બદલાઇ જશે તમારો પાસપોર્ટ! સરકારે નવા પાસપોર્ટમાં ઉમેર્યા આ ફિચર્સ

બદલાઇ જશે તમારો પાસપોર્ટ! સરકારે નવા પાસપોર્ટમાં ઉમેર્યા આ ફિચર્સ
પ્રતિકાત્મક તસવીર

 • Share this:
  કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે (Goverment of India) પાસપોર્ટમાં મોટો બદલાવ કર્યો છે. લોકસભામાં પુછવામાં આવેલા એક સવાલના જવાબમાં સરકારે જણાવ્યું કે ભારતીય પાસપોર્ટ (Indian Passport) કેટલાક નવા સુરક્ષા ફિચર્સ જોડવામાં આવ્યા છે. ખાસ કરીને નવા પાસપોર્ટમાં ઉપર કમળનું નિશાન પ્રિન્ટ કરવામાં આવશે. જેથી સરકારની નકલી પાસપોર્ટના પ્રશ્નને રોકી શકે. સાથે જ સરકાર અન્ય રાષ્ટ્રીય પ્રતીકોને પણ એક પછી એક ભારતીય પાસપોર્ટ પર ઉપયોગ કરશે.
  વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારનું કહેવું છે કે કમલનું ફૂલ આપણા રાષ્ટ્રીય ફૂલનું પ્રતિનિધિત્વ કરે છે. આ માટે તેને પાસપોર્ટ પર પ્રિન્ટ કરવામાં આવશે. જેથી નકલી અને અસલી પાસપોર્ટ વચ્ચે ભેદ જાણી શકાય અને આ પ્રિન્ટ સારા સુરક્ષા ફિસર્ચ હેઠળ લગાવવામાં આવ્યું છે.  તેમણે કહ્યું કે આ સિક્યોરિટી ફિચર્સ આંતરાષ્ટ્રીય નાગરિક વિમાનન સંગઠન (આઇસીએઓ)ના દિશા નિર્દેશનનો ભાગ છે. કમળ સિવાય એક પછી એક અન્ય રાષ્ટ્રીય પ્રતીકોનો પણ ઉપયોગ પાસપોર્ટ પર કરવામાં આવશે. હાલ કમળ તે પછીના મહિનામાં બીજા રાષ્ટ્રીય પશુ કે પંખી જેવા પ્રતીકોને આ ક્ષેણીમાં જોડવામાં આવશે.

  આમ હવે તમે જો નવો પાસપોર્ટ નીકાળી રહ્યા છો તો તમને તમારા નવા પાસપોર્ટ પર કમળની પ્રિન્ટ જોવા મળશે. નવા પાસપોર્ટ નવા કોડ સાથે આવે છે. અને દેશભરના તમામ 36 પાસપોર્ટ કાર્યાલયમાં તેને ઉપયોગ થવા લાગ્યો છે.
  વધુમાં નવા પાસપોર્ટમાં પ્રિન્ટ કરવા માટે વધુ સારા પેપરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જે નાસિક પ્રેસમાં છપાય છે. વિદેશ મંત્રાલય સિવાય રાષ્ટ્રીય સૂચના વિજ્ઞાન કેન્દ્ર, ભારતીય સુરક્ષા પ્રેસ સહિત અન્ય એજન્સી યાત્રીઓ માટે આ નવા પાસપોર્ટનો ભાગ બનશે. ઉલ્લેખનીય છે કે પ્રતિ વર્ષ વિદેશ મંત્રાલય 1 કરોડ પાસપોર્ટ જાહેર કરે છે. સરકાર પાસપોર્ટ સેવા કેન્દ્ર અન્ય સ્થળો પર પણ શરૂ કરવાનું વિચારી રહી છે.

  વિદેશ મંત્રી એસ.જયશંકરે હાલમાં જ કહ્યું હતું કે અત્યારે 93 પાસપોર્ટ સેવા કેન્દ્રનું કામ ચાલુ છે અને દેશમાં કુલ 505 પાસપોર્ટ સેવા કેન્દ્ર છે જેનાથી હવે લોકોને પાસપોર્ટ આવેદન પત્ર આપવા માટે બહુ દૂર નહીં જવું પડે. વળી ગત વર્ષે જ વિદેશ મંત્રાલયે એમ-પાસપોર્ટ સેવા શરૂ કરી હતી. આ સુવિધાના કારણે તલાક લીધેલા દંપતીના બાળકોને પાસપોર્ટ માટે પહેલા જેવી મુશ્કેલીનો સામનો નહીં કરવો પડશે. તત્કાલ પાસપોર્ટ આવેદન પર હવે કોઇ પણ ગેજેટેડ અધિકારીથી વેરિફિકેશન સર્ટિફિકેટ જમા કરવાની જરૂર નથી.
  Published by:News18 Gujarati
  First published:December 13, 2019, 15:13 pm