Home /News /national-international /Indian Navy Day 2022: ભારતીય નૌસેનાએ પૂરેપૂરી તાકાત સાથે પાકિસ્તાનને હરાવ્યું, ત્યારથી ઘણાં દિવસો સુધી કરાચી પોર્ટ ધગધગતું હતું

Indian Navy Day 2022: ભારતીય નૌસેનાએ પૂરેપૂરી તાકાત સાથે પાકિસ્તાનને હરાવ્યું, ત્યારથી ઘણાં દિવસો સુધી કરાચી પોર્ટ ધગધગતું હતું

ભારતીય નૌસેના દિવસ 2022

Indian Navy Day 2022: ભારતમાં દર વર્ષે 4થી ડિસેમ્બરના દિવસે નેવી ડે એટલે કે નૌસેના દિવસ મનાવવામાં આવે છે. આ દિવસ 1971માં ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન ભારતીય નૌસેનાના ‘ઓપરેશન ડ્રાઇડેન્ટ’ની ઉપલબ્ધિઓને યાદ કરવા માટે મનાવવામાં આવે છે.

વધુ જુઓ ...
  Indian Navy Day 2022: ભારતમાં દર વર્ષે 4થી ડિસેમ્બરના દિવસે નેવી ડે એટલે કે નૌસેના દિવસ મનાવવામાં આવે છે. આ દિવસ 1971માં ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન ભારતીય નૌસેનાના ‘ઓપરેશન ડ્રાઇડેન્ટ’ની ઉપલબ્ધિઓને યાદ કરવા માટે મનાવવામાં આવે છે. જ્યારે ભારતીય નૌસેનાએ પાકિસ્તાનની નૌસેના પર જીત મેળવી હતી. તે સમયે પહેલીવાર જહાજ પર માર કરનારી એન્ટિ શિપ મિસાઇલથી હુમલો કરવામાં આવ્યો હતો. 1971ના યુદ્ધમાં પાકિસ્તાનને બહુ જ કારમી પરાજય મળી હતી.

  ઓપરેશન ટ્રાઇડેન્ટ શું હતું?


  3જી ડિસેમ્બર, 1971ની રાતે ભારતીય નૌસેનાનું જહાજ મુંબઈથી ઉપડ્યું હતું, પરંતુ તેમને ખ્યાલ નહોતો કે પાકિસ્તાનની એક પનડુબ્બી પીએનએસ હંગોર તેમના પર હુમલો કરવાની રાહ જોઈ રહ્યુ છે. પાકિસ્તાની પનડુબ્બી હુમલો કરવાની તક શોધી રહ્યુ હતુ. તેવામાં તેના એરકન્ડિશનિંગમાં કોઈ તકલીફ થઈ અને તેને સમુદ્રસપાટી પર આવવું પડ્યું હતું. તે દરમિયાન ભારતીય નૌસેનાને અંગાજો આવી ગયો હતો કે પાકિસ્તાની સબમરિન દિવના તટ પાસે ફરી રહી છે.

  આ પણ વાંચોઃ પીએમ મોદીએ નૌસેનાને સમર્પિત કર્યુ દેશનું પહેલું સ્વદેશી જહાજ ‘INS વિક્રાંત’

  તે સમયે નેવી ચીફ એડમિરલ એસએમ નંદાના નેતૃત્વમાં ‘ઓપરેશન ટ્રાઇડેન્ટ’નો પ્લાન બનાવવામાં આવ્યો છે. ભારતીય જળસીમામાં ફરી રહેલા પાકિસ્તાની સબમરિનને નષ્ટ કરવાનું કામ સબમરિન ફ્રિગેટ આઇએનએસ ખુખરી અને કૃપાણને સોંપવામાં આવ્યું હતું. આ ટાસ્કની જવાબદારી 25મી સ્ક્વોર્ડન કમાન્ડર બબરૂ ભાન યાદવને સોંપવામાં આવી હતી. ‘ઓપરેશન ટ્રાઇડેન્ટ’ અંતર્ગત 4 ડિસેમ્બર, 1971ના દિવસે ભારતીય નૌસેનાએ કરાચી નૌસૈનિક મથક પર હુમલો કર્યો હતો. એમ્યૂનિશન સપ્લાય જહાજ સહિત કેટલાક જહાજ નેસ્તનાબૂદ કરી દેવામાં આવ્યા હતા. આ દરમિયાન પાકિસ્તાની ઓઇલ ટેન્કર પણ તબાહ થઈ ગયા હતા.

  ભારતીય નૌસેનાએ યુદ્ધ સામગ્રી સહિત મહત્ત્વપૂર્ણ સામાન લઈ જનારા પાકિસ્તાની જહાજોને ડૂબાડી દીધા હતા. આઇએનએસ વિક્રાંતના ડેકથી લડાકૂ વિમાને ચટગાંવ અને ખુલનામાં દુશ્મનના કરાચી પોર્ટ અને હવાઈક્ષેત્રો પર હુમલો કર્યો હતો. પાકિસ્તાન સેનાની જહાજો, રક્ષા સુવિધાઓ અને પ્રતિષ્ઠાઓને નષ્ટ કરી દીધી હતી. આ મિસાઇલ હુમલામાં અને વિક્રાંતના હવાઇ હુમલાને કારણે કરાચી પોર્ટ પર તત્કાલિન પૂર્વી પાકિસ્તાન (હાલનું બાંગ્લાદેશ)માં પાકિસ્તાનની હાર થઈ હતી. કેટલાય દિવસો સુધી કરાચી પોર્ટ પર ઓઇલ ટેન્કરમાં આગ લાગી હતી. જેને 60 કિલોમીટર દૂરથી પણ જોઈ શકાતી હતી. જો કે, આ યુદ્ધ દરમિયાન ભારતીય નૌસેનાના આઈએનએસ ખુખરી પણ પાણીમાં ડૂબી ગયા હતા. આ ઉપરાંત 18 અધિકારીઓ સહિત 174 નાવિકના મોત નીપજ્યા હતા.

  આ પણ વાંચોઃ તાઈવાને 8 ચીની લશ્કરી વિમાનો અને 3 નૌકાદળના જહાજોને ટ્રેક કર્યા

  ભારતીય નૌસેના દિવસ 2022


  નૌસેના દિવસ સમારોહ, નાગરિકો સાથે સમુદ્રી ચેતનાને નવીનીકૃત કરવા અને રાષ્ટ્રીય સુરક્ષા પ્રત્યે નૌસેનાના યોગદાનને ઉજાગર કરવાના ઉદ્દેશ્ય સાથે રાષ્ટ્રપતિ અને અન્ય ગણમાન્ય વ્યક્તિઓની ઉપસ્થિતિમાં નવી દિલ્હીમાં આયોજન કરવામાં આવશે. આ વખતે પહેલીવાર એવું બનશે કે જ્યારે નૌસેના દિવસ રાષ્ટ્રીય રાજધાનીની બહાર ઉજવવામાં આવશે. જેમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ વિશાખાપટ્ટનમ કાર્યક્રમમાં વિશેષ અતિથિ તરીકે હાજર રહેશે.

  નૌસેના આ ‘અમૃતકાળ’માં 4 ડિસેમ્બરે ‘Operational Demonstration’ અંતર્ગત આખી દુનિયાને પોતાની તાકાત બનાવશે. ભારતીય નૌસેનાના જહાજ, સબમરિન પણ કાર્યક્રમમાં પોતાનો જાદુ બતાવશે. આ દરમિયાન ભારતીય નૌસેનાના જહાજ, સબમરિન, વિમાન અને પૂર્વ-પશ્ચિમ-દક્ષિણ નૌસેના કમાનના વિશેષ દળ ભારતીય નૌસેનાની તાકાત અને બહુમુખી પ્રતિભાનું પ્રદર્શન કરશે. જેનું સમાપન સૂર્યાસ્ત સમારોહ અને એન્કરેજમાં જહાજને લાઇટિંગથી શણગારીને કરવામાં આવશે. કેન્દ્ર અને રાજ્ય સરકારના કેટલાક વ્યક્તિઓ પણ આ કાર્યક્રમમાં સામેલ થાય તેવી શક્યતા છે. તેની મેજબાની નૌસેના અધ્યક્ષ એડમિરલ આર હરિ કુમાર કરશે.
  Published by:Vivek Chudasma
  First published:

  Tags: Indian Navy

  विज्ञापन

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन