લંડનમાં ગુજરાતી ડૉક્ટર બીમારીનો ડર બતાવી મહિલાઓનાં ગુપ્તાંગ તપાસતો હતો, દોષિત જાહેર

લંડનમાં ગુજરાતી ડૉક્ટર બીમારીનો ડર બતાવી મહિલાઓનાં ગુપ્તાંગ તપાસતો હતો, દોષિત જાહેર
ડૉક્ટર મનિષ શાહ

ફરિયાદીએ જણાવ્યું હતું કે શાહ પોતાના જાતિય આનંદ માટે આવું કરી રહ્યો હતો. આ માટે તે કેન્સરની બીમારીનો ડર બતાવતો હતો.

 • Share this:
  લંડન : પૂર્વ લંડન ખાતે આવેલા રોમફોર્ડના ભારતીય મૂળના ડૉક્ટર મનિષ શાહને 23 મહિલા દર્દીઓના જાતિય શોષણ માટે દોષિત માનવામાં આવ્યો છે. જનરલ પ્રેક્ટિસનર તરીકે કાર્યકર મનિષ શાહ તેની મહિલા દર્દીઓને હોલિવૂડ સેલિબ્રિટીને થયેલા કેન્સર અંગેની સ્ટોરી સંભળાવતો હતો. જે બાદમાં તે પોતાના જાતિય સંતોષ માટે મહિલાઓના બ્રેસ્ટ અને તેના પ્રાઇવેટ પાર્ટને જરૂર ન હોવા છતાં તપાસતો હતો. કોર્ટમાં મનિષ શાહે દલીલ કરી હતી કે, તેના દર્દીઓને આવી સારવારની જરૂર હોવાથી તે આ પ્રક્ટિસ કરી રહ્યો હતો.

  મનિષ શાહને કુલ 23 કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યો છે. જેમાં છ મહિલા દર્દીઓ પણ સામેલ છે જેમનું મનિષ શાહે શારીરિક શોષણ કર્યું હતું કે તેના ગુપ્તાંગ સાથે છેડછાડ કરી હતી.  મનિષ શાહ હોલિવૂડ સેલેબની વાર્તા સંભળાવતો હતો

  કોર્ટ કાર્યવાહી દરમિયામ માલુમ પડ્યું હતું કે આરોપી ડૉક્ટર મનિષ શાહ તેની મહિલા દર્દીઓને એન્જેલિના જોલી જેવી સેલેબની કેન્સરની વાર્તાઓ સંભળાવતો હતો. એક મહિલા દર્દીને તેણે કહ્યું હતું કે એન્જેલિના જોલી અગમચેતીના ભાગરૂપે તેના બ્રેસ્ટની તપાસ કરાવતી હતી. જે બાદમાં મનિષ શાહે મહિલા દર્દીને કહ્યું હતું કે, શું તમે પણ એન્જેલીના જોલીની જેમ તમારા સ્તનની તપાસ કરાવવા માંગો છો?  સુનાવણી દરમિયાન ફરિયાદના વકીલે જજને કહ્યું હતું કે, "ડૉક્ટરે તેના પદનો ગેરલાભ ઉઠાવીને મહિલાઓનાં ગુપ્તાંગ, બ્રેસ્ટની તપાસ કરી હતી. જ્યારે આવી તપાસની બિલકુલ જરૂર જ ન હતી." ફરિયાદીએ જણાવ્યું હતું કે શાહ પોતાના જાતિય આનંદ માટે આવું કરી રહ્યો હતો. આ માટે તે કેન્સરની બીમારીનો ડર બતાવતો હતો.

  છેલ્લા પાંચ વર્ષમાં, મે 2009થી જૂન 2013 દરમિયાન 50 વર્ષીય ડૉક્ટર મનિષ શાહે પૂર્વ લંડન ખાતે આવેલા મેવની મેડિકલ સેન્ટરની છ મહિલા દર્દીનું શારીરિક શોષણ કર્યું હતું, આ દર્દીઓમાં એક 11 વર્ષની સગીર પણ સામેલ છે. જોકે, સુનાવણી દરમિયાન જજે ડૉક્ટર મનિષને પાંચ આવા મામલામાંથી મુક્ત કર્યો હતો. પરંતુ તાજેતરના છ અને જૂના 17 કેસ મળીને તે કુલ 23 કેસમાં તે દોષિત જાહેર થયો છે. આ મામલામાં ડૉક્ટર શાહને સાતમી ફેબ્રુઆરી, 2020ના રોજ સજા સંભળાવવામાં આવશે.

  2013ના વર્ષમાં આવા બનાવો ધ્યાનમાં આવ્યા બાદ મનિષ શાહને ડૉક્ટર તરીકે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો હતો. જે બાદમાં તેની સામે પોલીસ તપાસ ચાલી હતી.
  Published by:News18 Gujarati
  First published:December 11, 2019, 10:46 am

  ટૉપ ન્યૂઝ