવી દીધો છે. ઈન્ડિગો બાદ એર ઈન્ડિયા, ગોએયર અને સ્પાઈસ જેટે પણ પ્રતિબંધિત મુસાફરોના લિસ્ટમાં તેમનું નામ ઉમેરી દીધુ છે.
First published: January 29, 2020
વધુ વાંચો
अगली ख़बर