Home /News /national-international /

ભારતીય નર્સે યુએઇની હોસ્પિટલ પરથી કુદકો મારી કરી આત્મહત્યા

ભારતીય નર્સે યુએઇની હોસ્પિટલ પરથી કુદકો મારી કરી આત્મહત્યા

    યુનાઇટેડ અરબ એમિરેટ્સ (યુએઇ)માં ભારતીય નર્સે એક ખાનગી હોસ્પિટલના ઘાબેથી કુદીને આત્મહત્યા કરી છે. મીડિયા રિપોર્ટસ પ્રમાણે આ મહિલાનું નામ સુજા સિંગ છે અને તે કેરળની રહેવાસી છે.

    હોસ્પિટલના સૂત્રો જણાવી રહ્યાં છે કે સુજા સિંગે રવિવારે બપોરે અલ અીન હોસ્પિટલના (Al Ain hospital) ધાબા પરથી કુદકો માર્યો હતો. આ મહિલા નર્સની ઉંમર ચાલીસની આસાપાસ જણાવવામાં આવી રહી છે. તે ડિવોર્સી છે અને તેના બે બાળકો છે જે અબ્રોડમાં અભ્યાસ કરે છે. હાલ આ આત્મહત્યા પાછળ કોઇ કારણ સામે આવ્યું નથી.

    હોસ્પિટલના ઓફિશીઅલ સ્પોકપર્સનના જણાવ્યાં પ્રમાણે આ મહિલા નર્સ હેડ તરીકે જાન્યુઆરીથી અહીં કામ કરતી હતી. આખી હોસ્પિટલના સ્ટાફને આ ઘટનાથી આઘાત લાગ્યો હતો કારણ કે તેને સ્ટાફ સાથે કોઇ વિવાદ હતો નહીં. તે ઘણું સારી રીતે પોતાનું કામ બજાવતી હતી.





    સ્થાનિક સમાચાર પત્રો પ્રમાણે જ્યારે હોસ્પિટલના અધિકારીઓએ તેમના બાળકોને આ બાબતની જાણ કરી ત્યારે તેમણે માતાનો મૃતદેહ સ્વિકારવાનો અને જોવાની ના પાડી દીધી હતી. પરિવારને મહિલાનો મૃતદેહ પરત ભારત લઇ જવો નથી જેના કારણે હોસ્પિટલ ઓથોરીટિએ જ તેના અંતિમસંસ્તકારનું પ્લાનિંગ કરી રહી છે.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Indian nurse in UAE, UAE, એનઆરઆઇ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन