Home /News /national-international /Indian Navyએ જાહેર કર્યો બ્રહ્મોસ મિસાઇલનો ટેસ્ટ વીડિયો, તાકાત જોઈને થશે ગર્વ

Indian Navyએ જાહેર કર્યો બ્રહ્મોસ મિસાઇલનો ટેસ્ટ વીડિયો, તાકાત જોઈને થશે ગર્વ

BrahMos Supersonic Cruise Missile એટલી શક્તિશાળી છે કે તેનાથી વિમાનવાહક યુદ્ધ જહાજોને પણ ક્ષણભરમાં નષ્ટ કરી શકાય છે

BrahMos Supersonic Cruise Missile એટલી શક્તિશાળી છે કે તેનાથી વિમાનવાહક યુદ્ધ જહાજોને પણ ક્ષણભરમાં નષ્ટ કરી શકાય છે

    નવી દિલ્હીઃ ભારતીય નૌસના (Indian Navy)એ રવિવારે શક્તિશાળી બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ (Brahmos Supersonic Cruise Missile)નું સફળ પરીક્ષણ કર્યું છે. નૌસેનાએ આ ટેસ્ટ અરબ સાગરમાં પોતાના જંગી યુદ્ધ જહાજ આઇએનએસ ચેન્નઈ (INS Chennai) ની મદદથી કર્યો હતો. આ જંગી યુદ્ધ જહાજથી બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ ને લક્ષ્ય પર છોડવામાં આવી હતી. હવે ભારતીય નૌસેનાએ આ પરીક્ષણનો એક વીડિયો જાહેર કર્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે બ્રહ્મોસ મિસાઇલ આઇએનએસ ચેન્નઈથી છૂટીને આકાશમાં પોતાના લક્ષ્યને ભેદવા માટે જઈ રહી છે. આ વીડિયો (Video)ને જોઈ બ્રહ્મોસની શક્તિ જાણી શકાય છે.

    રવિવારે કરવામાં આવેલા પરીક્ષણમાં બ્રહ્મોસ સુપરસોનિક મિસાઇલે પોતાના ટાર્ગેટને પૂરી ચોકસાઈથી તોડી પાડ્યું. તેનાથી ભારતીય નૌસેનાની તાકાત અનેક ગણી વધી ગઈ છે. એક એન્ટી શિપ મિસાઇલને જંગી યુદ્ધ જહાજોમાં સુરક્ષા માટે લગાવવાની વાત સામે આવી રહી છે. આ લાંબા અંતરની ઘાતક મિસાઇલ છે. બીજી તરફ આઇએનએસ ચેન્નઈ સ્વદેશી યુદ્ધ જહાજ છે.

    આ પણ વાંચો, COVID-19 in India: દેશની સવા અબજ વસ્તીને કેવી રીતે અપાશે કોરોના વેક્સીન? PM મોદીએ જણાવ્યો પ્લાન

    30 સપ્ટેમ્બરે ભારતીય નૌસેનાએ સપાટીથી સપાટી પર માર કરનારી સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ બ્રહ્મોસના એક અન્ય સંસ્કરણનું પણ પરીક્ષણ કર્યું છે. બ્રહ્મોસ મિસાઇલ એટલી શક્તિશાળી છે કે તેનાથી વિમાનવાહક યુદ્ધ જહાજોને પણ ક્ષણભરમાં નષ્ટ કરી શકાય છે. આક્રમક હોવાની સાથે જ બ્રહ્મોસ ખૂબ તેજ પણ છે. આ મિસાઇલ ધ્વનિની ગતિથી લગભગ 3 ગણી વધુ ઝડપથી પોતાનું લક્ષ્ય ભેદી શકે છે.

    બ્રહ્મોસ ટૂ સ્ટેજ મિસાઇલ છે. તેનું પહેલું સ્ટેજ કે સ્તર પર સોલિડ પ્રોપેલેન્ટ બૂસ્ટર એન્જિન લાગે છે, જે તેને સુપરસોનિક સ્પીડ આપ છે. ત્યારબાદ તે અલગ થઈ જાય છે.

    આ પણ વાંચો, IPL 2020: આ 5 કારણોથી રાજસ્થાન રોયલ્સના હાથે મળી ચેન્નઈ સુપર કિંગ્સને મળી કારમી હાર

    નોંધનીય છે કે, બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ 400 કિલોમીટરથી વધુ અંતર સુધી ટાર્ગેટને ધ્વસ્ત કરી શકે છે. બ્રહ્મોસ એક રેમેજટ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ છે, જેને સબમરીન, યુદ્ધ જહાજ, ફાઇટર પ્લેનો અને જમીનથી પણ લૉન્ચ કરી શકાય છે. બ્રહ્મોસ મિસાઇલને ભારત અને રશિયાએ સંયુક્ત ઉપક્રમ હેઠળ વિકસિત કરવામાં આવી છે.
    First published: