ઓસ્ટ્રેલિયામાં ભારતીય મૂળની યુવાન ડેન્ટિસ્ટની હત્યા, સુટકેસમાંથી મૃતદેહ મળ્યો

News18 Gujarati
Updated: March 6, 2019, 8:12 AM IST
ઓસ્ટ્રેલિયામાં ભારતીય મૂળની યુવાન ડેન્ટિસ્ટની હત્યા, સુટકેસમાંથી મૃતદેહ મળ્યો
ડો. પ્રીથિ રેડ્ડી

32 વર્ષીય પ્રીથિ રેડ્ડી સિડનીના ગ્લેનબ્રૂક ડેન્ટલ સર્જરીમાં ડેન્ટિસ્ટ તરીકે કામ કરતી હતી.

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી : સિડનીમાં એક સ્ટ્રીટ ખાતે પાર્ક કરેલી કારમાંથી ભારતીય મૂળની 32 વર્ષીય ડોક્ટરનો મૃતદેહ મળી આવ્યો છે. કારમાં મૂકવામાં આવેલી એક સુટકેસમાંથી આ મૃતદેહ મળી આવ્યો છે. 32 વર્ષીય પ્રીથિ રેડ્ડી સિડનીના ગ્લેનબ્રૂક ડેન્ટલ સર્જરીમાં ડેન્ટિસ્ટ તરીકે કામ કરતી હતી.

પ્રીથિ રવિવારે ગુમ થઈ ગઈ હતી. આ પહેલા તેણીએ તેના માતાપિતાને ફોન કર્યો હતો કે તેણી ઘરે આવી રહી છે. પ્રીથિ ગુમ થયા બાદ ઓસ્ટ્રેલિયન પોલીસે ડો. રેડ્ડીની કાર અને તેણીની તસવીર સોશિયલ મીડિયામાં વહેતી કરી હતી, જેનાથી તેની ભાળ મેળવી શકાય.

મંગળવારે રાત્રે સાડા નવ વાગ્યે પોલીસે કિંગ્સફોર્ડ ખાતે એક કાર પાર્ક કરેલી જોઈ હતી. આ કારની તપાસ કરવામાં આવતા તેમાં રહેલી એક સુટકેસમાંથી પ્રીથિનો મૃતદેહ મળી આવ્યો હતો.

પ્રીથિએ રવિવારે સવારે 11 વાગ્યે તેના પરિવાર સાથે વાતચીત કરી હતી અને પોતાના ઘરે આવવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. જે બાદમાં તેણીનો કોઈ પત્તો ન હતો.

રિપોર્ટ્સ પ્રમાણે 32 વર્ષીય પ્રીથિ રેડ્ડીને છેલ્લે રવિવારે જ્યોર્જ સ્ટ્રીટ ખાતે મેકડોનાલ્ડની અંદર જોવામાં આવી હતી. પ્રીથિ રાત્રે સવા બે વાગ્યે મેકડોનાલ્ડ અંદર ફૂડ લઈને કોઈની રાહ જોઈને બેઠી હતી.

ન્યૂ સાઉથ વેલ્સ(NSW) પોલીસના પ્રવક્તાએ જણાવ્યું હતું કે રેડ્ડીને શોધવા માટે પૂરતા પ્રયાસો કરવામાં આવ્યા હતા.
પોલીસે પ્રીથિને શોધવા માટે તેની તસવીર વહેતી કરી હતી.


રેડ્ડી સાથે કામ કરતા મિત્રોએ જણાવ્યું હતું કે આ ખરેખર 'ભયંકર' ઘટના છે, તેણી જ્યારથી ગુમ થઈ છે ત્યારથી અમે ઉંઘી નથી શક્યા.

ગ્લેનબ્રૂક ડેન્ટલ સર્જરીના ડેન્ટલ આસિસટન્ટ ચેલ્સિયા હોલ્મસે જણાવ્યું હતું કે, "અમને સોમવારે તેણી દવાખાનામાં આવી છે કે નહીં તે અંગેની પૂછપરછનો ફોન આવ્યો હતો. આ ફોનકોલ બાદ અમે કોઈ પણ ઊંઘી શક્યા નથી. મેં અંતે ગુરુવારે તેણી સાથે વાતચીત કરી હતી. એ સમયે તેણી એકદમ સ્વસ્થ લાગી રહી હતી. અમે પ્રાર્થના કરીએ છીએ કે તેણી સલામત મળી જાય."

જોકે, અંતે ડો. રેડ્ડીનો મૃતદેહ મળી આવતા હોસ્પિટલના આખો સ્ટાફ દુઃખી છે. હોસ્પિટલ તરફથી ડો. રેડ્ડીને શ્રદ્ધાંજલિ આપતી એક પોસ્ટ તેના ફેસબુક એકાઉન્ટ પર મૂકવામાં આવી છે.
First published: March 6, 2019, 8:12 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading