ભારતીય નેવીને મળી INS 'કરંજ', ચીન અને પાક.ની વધશે ચિંતા

 • Share this:
  ભારતીય નેવીમાં આજે સ્કોર્પીન શ્રેણીની નવી સબમરીન આઈએનએસ 'કરંજ' સામેલ થઈ ગઈ છે. નેવીના પ્રમુખ સુનીલ લાંબાએ મુંબઈના મઝગામ ડોક પર સ્વદેશી પનડુબ્બીને લોન્ચ કરી છે. આ નવી પનડુબ્બી હિંદ મહાસાગરમાં ચીન અને પાકિસ્તાનની વધતી તાકાત સામે મહત્વની માનવામાં આવી રહી છે.

  આઈએનએસ કલવરી અને ખંદેરી પછી આઈએનએસ 'કરંજ'ને પણ મેક ઈન ઈન્ડિયા અંતર્દત આખેઆખી ભારતમાં બનાવવામાં આવી છે. આ સ્કોર્પીન પનડુબ્બી લેટેસ્ટ સ્ટેલ્થ ટેકનીકની છે. આ સાથે તેમાં એડવાન્સડ એકાઉસ્ટિક સાઈલેંસિગ ટેકનીક પણ લાગેલી છે. જેના કારણે તે એકદમ ધીમા અવાજમાં સૂચનાઓ મોકલી શકે છે. આ ઉત્તમ ટેકનીકોની મદદથી આ પનડુબ્બી લાંબા સમય સુધી દુશ્મનોની નજરોથી છુપાઈને પોતોનું કામ કરી શકે છે.

  'કરંજ'ની ખાસિયતો
  'કરંજ' 'પ્રોજેક્ટ 75' અંતર્ગત મઝગામ ડોક શિપબિલ્ડર્સ લિમિટેડ (MLDL) દ્વારા બનાવેલ 6 સબમરીનોમાંથી ત્રીજી છે. આ ક્લાસની પહેલી સબમરીન આઈએનએસ કલવરીને ગત વર્ષે 14 ડિસેમ્બરના રોજ લોન્ચ કરવામાં આવી હતી.  -ચીનની નેવી હિંદ મહાસાગરમાં સક્રિયતા વધી રહી છે તેવી સ્થિતિમાં કરંજ ઈન્ડિયન નેવીની જરૂરિયાત બની ગઈ છે.
  -કરંજને મેક ઈન ઈન્ડિયાના કોન્સેપ્ટ પર તૈયાર કરવામાં આવી છે. તેને ફ્રાંસની ટેક્નીક પર બનાવવામાં આવી છે.
  -જેની લંબાઈ 67.5 મીટર, ઉંચાઈ 12.3 મીટર અને વજન 1565 ટન છે.
  -કરંજ દુશ્મનોના જહાજને શોધીને નિશાનો સાધવામાં સક્ષમ છે.
  -કરંજ કોઈપણ રડારની પકડમાં નહીં આવશે. આ એની સૌથી મોટી ખાસિયત છે.
  -આ સબમરીન દરેક વોરફેર, એન્ટી સબમરીન અને ઈન્ટેલિજન્સ ઉપરાંત જમીન પર પણ સરળતાથી હુમલો કરી શકે છે.
  -સબમરીનમાં ઓક્સિજન પુરો થઈ જાય તેવી સ્થિતિમાં આમાં ઓક્સિજન બનાવવાની પણ ક્ષમતા છે. આ કારણે આમાં લાંબા સમય સુધી પાણીમાં રહી શકે છે.
  Published by:Kaushal Pancholi
  First published: