નવી દિલ્લી: દેશમાં કોરોના વાયરસની બીજી લહેરે ભારે આતંક મચાવ્યો છે. જોકે તેનો પ્રકોપ હાલ ધીમે ધીમે ઘટી રહ્યો છે. આ બિમારીનો ઉપાય શોધવા વૈજ્ઞાનિકો દિવસ-રાત કામે લાગ્યા છે. ત્યારે ભારત દેશમાં યુદ્ધની સ્થિતિ હોય કે મહામારી હોય આપણી સેનાના જવાનો તમામ મોરચે લડીને લોકોને બચાવવા સતત પ્રયાસશીલ રહે છે. કોરોના મહામારીમાં દર્દીઓ માટે ઓક્સિજનની સપ્લાઇ કરવાની હોય કે પછી વિદેશમાં ફસાયેલા લોકોને પરત લાવવાના હોય ભારતીય વાયુસેનાના જવાનો થાક્યા વગર દિવસ રાત કામ કરી રહ્યા છે. આ દરમિયાન વાયુસેનાને એક મોટી સફળતા મળી છે.
વાયુસેનાએ પોતાના એએલકે એમકે-3 હેલીકોપ્ટરમાં મેડિકલ ઇન્સેન્ટિવ કેર યુનિટ સ્થાપિત કર્યો છે. જેના દ્વારા હવે સિરિયસ દર્દીઓને સારવાર માટે ક્યાંય પણ લઇ જઇ શકાશે. ભારતીય વાયુસેનાએ ગોવાના વાયુસ્ટેશન INS હંસ પર એડવાન્સ લાઇટ હેલીકોપ્ટરમાં મેડિકલ આસીયુ બનાવી ખરાબ હવામાન દરમિયાન પણ ગંભીર દર્દીઓને એક સ્થાનેથી બીજા સ્થાને લઇ જવાની પોતાની ક્ષમતામાં વધારો કર્યો છે.
વાયુસેનાના એક પ્રવક્તાએ એક નિવેદનમાં કહ્યું કે, હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડે INS 323ના એડવાન્સ લાઇટ હેલીકોપ્ટર MK-3માં મેડિકલ આઇસીયુ સ્થાપિત કર્યુ છે. તેમણે કહ્યું કે, ભારતીય વાયુસેના MICUની સુવિધા વાળા ALH MK-3 દ્વારા ખરાબ વાતાવરણમાં પણ ગંભીર દર્દીઓના ઇલાજ માટે વાયુમાર્ગે એક સ્થાનથી બીજા સ્થાને લઇ જઇ શકાશે. તે એક એર એમ્બ્યુલન્સની જેમ કામગીરી કરશે. સિસ્ટમને એરક્રાફ્ટના પાવર સપ્લાય દ્વારા ઓપરેટ કરી શકાશે અને તેમાં 4 કલાકનો બેટરી બેકઅપ આપવામાં આવ્યો છે. વધુમાં તેણે જણાવ્યું કે, એરક્રાફ્ટને એર એમ્બ્યુલ્સમાં રૂપાંતરીત કરવા 2-3 કલાકમાં તમામ સાધનો ઇન્સ્ટોલ થઇ જશે. ભારતીય વાયુસેનાને HAL દ્વારા ડિલિવર થનાર 8 MICUમાં આ પહેલું છે.
આ સુવિધાઓથી છે સજ્જ
આ હેલિકોપ્ટરમાં ઇમરજન્સીની સ્થિતિમાં દર્દીઓને બચાવવા માટે 2 ડિફિબ્રિલેટર, મલ્ટીપેરા મોનીટર, વેન્ટિલેટર, ઓક્સીજન સપોર્ટ સિસ્ટમ, ઇન્ફ્યૂઝ અને સિરિંજ પંપ લગાવવામાં આવ્યા છે. તેમાં એક સક્શન સિસ્ટમ પણ લાગેલ છે. જે દર્દીઓના મોઢા અને શ્વસન માર્ગ સાફ કરવામાં મદદરૂપ થશે.
Published by:kuldipsinh barot
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર