ભારતીય મૂળના યુવકે પ્રેમમાં અંધ થઈને પ્રેમિકા સાથે લગ્ન કરવા માટે પિતાના મર્ડરનો પ્લાન ઘડી નાંખ્યો હતો. જેને લઈને બ્રિટનની એક કોર્ટે યુવકને આઠ વર્ષની સજા સંભળાવી છે. યુવકે પોતાના પિતાની હત્યા માટે ઓનલાઈન વિસ્ફોટક ખરીદવાની કોશિશ કરી હતી. આ યુવકના પિતા તેની વિદેશી પ્રેમિકા સાથે તેના લગ્ન કરાવવા માટે તૈયાર નહતા.
બ્રિટનની નેશનલ ક્રાઇમ એજન્સીના અધિકારીઓએ પાછલા વર્ષ મે મહિનામાં મર્ડરનો પ્લાન બનાવનાર ગુરતેજ સિંહ રંધાવાની ધરપકડ કરી હતી. ગુરતેજે પિતાની હત્યા કરવા માટે એક કાર બોમ્બનો ઓર્ડર આપ્યો હતો પરંતુ અધિકારીઓએ ડિલિવરીથી પહેલા એક કૃત્રિમ (ડમી) બોમ્બ સાથે તેને બદલી નાંખવામાં આવ્યો હતો. બર્મિંગહામ ક્રાઉન કોર્ટમાં નવેમ્બર, 2017માં ગુરતેજને અન્યના જીવનને ખતરામાં નાંખવાના અને ગંભીર રીતે ઈજાગ્રસ્ત કરવાની ઈચ્છા સાથે વિસ્ફોટક રાખવાથી દોષિત ઠેરવ્યો હતો.
ગુરતેજે પ્રેમિકા સાથે લગ્ન કરવા માટે પિતાના મર્ડરનો બનાવ્યો પ્લાન
અદાલતે શુક્રવારે સજા સંબંધી નિર્ણય સંભળાવ્યો હતો. જસ્ટિસ ચીમા ગ્રબે સજા સંભળાવતી વખતે ગુરતેજને કહ્યું, "મને કોઈ જ શંકા નથી કે, પ્રેમિકા સાથે રહેવા અને વિશ્વવિદ્યાલયમાં અભ્યાસ કરવાની ઈચ્છાના કારણે તમે આ અપરાધ કર્યો છે." ગુરતેજે ક્રિપ્ટો કરન્સી દ્વારા બોમ્બના પૈસાની ચૂકવણી કરી અને ડિલિવરી માટે ઘરથી થોડે દૂરનું સરનામું આપ્યું હતું.
Published by:Mujahid Tunvar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર