નૌસેનાએ શિપ અને નેવી એરબેઝ પર સ્માર્ટફોનના ઉપયોગ પર પ્રતિબંધ લાદ્યો : સૂત્ર

News18 Gujarati
Updated: December 30, 2019, 10:53 AM IST
નૌસેનાએ શિપ અને નેવી એરબેઝ પર સ્માર્ટફોનના ઉપયોગ પર પ્રતિબંધ લાદ્યો : સૂત્ર
ભારતીય નૌસેનાએ મોટો નિર્ણય લીધો છે. (પ્રતીકાત્મક તસવીર)

ભારતીય નૌસેનામાં Facebook પર પ્રતિબંધ, સૈનિકોના સ્માર્ટફોનના ઉપયોગ કરવાનો પણ પ્રતિબંધ

  • Share this:
સંદીપ બોલ, નવી દિલ્હી : ભારતીય નૌસેના (Indian Navy)એ પોતાના તમામ જવાનો અને અધિકારીઓને સોશિયલ મીડિયા (Social Media)ના ઉપયોગ પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ ઉપરાંત નેવીએ શિપ અને નેવી એરબેઝ પર સ્માર્ટફોન (Smart Phone) લઈ જવા ઉપર પણ પ્રતિબંધ લગાવી દીધો છે. સૂત્રો મુજબ, આવું એટલા માટે કરવામાં આવ્યું છે કારણ કે થોડા દિવસો પહેલા નેવીમાં જાસૂસીના આરોપમાં સાત લોકોની ધરપકડ કરવામાં આવી હતી. આરોપ છે કે આ સાત લોકો પાકિસ્તાન માટે જાસૂસી કરી રહ્યા હતા. આ ઘટના સામે આવ્યા બા આ નિર્ણય લેવાયો છે.

જાસૂસીનો ભાંડો ફુટ્યો

નોંધનીય છે કે, થોડા દિવસો પહેલા આંધ્ર પ્રદેશ પોલીસે પાકિસ્તાન સાથે જોડાયેલા એક જાસૂસી કૌભાંડ (Espionage Racket)નો પર્દાફાશ કરવાનો દાવો કર્યો હતો. પોલીસે કહ્યું હતું કે આ જાસૂસી કૌભાંડનો પાકિસ્તાન સાથે સંબંધ હતો. આ મામલામાં ભારતીય નૌસેનાના સાત કર્મચારીઓની ધરપકડ કરવામાં આવી હતી. આ ઉપરાંત અનેક સંદિગ્ધોની પૂછપરછ કરવામાં આવી હતી.

ઑપરેશન ડૉલ્ફિન્સ નૉજ

પોલીસ તરફથી કહેવામાં આવ્યું હતું કે પોલીસની ઇન્ટેલિજન્સ શાખાએ કેન્દ્રીય ઇન્ટેલિજન્સ એજન્સીઓ અને નૌસેનાના ઇન્ટેલિજન્સ વિભાગની સાથે મળી ઑપરેશન ડૉલ્ફિન્સ નૉજ (Operation Dolphin's Nose) હાથ ધર્યું અને આ જાસૂસી કૌભાંડનો પર્દાફાશ કર્યો. નૌસેનાના 7 કર્મચારીઓ અને એક હવાલા ઑપરેટરની દેશના અલગ-અલગ હિસ્સાઓમાંથી ધરપકડ કરવામાં આવી હતી.

આ પણ વાંચો, સરકારી કર્મચારીઓને નવા વર્ષે ગિફ્ટ આપી શકે છે મોદી સરકાર, 10 હજાર રૂપિયા સુધી વધી શકે છે પગાર
First published: December 30, 2019, 10:47 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading