ભારતીય મૂળના ઋષિ સુનક ઈતિહાસ રચીને યુકેના નવા વડાપ્રધાન બન્યા છે. ઋષિ સુનકે પેની મોર્ડોન્ટને હરાવીને ચૂંટણી જીતી છે. ઋષિ સુનકને 180 થી વધુ સાંસદોનું સમર્થન મળ્યું છે. જ્યારે પેની મોર્ડોન્ટ સમર્થનમાં ઘણા પાછળ હતા, ત્યારબાદ તેણે પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું. તમને જણાવી દઈએ કે, 45 દિવસ સુધી બ્રિટનના વડાપ્રધાન લિઝ ટ્રસના રાજીનામા બાદ ફરી એકવાર ચૂંટણી યોજાઈ હતી, જેમાં ઋષિ સુનકને શરૂઆતથી જ પ્રબળ દાવેદાર માનવામાં આવતા હતા.
સોમવારે પૂર્વ પીએમ બોરિસ જોનસન પોતે પણ વડાપ્રધાન બનવાની રેસમાંથી બહાર થઈ ગયા હતા, ત્યારબાદ નક્કી થયું કે હવે ચૂંટણી ઋષિ સુનકના કોર્ટમાં ગઈ છે. બ્રિટિશ રાજકારણ માટે પણ આ એક મોટો દિવસ છે, કારણ કે છેલ્લા ત્રણ મહિનામાં ઋષિ સુનક ત્રીજા વ્યક્તિ છે જે દેશના વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે.
સૌથી પહેલા બોરિસ જોન્સને પોતાનું રાજીનામું આપ્યું, ત્યારપછી ચૂંટણીમાં ઋષિ સુનકને હરાવી લિઝ ટ્રસ ખુરશી પર બેઠા. જો કે, તેમને પણ લાંબા સમય સુધી સત્તા ન મળી અને 45 દિવસમાં રાજીનામું આપવું પડ્યું. ત્યારપછી ફરી એક વાર ઋષિ સુનક રેસમાં જોડાયા અને આ વખતે તેમને પણ વિજય મળ્યો.ભારત માટે ઋષિ સુનકનો વિજય કોઈ દિવાળી ગિફ્ટથી ઓછો નથી.
Published by:Samrat Bauddh
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર