મોટો નિર્ણય: સંસદની કેન્ટીનમાં હવે નહીં મળે સસ્તુ જમવાનું, બંધ કરાશે સબસિડી

News18 Gujarati
Updated: December 5, 2019, 3:39 PM IST
મોટો નિર્ણય: સંસદની કેન્ટીનમાં હવે નહીં મળે સસ્તુ જમવાનું, બંધ કરાશે સબસિડી
સંસદ (એએનઆઈ ફોટો)

મોંઘવારીના મુદ્દા પર ઘેરાયેલી સરકારે દેશની સંસદમાં સાંસદો, કર્મચારીઓ અને પત્રકારો માટે બનાવવામાં આવેલી કેન્ટીન પર મોટો નિર્ણય લીધો છે.

  • Share this:
મોંઘવારીના મુદ્દા પર ઘેરાયેલી સરકારે દેશની સંસદમાં સાંસદો, કર્મચારીઓ અને પત્રકારો માટે બનાવવામાં આવેલી કેન્ટીન પર મોટો નિર્ણય લીધો છે. હવે કોઈને પણ સંસદની કેન્ટીનમાં સબસિડી નહીં મળે. આ મુદ્દે પક્ષ અને વિપક્ષ બંનેએ સાથે મળી નિર્ણય કર્યો છે કે હવે કેન્ટીનમાં સબસિડી નહી મળે. મળતી જાણકારી અનુસાર, સરકારના 17 કરોડ રૂપિયા સંસદની કેન્ટીનની સબસિડી પાછળ ખર્ચ થાય છે.

બતાવવામાં આવ્યું હતું કે, તમામ પાર્ટીઓએ નક્કી કર્યું કે સંસદ ભવનની કેન્ટીનમાં મળતા ખાવા પર સબસિડી ખતમ કરવામાં આવે. આ નિર્ણય બાદ હવે કેન્ટીનમાં ખાવાના ભાવ ખર્ચના હિસાબે નક્કી કરવામાં આવશે. ગત લોકસભામાં કેન્ટીનમાં ખાવાના ભાવ વધારી સબસિડીનું બિલ ઓછુ કરવામાં આવ્યું હતું. હવે પૂરી રીતે સબસિડી ખતમ કરી દેવામાં આવી છે.

સબસિડી પર અત્યાર સુધીમાં કેટલો થયો ખર્ચ

તમને જણાવી દઈએ કે, સૂચના અધિકારના આંકડા અનુસાર, વર્ષ 2012-13થી વર્ષ 2016-17 સુધી સંસદની કેન્ટીનોને કુલ 73, 85, 62, 474 રૂપિયા સબસિડી આપવામાં આવી છે. જો વિતેલા પાંચ વર્ષની સ્થિતિ પર નજર કરીએ તો, વર્ષ 2012-13માં સાંસદો માટે સસ્તા ભોજન પાછળ 12,52,01,867 રૂપિયા, વર્ષ 2013-14માં 14, 09, 69, 082 રૂપિયા સબસિડી આપવામાં આવી.આજ રીતે વર્ષ 2014-15માં 15,85,46, 612 રૂપિયા, વર્ષ 2015-16માં 15,97,91, 259 રૂપિયા અને વર્ષ 2016-17માં સાંસદોને સસ્તા ભોજન પાછળ 15,40,53,365 રૂપિયાનો સબસિડી ખર્ચ થયો.
First published: December 5, 2019, 3:39 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading