વોશિંગટનઃ શિકાગો એરપોર્ટ (Chicago Airport) પર એક એવો મામલો સામે આવ્યો છે જેનાથી સુરક્ષા પર તો સવાલ ઊભા થઈ રહ્યા છે ઉપરાંત કોરોના સંક્રમણ (Coronavirus) પ્રત્યે લોકોમાં ડરનો નજારો પણ જોવા મળે છે. ગાર્જિયનના રિપોર્ટ મુજબ, ભારતીય મૂળના અમેરિકન વ્યક્તિ 36 વર્ષીય આદિત્ય સિંહ કોરોના સંક્રમણ ફેલાવા દરમિયાન એટલો ગભરાઈ ગયો હતો કે તે 3 મહિનાથી એરપોર્ટમાં જ છુપાઈને રહ્યો હતો. આદિત્યએ એરપોર્ટ મેનેજરને બેજ ચોરી લીધો હતો અને પેસેન્જરો અને અન્ય સ્ટાફ પાસેથી ખાવાનું માંગીને દિવસો પસાર કરી રહ્યો હતો.
રિપોર્ટ મુજબ, આદિત્ય શિકાગો એરપોર્ટના સિક્યોર સેક્શનમાં છુપાયેલો હતો. જ્યારે પોલીસે તેને પકડ્યો તો તેણે જણાવ્યું કે તે કોરોના સંક્રમણની ઝપટમાં આવી જવાના ખતરાને કારણે ડરી ગયો હતો જેથી મુસાફરી કરવાનું ટાળી રહ્યો હતો. મળતી જાણકારી મુજબ, પોતાના ઘર લોસ એન્જલસથી આદિત્ય શિકાગો પહોંચ્યો હતો અને પછી બહાર ન જતાં એરપોર્ટ પર જ રોકાઈ ગયો હતો. આદિત્યની એરપોર્ટથી ગત સપ્તાહે ધરપકડ કરવામાં આવી છે અને હવે તેની પર ચોરી, છેતરપિંડી અને ખરાબ વર્તનના કેસ ચાલી રહ્યા છે. 36 વર્ષીય આદિત્ય સિંહની શનિવારે ત્યારે ધરપકડ કરવામાં આવી જ્યારે એરલાઇન સ્ટાફે તેને પોતાની ઓળખ જણાવવા માટે કહ્યું. આદિત્યએ જવાબમાં એક બેજ તરફ ઈશારો કર્યો, પરંતુ આ બેજ એક ઓપરેશન મેનેજરનો હતો. તે મેનેજરે ઓક્ટોબર મહિનામાં પોતાનો બેજ ખોવાઈ ગયો હોવાની ફરિયાદ નોંધાવી હતી.
આદિત્યએ કોર્ટને જણાવ્યું કે, તેને એરપોર્ટ પર કથિત રીતે એક બેજ પડેલું મળ્યું અને તે કોવિડના કારણે એરપોર્ટથી બહાર જવાથી ડરી રહ્યો હતો તેથી તેણે તેનો ઉપયોગ કર્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ, આદિત્ય સિંહ 19 ઓક્ટોબરે એક પ્લેનમાં લોસ એન્જેલસથી ઓહરો આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પહોંચ્યો હતો. પોલીસે જજને કહ્યું કે આદિત્ય બીજા પેસેન્જરોનો પાસેથી મળેલા ભોજન અને પૈસાથી પોતાનું ગુજરાન ચલાવતો હતો. કુક કાઉન્ટની ન્યાયાધીશ સુજાના આર્ટિજે કહ્યું કે, જો હું આપને ઠીકથી સમજી રહી છું તો તમે કહી રહ્યા છો કે એક અનધિકૃત વ્યક્તિ 19 ઓક્ટોબર 2020થી 16 જાન્યુઆરી 2021ની વચ્ચે ઓહરો એરપોર્ટ ટર્મિનલના એક સુરક્ષિત હિસ્સામાં કથિત રીતે રહેતો હતો, અને કોઈને ખબર પણ ન પડી? હું આપની વાતને વધુ વિગતે સમજવા માંગું છું. આ પણ જુઓ, Viral Video- ફારૂક અબ્દુલ્લાએ કહ્યું- હું મારી પત્નીને ‘કિસ’ કરવાથી ડરું છું
" isDesktop="true" id="1065038" >
આદિત્યનું કોઈ ક્રિમિનલ બેકગ્રાઉન્ડ નથી
આસિસ્ટન્ટ પબ્લિક ડિફેન્ડર કર્ટની સ્મોલવુડ અનુસાર, આદિત્ય સિંહ લોસ એન્જેલસના એક ઉપનગરમાં રહે છે અને તેનું કોઈ ક્રિમિનલ બેકગ્રાઉન્ડ નથી. એ સ્પષ્ટ નથી કે તે શિકાગો કેમ આવ્યો હતો. જોકે તેની પર એક એરપોર્ટના પ્રતિબંધિત ક્ષેત્રમાં ખોટી રીતે ઘૂસવા અને ચોરીના આરોપ લાગ્યા છે. તેને જામીન માટે 1000 ડોલર ભરવા પડશે. ત્યાં સુધી તેની પર એરપોર્ટ પર પ્રવેશ કરવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર