Home /News /national-international /હવે ઈઝરાયેલમાં પણ ભારતીય મુળનાં કિશોરની હત્યા, હજુ એક વર્ષ પહેલા જ પરિવાર સાથે સ્થાયી થયા
હવે ઈઝરાયેલમાં પણ ભારતીય મુળનાં કિશોરની હત્યા, હજુ એક વર્ષ પહેલા જ પરિવાર સાથે સ્થાયી થયા
ઈઝરાયેલમાં પણ ભારતીય મુળનાં કિશોરની હત્યા,
Indian Origin Killed In Israel: વિદેશોમાં ભારતીયો પર કરવામાં આવી રહેલા હુમલાઓએ ટેન્શન વધાર્યું છે. હવે ઈઝરાયેલમાં એક ભારતીય મુળનાં કિશોરની હત્યા કરવામાં આવી છે.
જેરુસાલેમ: ઈઝરાયેલમાં એક ભારતીય કિશોરની ઇઝરાયલમાં હત્યા કરવામાં આવી છે. મીડિયા અહેવાલોમાં જણાવવામાં આવ્યું હતું કે, હત્યા કરાયેલ કિશોર ઉત્તર-પૂર્વીય ભારતીય યહૂદી સમુદાય (north-eastern Indian Jewish community)ના બ્નેઈ મેનાશેના (Bnei Menashe) રહેવાસી છે. જે એક વર્ષ કરતા પણ ઓછા સમય પહેલા ભારતથી ઇઝરાયેલ આવીને વસ્યો હતો. આ કિશોરની ઉત્તરી ઇઝરાયેલી શહેર કિરયત શમોનામાં એક બર્થ ડે પાર્ટીમાં ઝઘડો થયા બાદ છરીના ઘા મારીને હત્યા (Teenager stabbed to death in Israel) કરવામાં આવી હતી. મીડિયા રિપોર્ટ્સમાં જણાવ્યા અનુસાર, 18 વર્ષીય યોએલ લેહિંગહેલ (Yoel Lehingahel) જે આ વર્ષની શરૂઆતમાં પોતાના પરિવાર સાથે ભારતથી ઇઝરાયલ આવ્યો હતો. તેણે નોફ હાગલિલ (Nof Hagalil ) સ્થિત તેના ઘરેથી નોર્થ તરફ મુસાફરી કરી હતી અને ભારતથી આવેલા એક મિત્ર અને સાથી ઇમિગ્રન્ટની સાથે મુલાકાત કરી હતી.
બર્થ ડે પાર્ટીમાં 20થી વધુ કિશોરો સાથે બોલાચાલી
ઇઝરાયેલમાં ભારતીય યહૂદી ઇમિગ્રન્ટ્સના સમુદાય સાથે કામ કરતા મીર પાલ્ટીલે ( Meir Paltiel) ન્યૂઝ પોર્ટલ યેનેટને જણાવ્યું હતું કે, એક બર્થ ડે પાર્ટીમાં 20થી વધુ કિશોરો સાથે બોલાચાલી થઇ ગઇ હતી. જે પાર્ટીમાં લેહિંગાહેલ પણ સામેલ હતો. પાલ્ટીલે ન્યૂઝ પોર્ટલને જણાવ્યું હતું કે, "લેહિંગાહેલ શબ્બત માટે ઘરે આવવાનો હતો. પરંતુ શુક્રવારે સવારે 7 વાગ્યે એક મિત્રએ પરિવારને ફોન કર્યો અને તેમને કહ્યું કે ગઈકાલે રાત્રે ઝઘડો થયો હતો અને તે ઘાયલ થયો હતો અને હોસ્પિટલમાં દાખલ હતો. શબ્બતની હૉસ્પિટલમાં તેનો પરીવાર પહોંચી શકે તે પહેલા જ તેમને જાણ કરી દેવાઇ કે તેનું મૃત્યુ થયું છે."
15 વર્ષીય રહેવાસીની ધરપકડ, અન્ય સાત યુવકોની અટકાયત
આ ઘટનામાં સંડોવણીની શંકાના આધારે પોલીસે નજીકના શહેર ચટઝોર હેગ્લિલિટમાંથી 15 વર્ષીય રહેવાસીની ધરપકડ કરી હતી. ટાઇમ્સ ઓફ ઇઝરાઇલ અખબારના જણાવ્યા અનુસાર, શુક્રવારે પોલીસે જણાવ્યું હતું કે તેઓએ 13થી 15 વર્ષની વયના અન્ય સાત યુવકોની અટકાયત કરી હતી. નોફ હાગાલીલના મેયર, રોનેન પ્લોટે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં તેને "તેના શહેરની ખોટ (his town’s loss)" ગણાવી હતી, જેમાં લેહિંગાહેલને "ખુશનુમા" છોકરો ગણાવ્યો હતો. જેણે ઇઝરાઇલી સૈન્યના લડાયક એકમમાં જોડાવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.
એક સામાજિક કાર્યકર કે જેમણે ઇઝરાઇલમાં તેમની શોષણ પ્રક્રિયા દરમિયાન લેહિંગાહેલ સાથે કામ કર્યું હતું અને ચેનલ 12 નેટવર્ક દ્વારા તેમને શ્લોમો તરીકે ઓળખવામાં આવ્યા હતા, તેમણે જણાવ્યું હતું કે "તેમના બધા મિત્રો તેમને પ્રેમ કરતા હતા. તે ક્યારેય કોઈની સાથે દલીલો કે ઝઘડામાં પડતો ન હતો. તે માત્ર એક મિત્ર સાથે પાર્ટીમાં ગયો હતો અને આ અનિચ્છિત ઘટના બની. તે અમારા બધા માટે દુખના સમાચાર છે."
લેહિંગાહેલ બ્નેઈ મેનાશે યહૂદી સમુદાયનો સભ્ય હતો. જેણે છેલ્લા બે દાયકાથી ઉત્તર-પૂર્વ ભારતના રાજ્યો મણિપુર અને મિઝોરમથી ઇઝરાઇલમાં સ્થળાંતર કર્યુ હતું. બ્નેઈ મેનાશેને 2,700 વર્ષ કરતાં પણ વધુ સમય પહેલા ઇઝરાયેલની ભૂમિમાંથી દેશનિકાલ કરવામાં આવેલી દસ લોસ્ટ આદિવાસીઓમાંની એક મનસેહની બાઈબલની જનજાતિના વંશજો હોવાનું માનવામાં આવે છે. 2005માં તત્કાલીન સેફાર્ડિક ચીફ રબ્બી શલોમો અમરે તેમને ઇઝરાયેલના વંશજ જાહેર કર્યા હતા. જેના કારણે તેમના ઇઝરાયેલમાં સ્થળાંતરનો માર્ગ મોકળો થયો હતો. કહેવાય છે કે, તાજેતરના વર્ષોમાં 3,000 બીનેઈ મેનાશે સમુદાયના લોકો ઈઝરાયલમાં સ્થાયી થયા છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર