સાવધાન! IOCએ લોકોને સચેત કર્યાં, આવી ભૂલ કરશો તો નુકસાન ભોગવવું પડશે

કંપનીના જણાવ્યા પ્રમાણે સામાન્ય લોકોને માહિતગાર કરવામાં આવે છે કે ઇન્ડિયન ઓઇલની તમામ ભરતી અંગે મુખ્ય વર્તમાનપત્રો, એમ્પ્લોયમેન્ટ ન્યૂઝ/રોજગાર સમાચારમાં જાહેરાતના માધ્યમથી કરવામાં આવે છે.

News18 Gujarati
Updated: July 18, 2019, 12:44 PM IST
સાવધાન! IOCએ લોકોને સચેત કર્યાં, આવી ભૂલ કરશો તો નુકસાન ભોગવવું પડશે
પ્રતિકાત્મક તસવીર
News18 Gujarati
Updated: July 18, 2019, 12:44 PM IST
બોગસ નોકરીના વચનોથી બચાવવા માટે ઓઇલ માર્કેટિંગ કંપની ઇન્ડિયન ઓઇલે (Indian Oil) ચેતવણી જાહેર કરી છે. ઇન્ડિયન ઓઇલે ટ્વિટ કરીને જાણકારી આપતા કહ્યું છે કે અમુક લોકો/એજન્સી, ઇન્ડિયન ઓઇલના નામે બોગસ નોકરીઓની લાલચ આપી રહ્યા છે. લોકોએ આવા ઠગોની જાળમાં ફસાવું જોઈએ નહીં. ઇન્ડિયન ઓઇલનું કહેવું છે કે બોગલ લોકો/એજન્સી નોકરી આપવાની લાલચ આપી રહ્યા છે. આ માટે તેઓ બોગસ ઇમેઇલ અને સોશિયલ મીડિયાનો સહારો લઈ રહ્યા છે.

કંપનીના જણાવ્યા પ્રમાણે સામાન્ય લોકોને માહિતગાર કરવામાં આવે છે કે ઇન્ડિયન ઓઇલની તમામ ભરતી અંગે મુખ્ય વર્તમાનપત્રો, એમ્પ્લોયમેન્ટ ન્યૂઝ/રોજગાર સમાચારમાં જાહેરાતના માધ્યમથી કરવામાં આવે છે. જેમાં શૈક્ષણિક લાયકાત, ઉંમર, વય મર્યાદા, અનુભવ, અનામત જગ્યાએ, ઉંમરની મર્યાદામાં છૂટછાટ સહિતની તમામ માહિતી આપવામાં આવતી હોય છે.

આ ઉપરાંત ભરતી તેમજ તેની સાથે જોડાયેલા સમાચારો જાણવા માટે ઇન્ડિયન ઓઇલની અધિકારિક વેબસાઇટ www.iocl.comની પણ મુલાકાત લઈ શકાય છે. એક્ઝિક્યુટિવ કે પછી નોન-એક્ઝિક્યુટિવ ભરતી માટે ઇન્ડિયન ઓઇલ ક્યારેય કોઈ વ્યક્તિ કે એજન્સીની સેવાની મદદ લેતી નથી.


કંપનીનું એવું પણ કહેવું છે કે ઇન્ડિયન ઓઇલ ભરતીની કોઈ જગ્યા માટે કોઈ અરજી ફી કે પછી પ્રક્રિયા માટે અરજદાર પાસેથી કોઇ રકમ વસૂલ કરતી નથી. એપ્લિકેશન ફી હોય તો તેનો ઉલ્લેખ જાહેરખબરમાં કરવામાં આવતો હોય છે. આથી સામાન્ય લોકોને માહિતગાર કરવામાં આવે છે કે બોગસ લોકો કે એજન્સીના ખોટા ઇમેઇલ કે પછી સોશિયલ મીડિયા દ્વારા ઓફર કરવામાં આવતી નોકરીની જાળમાં ફસાવું નહીં, તેમજ આ માટે કોઈ પૈસા ચૂકવો નહીં.

ઇન્ડિયન ઓઇલનું કહેવું છે કે જો તમે બોગસ લોકોને કોઈ ચુકવણી કરી છે તો તે માટે અમે જવાબદાર નથી. લોકોને સૂચના આપવામાં આવે છે નોકરી કે કારકિર્દી સંબંધીત કોઈ પણ સૂચના માટે કંપનીની અધિકારિક વેબસાઇટ પર જ વિશ્વાસ કરે.
First published: July 18, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...