ભારતીય મૂળની કમલા હૈરિસે (Kamala Harris) અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ પદ માટે ટિકિટ મેળનીને ઇતિહાસ રચી દીધો છે. અમેરિકામાં થનારી ચૂંટણીમાં ડોમોક્રેટિક બાઇડેનને કેલિફોર્નિયા સેનેટર કમલા હૈરિસને ઉપરાષ્ટ્રપતિ પદ માટે ઉમેદવાર બનાવ્યા છે. ઉપરાષ્ટ્રપતિ પદની ટિકિટ મેળવનાર કમલા હૈરિસ પહેલી એશિયાઇ અમેરિકી છે. હાલમાં જ ભારતીય મૂળના એટર્ની જનરલ કમલા હૈરિસનો એક મજેદાર વીડિયો વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં કમલા મસાલા ડોસા બનાવતી દેખાય છે. કમલા હેરિસ એક શોમાં હોસ્ટ મિંડી કાલિંગની સાથે આ સાઉથ ઇન્ડીયન ડીશને બનાવે છે. આપને જણાવી દઇએ કે આ વીડિયોને 17 લાખથી વધારે લોકોએ જોઇ લીધો છે.
માત્ર કમલા હેરિસ જ નહીં પરંતુ શોને હોસ્ટ કરનારી એક્ટ્રેસ, કોમેડિયન અને લેખિકા મિન્ડી કાલિંગના પિતા પણ મૂળ ચેન્નાઇના છે. એટલે જ બંન્ને મસાલા ઢોસા બનાવતા બનાવતા પોતાના પરિવાર અંગેની વાતો કરે છે.
કમલા હૈરિસ ભારતીય મૂળની અમેરિકી નાગરિક છે. તેમની માતા શ્યામા ગોપાલન હૈરિસ છે. શ્યામાનો જન્મ ચેન્નાઇમાં થયો હતો. તેઓ એક કેન્સર રિસર્સર હતા. તેમનું નિધન 2009મા થયુ હતુ. કમલાના પિતા ડોનાલ્ડ હૈરિસ જમૈકાના રહેવાસી હતા. જે હાલ સ્ટૈનફોર્ડ વિશ્વવિદ્યાલયમાં ભણાવે છે.
" isDesktop="true" id="1009758" >
માનવામાં આવી રહ્યું છે કે, 55 વર્ષીય કમલા હૈરિસ ભારતીય મૂળના હોવાની સાથે સૌથી મજબૂત નેતા પણ છે. ડેમોક્રેટિક કમલાની ભારતીય છબિનો ફાયદો ઉઠાવવા માંગે છે અને ટ્રમ્પને ચેલેનજ કરવા માટે કમલાની છબિ મહિલા અધિકારી તરીકે લડનારી મજબૂત નેતાની છે અને બીજી તરફ, ટ્રમ્પ મહિલાઓના મામલામાં ઘણા બદનામ માનવામાં આવે છે.
આ ઉપરાંત કમલાના પિતા જમૈકાના હતા. એટલે કે આફ્રિકન મૂળના અશ્વેત વોટર્સ પણ કમલા અને તેના પરિવારને પોતાના માને છે. એવામાં કમલા ડેમોક્રેટિક પાર્ટીને ફાયદાનો સોદો લાગી રહી છે.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર