સિંગાપોરમાં ભારતીય મૂળની મહિલાએ 24 વર્ષની કામવાળીને ત્રાસ આપીને ઉતારી મોતને ઘાટ

સિંગાપોરમાં ભારતીય મૂળની મહિલાએ 24 વર્ષની કામવાળીને ત્રાસ આપીને ઉતારી મોતને ઘાટ
પ્રતીકાત્મક તસવીર

કામવાળી સાથે એટલો ખરાબ વ્યવહાર કર્યો કે, કામવાળીનું વજન માત્ર 24 કિલો થઇ ગયું હતું.

 • Share this:
  સિંગાપોરમાં 40 વર્ષીય ભારતીય મૂળની મહિલાને તેની 24 વર્ષની મ્યાનમારની વતની કામવાળીને મોતને ઘાટ ઉતારવા બદલ દોષી ઠેરવાઈ છે. ફરિયાદી પક્ષે કહ્યું હતું કે, મહિલાએ કામવાળી સાથે ખરાબ વ્યવહાર કરતી, જમવાનું આપતી ન હતી અને તેન પર અસહ્ય ત્રાસ ગુજારતી હતી અને અંતે તેની હત્યા કરી છે. ચેનલ ન્યૂઝ એશિયાના અહેવાલમાં જણાવાયું છે કે, તેની કામવાળીના નોકરીના પાંચ મહિનામાં ગૈયાથિરી મુરુગાયએ કામવાળી સાથે એટલો ખરાબ વ્યવહાર કર્યો કે, કામવાળીનું વજન માત્ર 24 કિલો થઇ ગયું હતું.

  રિપોર્ટ્સ મુજબ, કામવાળી- પિયાંગ નગાહ ડોનને મગજમાં થયેલી ગંભીર ઇજા, તેમજ તેના ગળામાં ગંભીર ઇજાથી મૃત્યુ પામી હતી. ઉપરાંત  મૃત્યુની આગલી રાત્રે તેને બારીની જાળી સાથે બાંધી દેવામાં આવી હતી. જ્યારે તેને ભૂખ લાગતા ડસ્ટબિનમાંથી ખોરાક લેવાની કોશિશ કરી તો તેને માર મારવામાં આવ્યો હતો. જે માટે ગૈયાથિરીને આજીવન કેદની સજા થઈ શકે છે, તેને 28 આરોપો બદલ દોષી ઠેરવાઈ છે.  તો તમારે ડેબિટ-ક્રેડિટ કાર્ડના નંબર રાખવા પડશે યાદ, ઇ-કોમર્સ વેબસાઇટ પર નહીં થાય ઓટો ફીલ

  અદાલતે કહ્યું કે, પીડિતા મે 2015માં ગૈયાથિરી માટે કામ કરવા સિંગાપોર આવી હતી. વિદેશમાં તેની પહેલી નોકરી હતી. તે ગરીબ હતી અને તેની પર ત્રણ વર્ષના પુત્રના ભરણપોષણની પણ જવાબદારી હતી. અહેવાલમાં જણાવાયું છે કે, પીડિતા અને બાળકોને મોનિટર કરવા માટે ઘરમાં કેમેરા લગાવવામાં આવ્યા હતા. જેમાં ફૂટેજ દ્વારા પીડિતાના જીવનના છેલ્લા 35 દિવસોમાં તેની સાથે કરાયેલા દુર્વ્યવહારદેખાય છે.

  કોર્પોરેશનના ચૂંટણીની જેમ વિધાનસભામાં પણ ઓવૈસીની AIMIM કૉંગ્રેસ પર પડશે ભારે?

  શબપરીક્ષણમાં પીડિતાના શરીર પર 1 ડાઘ અને 47 બાહ્ય ઇજાઓ મળી હતી. તેણીનું મૃત્યુ હાઈપોક્સિક ઇસ્કેમિક એન્સેફાલોપથી- એક પ્રકારની મગજની ઈજાથી થયું હતું. અહેવાલમાં જણાવાયું છે કે, તેણીને ઇમેકિએટ કરવામાં આવી હતી અને નબળા પોષણની સ્થિતિમાં હતી અને જો તેને વધુ જીવાડવામાં આવી હોત તો તે ભૂખમરાથી જ મરી જાત. વરિષ્ઠ વકીલ મોહમ્મદ ફૈઝલની આગેવાની હેઠળની કાર્યવાહીમાં આજીવન કેદની માંગણી સાથે કહ્યું હતું કે, આના પરથી જ ખબર પડે છે કે, આ કેટલું આઘાતજનક છે. અહેવાલમાં જણાવાયું છે કે, ગૈયાથિરીએ શોષણ કર્યું, જમવાનું ન આપ્યું, ત્રાસ આપ્યો અને આખરે સહાયકની હત્યા એવી રીતે કરી કે જે કોઈની અંતરાત્માને આઘાત પહોંચાડે.

  પક્ષો સજા માટે પછીની તારીખે પાછા ફરશે. ખૂન સમાન ન હોવાના દોષિત હત્યાકાંડની દંડ આજીવન કેદ અને કેનિંગ અથવા 20 વર્ષ સુધીની જેલ, દંડ અને કેનિંગ છે. મહિલાઓ કેન કરી શકાતી નથી. આ સાથે ગૈયાથિરીનો પતિ પણ કામવાળી સાથે દુર્વ્યવહારના બાકી આરોપોનો સામનો કરી રહ્યો છે.
  Published by:Kaushal Pancholi
  First published:February 25, 2021, 16:59 pm