પતિને કર્યો છેલ્લો મેસેજ 'લેન્ડ થતા જ કોલ કરીશ', રિપ્લાય પહેલા જ પ્લેન ક્રેશ

News18 Gujarati
Updated: March 12, 2019, 3:49 PM IST
પતિને કર્યો છેલ્લો મેસેજ 'લેન્ડ થતા જ કોલ કરીશ', રિપ્લાય પહેલા જ પ્લેન ક્રેશ
શીખા ગર્ગની ફાઇલ તસવીર તથા પ્લેન ક્રેશ બાદની તસવીર

  • Share this:
ઇથોપિયા પ્લેન ક્રેશમાં દુનિયાભરમાંથી 157 લોકોનાં મોત થયા છે. આ દુર્ઘટનામાં 6 ગુજરાતી સહિત એક ભારતીય શીખા ગર્ગનું અવસાન થયું હતું. પ્લેન તુટી પડ્યા બાદ તેનો ભંગાર એવી રીતે વેરવિખેર પડ્યો હતો જાણે કોઈ કાટમાળ હોય. તો મૃત્યુ પામેલી શીખા ગર્ગના ત્રણ મહિલના પહેલા જ લગ્ન થયા હતા. શિખાએ પ્લેનમાં બેસતાની સાથે જ પતિને મેસેજ કર્યો કે લેન્ડિંગ બાદ કોલબેક કરશે પરંતુ પતિનો રિપ્લાય આવે તે પહેલા જ પ્લેન ક્રેશ થઇ ગયું.

ભારતીય શીખા ગર્ગ નૈરોબીમાં આયોજીત UNની એક મિટિંગમાં હાજરી આપવા માટે જતી હતી, શીખાના લગ્ન સૌમ્ય ભટ્ટાચાર્ય સાથે ત્રણ મહિના પહેલા જ થયા હતા. સૌમ્ય અને શીખા છેલ્લા ત્રણ વર્ષથી પ્રેમમાં હતા, બાદમાં તેઓએ ત્રણ મહિના પહેલા જ લગ્નગ્રંથીએ જોડાયા હતા. ટાઇમ્સ ઓફ ઇન્ડિયા સાથે વાતચિતમાં સૌમ્યએ જણાવ્યું કે તે પણ પત્ની શીખા સાથે નૈરોબી જવાનો હતો પરંતુ છેલ્લી ઘડીએ પ્લાન ચેન્જ થયો.

અહીં ક્લિક કરી વાંચોઃ ઇથોપિયા પ્લેન ક્રેશ: મૂળ ગુજરાતી પરિવારનાં 6 વ્યક્તિનાં મોત

સૌમ્યે વધુમાં જણાવ્યું કે શીખાએ તેને મેસેજ કર્યો કે તે ફ્લાઇટમાં સવાર થઇ ગઇ છે અને ફ્લાઇટ લેન્ડ થયા બાદ કોલ કરશે. પરંતુ આ મેસેજનો રિપ્લાય કરું તે પહેલા જ ફોન બંધ થઇ ગયો, બાદમાં પ્લેન ક્રેશના મને સમાચાર મળ્યા.

સૌમ્ય અને શીખા નવી દિલ્હીના રહેવાસી છે, તેઓ વેકેશન પર જવાનું પ્લાનિંગ કરી રહ્યાં હતા,શીખાને UN પર્યાવરણ સંબંધિત પ્રોગ્રામમાં ભાગ લેવા માટે નૈરોબી જઇને પરત આવે એટલે તેઓ વેકેશન પર જવાના હતા.

અહીં ક્લિક કરી જુઓઃ એક કિમી સુધી વિખેરાયા વિમાનના ટૂકડા અને મૃતદેહઃ PHOTOSશીખા ગર્ગ ભારતીય પર્યાવરણ મિનિસ્ટ્રીના સલાહકાર હતી, અને તેણીએ વર્ષ 2015માં પેરિસ ક્લાઇમેટ એકોર્ડની ટીમને લીડ કરી હતી. ઉલ્લેખનીય છે કે ઇથોપિયન એરલાયન્સનું 737 MAX 8 પ્લેન ક્રેશ થયું તેમાં 24થી વધુ લોકો યુનાઇટેડ નેશનમાં કામ કરતાં હતા. તો પ્લેનમાં કુલ 35 દેશના મુસાફરો હતા જેઓનાં મોત નિપજ્યા છે.
First published: March 12, 2019
વધુ વાંચો
अगली ख़बर