બિહારની રહેવાસી શિવાંગી બનશે નૌસેનાની પહેલી મહિલા પાયલટ

લેફ્ટિનેંટ શિવાંગી

શિવાંગી બિહારના મુઝફ્ફરપુર જિલ્લાની રહેવાસી છે.

 • Share this:
  હિંમત હોય તો તમને તમારું મનગમતું આકાશ મળી જ જાય છે. આ વાત લેફ્ટિનેંટ શિવાંગીએ સાબિત કરી બતાવી છે. 4 ડિસેમ્બરે નૌસેના દિવસથી બે દિવસ પહેલા 2 ડિસેમ્બર એટલે કે આજે લેફ્ટિનેંટ શિવાંગી ભારતીય નૌસેનાની પહેલી મહિલા પાયલટના રૂપમાં નૌસેનાના અભિયાનોમાં જોડાશે. આ સાથે જ નૌસેનામાં તે પહેલી મહિલા પાયલટ બની જશે. લેફ્ટિનેંટ શિવાંગીએ ફ્લાઇટ ચલાવાનું પ્રશિક્ષણ પૂરુ કર્યું છે. આજે તે અધિકૃત રીતે પાયલટના રૂપમાં નૌસેનામાં જોડાશે.

  ત્યારે નૌસેનાની પહેલી મહિલા પાયલટ બનવા પર શિવાંગીનું કહેવું છે કે તે દેશની બીજી મહિલાઓને આ માટે પ્રેરિત કરવા ઇચ્છે છે. કેરિયરના રૂપે મહિલાઓ આ કામમાં પણ પોતાને આગળ વધારી શકે છે. શિવાંગી બિહારના મુઝફ્ફરપુર જિલ્લાની રહેવાસી છે. તેમણે ડીએવી પબ્લિક સ્કૂલ, મુઝફ્ફરપુરની સ્કૂલિંગ કર્યું છે. જે બાદ તેમણે સિક્કિમ મણિપાલ યુનિવર્સિટીથી બીટેકની ભણતર કર્યું હતું. તેમણે ઇન્ડિયન નેવલ એકેડમી, એઝિમાલામાં 27 એનઓસી કોર્સમાં ભાગ લઇ એસએસસીના રૂપમાં ભારતીય નૌસેનામાં સામેલ થઇ હતી. ગત વર્ષ જૂનમાં વાઇસ એડમિરલ એ.કે. ચાવલા દ્વારા તેમને ઔપચારિક રીતે કમીશન આપવામાં આવ્યું હતું.

  નેવીના એવિએશન બ્રાંચમાં એર ટ્રાફિક કંટ્રોલ ઓફિસર અને વિમાનમાં ઓબ્ઝર્વરની રૂપે મહિલા અધિકારીઓ પહેલાથી જ કાર્યરત હતી. જે સંચાર અને હથિયારની જવાબદારી સંભાળતી હતી. સાઉદર્ન નેવલ કમાન્ડોમાં ટ્રેનિંગ લેનારી લેફ્ટિનેંટ શિવાંગીને આજે અધિકૃત રૂપે, ડોર્નિયર હવાઇ જહાજ ઉડાવાની મંજૂરી મળશે. ભારતીય નેવીમાં આ સિવાય ઇન્ડિયન એરફોર્સમાં ભાવના કાંત દેશની પહેલી ઇન્ડિયન એરફોર્સ મહિલા પાઇલટના રૂપમાં ઓળખ મેળવી ચૂકી છે. ભારતીય સેનામાં હાલના સમયગાળામાં મહિલાઓની ભાગીદારી વધી રહી છે. વર્ષ 2021માં 100 મહિલા સૈનિકોની પહેલી બેન્ચને સામેલ કરવામાં આવી શકે છે.
  Published by:Chaitali Shukla
  First published: