ભારતીય નૌસેનામાં કૌભાંડઃ ગુજરાત સહિત 4 રાજ્યોમાં 30 ઠેકાણાઓ પર CBIના દરોડા

ફાઇલ તસવીર

પશ્ચિમી નૌસેના કમાન પર આઈટી હાર્ડવેરની આપૂર્તિ માટે નકલી બિલ બનાવીને 6.76 કરોડ રૂપિયાનું કૌભાંડ કરવાનો આરોપ છે

  • Share this:
    નવી દિલ્હીઃ ભારતીય નૌસેના (Indian Navy)માં નકલી બિલના માધ્યમથી કૌભાંડ (Scam) કરવાના મામલામાં CBIએ આજે ચાર રાજ્યોમાં એક સાથે દરોડા (CBI Raid) પાડ્યા છે. મળતા અહેવાલ મુજબ, સીબીઆઈની ટીમ દિલ્હી (Delhi), ગુજરાત (Gujarat), મહારાષ્ટ્ર (Maharashtra) અને કર્ણાટક (Karnataka)માં એક સાથે 30 ઠેકાણાઓ પર દરોડાની કાર્યવાહી કરી રહી છે. ઉલ્લેખનીય છે ક , પશ્ચિમી નૌસેના કમાન પર આઈટી હાર્ડવેરની આપૂર્તિ માટે નકલી બિલ બનાવીને 6.76 કરોડ રૂપિયાનું કૌભાંડ કરવાનો આરોપ છે.

    નૌસેનાના કેપ્ટન અતુલ કુલકર્ણી, કમાન્ડર મંદાર ગોડબોલે અને આરપી શર્મા તથા પેટી ઓફિસર એલઓજી કુલદીપ સિંહ બઘેલ પર આરોપ છે કે આ લોકોએ કથિત રીતે નકલી બિલ તૈયાર કરી 6.76 કરોડ રૂપિયાનું કૌભાંડ કર્યું છે. મળતી માહિતી મુજબ, દરોડા દરમિયાન 10 લાખ રૂપિયા રોકડ અને અનેક અગત્યના દસ્તાવેજ જપ્ત કરવામાં આવ્યા છે.

    આ પણ વાંચો, ચિંતા! કુવૈતે ભારતીય નાગરિકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો, 8 લાખ લોકો પર સંકટ

    નોંધનીય છે કે, કૌભાંડનો આ સમગ્ર મામલો પશ્ચિમી નૌસેનાનો છે. આઈટી હાર્ડવેરની આપૂર્તિ માટે આકસ્મિક ખર્ચ બિલની ચૂકવણીના નામે નકલી બિલના માધ્યમથી આ કૌભાંડ આચરવામાં આવ્યું છે. આ સમગ્ર મામલાની રક્ષા મંત્રાલય તરફથી આંતરિક તપાસ કરવામાં આવી ચૂકી છે. ત્યારબાદ રક્ષા મંત્રાલયે તેની જાણકારી 23 ઓક્ટોબર 2019ના રોજ સીબીઆઈને આપી. રક્ષા મંત્રાલયથી ગ્રીન સિન્ગલ મળ્યા બાદ સીબીઆઈએ આ મામલામાં કેસ નોંધ્યો હતો.

    આ પણ વાંચો, ઓગસ્ટમાં 13 દિવસ બંધ રહેશે બેન્કો, અહીં જાણો રજાઓની યાદી

    CBI સાથે જોડાયેલા અધિકારીએ કહ્યું છે કે અત્યાર સુધીની તપાસમાં એવું લાગે છે કે આ કૌભાંડ 6.76 કરોડથી વધુનો છે. મામલાની તપાસ કરવામાં આવી રહી છે. જે બિલને લઈને કૌભાંડ કરવામાં આવ્યું છે તે ઉપરાંત પણ જૂના બિલોની તપાસ કરવામાં આવી રહી છે.
    Published by:Mrunal Bhojak
    First published: