ન્યૂઝીલેન્ડ આતંકી હુમલામાં રેસ્ટોરન્ટ માલિક એક ભારતીય ઘાયલ

News18 Gujarati
Updated: March 15, 2019, 8:01 PM IST
ન્યૂઝીલેન્ડ આતંકી હુમલામાં રેસ્ટોરન્ટ માલિક એક ભારતીય ઘાયલ

  • Share this:
ન્યૂઝીલેન્ડમાં થયેલા આતંકી હુમલામાં ભારતીય નાગરિકો પણ ઘાયલ થયા છે. શુક્રવારે ન્યૂઝીલેન્ડની બે મસ્જિદમાં થયેલા ફાયરિંગમાં 49 લોકોનાં મોત થયા છે, તો અનેક લોકો ઘાયલ થયા છે. આ ઘાયલોમાં ભારતીય નાગરિક અહમદ ઇકબાર જહાંગીર પણ ઘાયલ થયા છે. અહમદને પણ ગોળી વાગી હતી, તેઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

મૂળ હૈદરાબાદનો રહેવાસી જહાંગીરની ક્રાઇસ્ટચર્ચ શહેરમાં રેસ્ટોરન્ટ છે. તો તેમનો પરિવાર ભારતમાં જ વસવાટ કરે છે. આતંકી હુમલાની જાણકારી મળતાં જ જહાંગીરના પરિવારજનોએ કેન્દ્ર અને તેલંગણા સરકારને અપીલ કરી છે કે તેમને અર્જન્ટ વિઝા આપવામાં આવે. જહાંગીરના ભાઇ મોહમ્મદ ખુર્શીદે કહ્યું કે તેને વિઝા આપવામાં આવે જેથી તેઓ ન્યૂઝીલેન્ડ જઇને ભાઇના ખબર અંતર પૂછી શકે.

અહીં ક્લિક કરી વાંચોઃ ગુજરાત કોંગ્રેસની વેબસાઈટ હેક, હાર્દિકનો જુનો અશ્લિલ વીડિયો મુકાયો વેબ પેજ પર

ન્યૂઝ મિનિટ સાથે વાતચીતમાં ખુર્શીદે જણાવ્યું કે જહાંગીર છેલ્લા 12 વર્ષથી ન્યૂઝીલેન્ડમાં છે, તેણે કહ્યું કે જહાંગીર શુક્રવારની પ્રાર્થના માટે મસ્જિદ થયો હતો, હુમલામાં તેના બે મિત્રોનાં મૃત્યુ થયા છે, તો મારો ભાઇ જહાંગીર ઘાયલ છે. અમે અહીં જહાંગીરની સ્થિતિ જાણવા મથી રહ્યાં છે પરંતુ કોઇ માહિતી મળતી નથી.
First published: March 15, 2019, 8:01 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading