તરસ્યા પાકિસ્તાનની વ્હારે આવ્યા ભારતીય વેપારી, આ મદદ કરી

સોશિયલ મીડિયાના માધ્યમથી દુષ્કાળગ્રસ્ત વિસ્તારની માહિતી મેળવ્યા બાદ જોગિંદર સિંહ સલારિયાએ પાકિસ્તાનના થારપારકર જિલ્લામાં સ્થાનિક કાર્યકર્તાઓની મદદથી કામગીરી કરી

News18 Gujarati
Updated: June 6, 2019, 7:07 PM IST
તરસ્યા પાકિસ્તાનની વ્હારે આવ્યા ભારતીય વેપારી, આ મદદ કરી
ભારતીય મૂળના વેપારી જોગિંન્દર સિંધ સાલરિયાની ફાઇલ તસવીર
News18 Gujarati
Updated: June 6, 2019, 7:07 PM IST
ન્યૂઝ 18 ગુજરાતી : ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો ભલે તણાવભર્યા હોય પરંતુ ગત દિવસોમાં ભારતના એક વેપારીએ પાકિસ્તાનના દક્ષિણ પૂર્વ પ્રાંત સિંધના દુષ્કાળગ્રસ્ત વિસ્તારમાં 62 હેન્ડપમ્પ લગાવ્યા છે. મીડિયા અહેવાલો મુજબ ભારતીય મૂળના અને દુબઈમાં સ્થાયી થયેલા વેપારી જોગિંદર સિંહ સલારિયાએ પાકિસ્તાનના થારપારકર જિલ્લામાં સામાજીકત કાર્યકર્તાઓની મદદથી આ સેવાકાર્ય કર્યુ છે.

જોગિન્દર સિંહે હેન્ડ પમ્પ આપવાની સાથે લોકો માટે ખોરાક સામગ્રી પણ મોકલાવી હતી. વર્ષ 1993થી સાલરિયા દુબઈમાં સ્થાયી થયેલા છે અને ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરી રહ્યાં છે. તેમણે સોશિયલ મીડિયાના મારફતે જાણ્યું હતું કે પાકિસ્તાના આ વિસ્તારમાં પાણીની વિકરાળ સમસ્યા છે.

આ પણ વાંચો : બંગાળમાં મમતા બેનર્જીની ડૂબતી નૈયાને પાર લગાવી શકશે પ્રશાંત કિશોર?

ખલીજ ટાઇમ્સ મુજબ, 'પહલ ચેરિટેબલ ટ્રસ્ટ'ના સ્થાપક જોગિન્દર સિંહ સલારિયાએ કહ્યું, “પુલવામા હુમલા બાદ ભારત પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં ઘણો તણાવ વધ્યો હતો. ત્યારે અમે આ ગામમાં હેન્ડપમ્પ લગાવી રહ્યાં હતા. ” સલારિયાએ જણાવ્યું હતું કે થારપારકરમાં લોકોની દુર્દશા જાણવા માટે તેમણે લાંબો સમય લીધો હતો. તેમણે સોશિયલ મીડિયાની મદદથી ત્યાની માહિતી મેળવી હતી. ખલીજ ટાઇમ્સના અહેવાલ મુજબ સંયુક્ત રાષ્ટ્રના એક રિપોર્ટમાં ટાંકવામાં આવ્યું છે કે સિંધ પ્રાંતમાં થારપારકર સૌથી પછાત વિસ્તાર છે. આ વિસ્તારની 87 ટકા પ્રજા ગરીબ છે.

આ પણ વાંચો :  શેર બજારમાં 2019નો સૌથી મોટો કડાકો, રોકાણકારોનાં 2.19 લાખ કરોડ ડૂબ્યા

ઉલ્લેખનીય છે કે સીઆરપીએફના કાફલા પર થયેલા ફિદાયીન હુમલા બાદ પાકિસ્તાન અને ભારત વચ્ચેના સંબંધો વણસ્યા હતા. ભારતે બાલાકોટમાં એરસ્ટ્રાઇક કર્યા બાદ પાકિસ્તાનના વિમાનોએ પણ ભારતમાં ઘૂષણખોરી કરી હતી.
Loading...

ભારત પાકિસ્તાન એરફોર્સની ડોગ ફાઇટમાં ભારતના જાબાંઝ પાયલટ વિંગ કમાન્ડર અભિનંદને પાકિસ્તાનનું F-16 તોડી પાડ્યું હતું. જોકે, અભિનંદનનું પ્લેન પણ ક્રેશ થતાં તેઓ પાકિસ્તાનમાં પટકાયા હતા અને 24 કલાકના હાઇવોલ્ટેજ ડ્રામા બાદ પાકિસ્તાને તેમને પરત ભારત મોકલ્યા હતા.

 
First published: June 6, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...