Home /News /national-international /

USમાં ભારતીય મૂળના વ્યક્તિએ પત્નીને ગોળી મારી પોતે પણ કરી લીધો આપઘાત

USમાં ભારતીય મૂળના વ્યક્તિએ પત્નીને ગોળી મારી પોતે પણ કરી લીધો આપઘાત

ભારતીય મૂળનું દંપતી

પોલીસે પ્રાથમિક તપાસ બાદ દાવો કર્યો છે કે શ્રીનિવાસે પહેલા તેની પત્નીની હત્યા કરી નાખી હશે, બાદમાં તેણે પણ ગોળી મારીને આપઘાત કરી લીધો હશે.

  હાઉસ્ટન : અમેરિકાના ટેક્સાસમાં ભારતીય મૂળના યુગલનો મૃતદેહ તેના ઘરેથી મળી આવ્યો છે. પોલીસના જણાવ્યા પ્રમાણે પ્રથમ નજરે આ બનાવ હત્યા અને આત્મહત્યાનો લાગી રહ્યો છે. મંગળવારે સવારે છ વાગ્યે આ બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી.

  પોલીસને ઘટનાસ્થળેથી 51 વર્ષીય શ્રીનિવાસ નકીરકાંતી અને તેની 46 વર્ષીય પત્ની શાંતિ નકીરકાંતીનો મૃતદેહ મળી આવ્યો હતો.

  શાંતિને માથામાં ગોળી વાગવાનું નિશાન હતું. જ્યારે શ્રીનિવાસનો મૃતદેહ તેના બેડરૂમમાંથી મળી આવ્યો હતો. શ્રીનિવાસની છાતીમાં ગોળી વાગી હતી, તેમજ મૃતદેહની બાજુમાંથી એક નાની પિસ્ટલ મળી આવી હતી.

  પોલીસે પ્રાથમિક તપાસ બાદ દાવો કર્યો છે કે શ્રીનિવાસે પહેલા તેની પત્નીની હત્યા કરી નાખી હશે, બાદમાં તેણે પણ ગોળી મારીને આપઘાત કરી લીધો હશે.

  રિપોર્ટ્સ પ્રમાણે ગોળીબારની ઘટના બની હતી ત્યારે દંપતીની 16 વર્ષની દીકરી ઘરમાં ઊંઘી રહી હતી. પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્યારે દંપતીની 16 વર્ષની દીકરીએ પોલીસને જણાવ્યું હતું કે તેના પિતા તેના રુમનો દરવાજો ખોલી રહ્યા ન હતા.

  આ પણ વાંચો : પાકિસ્તાનની 200 વેબસાઇટ પર મીણબત્તી જલાવી, ભારતીય હેકરે આપી શ્રદ્ધાંજલિ

  દંપતીની દીકરી સુરક્ષિત છે. હાલ તેને મૃતકના એક મિત્રને ઘરે રાખવામાં આવી છે. મળતી માહિતી પ્રમાણે દંપતીને એક 21 વર્ષનો પુત્ર પણ છે. ઘટના સમયે તે ટેક્સાસ યુનિવર્સિટી ખાતે હતો.

  આ અંગે સુગર લેન્ડ પોલીસ ડિપાર્ટમેન્ટે કહ્યું કે, "આ હત્યા અને આપઘાતનો કેસ હોય તેવું લાગી રહ્યું છે. અમે હાલ આ કેસમાં તપાસ કરી રહ્યા છીએ. તપાસ બાદ જ કંઈક વધારે કહી શકાશે. યુગલની આસપાસ રહેતા લોકોને કોઈ જોખમ નથી. આ કેસમાં અમે કોઈ શકમંદની પણ તપાસ નથી કરી રહ્યા."
  Published by:Vinod Zankhaliya
  First published:

  Tags: Couple, Indian, US, આત્મહત્યા, એનઆરઆઇ

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन