દુનિયાભરમાં ભારતીય દૂતાવાસ 48 કલાકમાં જ બનાવી આપશે પાસપોર્ટ: વીકે સિંહ

News18 Gujarati
Updated: November 25, 2018, 11:18 PM IST
દુનિયાભરમાં ભારતીય દૂતાવાસ 48 કલાકમાં જ બનાવી આપશે પાસપોર્ટ: વીકે સિંહ
પાસપોર્ટ સેવાની ગત મહિને પહેલી વખત બ્રિટનમાં શરૂઆત કરવામાં આવી હતી.

પાસપોર્ટ સેવાની ગત મહિને પહેલી વખત બ્રિટનમાં શરૂઆત કરવામાં આવી હતી.

  • Share this:
ટુંક સમયમાં દુનિયાભરમાં બનેલા ભારતીય દૂતાવાસ વિદેશોમાં રહેતા નાગરીકોને 48 કલાકથી પણ ઓછા સમયમાં પાસપોર્ટ બનાવી આપશે. વોશિંગ્ટનમાં શનિવારે ભારતીય દૂતાવાસમાં પાસપોર્ટ સેવા શરૂ કર્યા બાદ સભાને સંબોધતા વીકે સિંહે આ વાત કરી છે. તેમણે કહ્યું કે, ભારતીય મિશનોમાં સ્થિત પાસપોર્ટ ઓફિસને ડિઝિટલ રીતે ભારતમાં ડેટા સેન્ટર સાથે જોડવામાં આવ્યા છે, જેને પગલે પાસપોર્ટ જાહેર કરવાની પ્રક્રિયા ઝડપી બનશે

આ અઠવાડીયાની શરૂઆતમાં ન્યૂયોર્કમાં ભારતીય મિશને 48 કલાકથી પણ ઓછા સમયમાં પાસપોર્ટ જાહેર કરી દીધા હતા. સિંહે જણાવ્યું કે, હવે આવું પુરી દુનિયામાં કરવામાં આવશે. વિદેશ રાજ્યમંત્રીએ ભાર પૂર્વક કહ્યું કે, અગામી દિવસોમાં ભારતમાં પણ સૌથી સારી પાસપોર્ટ સેવા આપવામાં આવશે. તેમણે કહ્યું કે, પાસપોર્ટ અરજી અને દસ્તાવેજની તપાસ સાથે જોડાયેલા નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે અને અરજીની મોટાભાગની જાણકારીને ડિઝિટલાઈઝ કરવામાં આવશે.

પાસપોર્ટ સેવાની ગત મહિને પહેલી વખત બ્રિટનમાં શરૂઆત કરવામાં આવી હતી. આ સેવાને અમેરિકામાં 21 નવેમ્બરે અપનાવી શનીવારે શરૂ કરવામાં આવી છે. આ રીતની પાસપોર્ટ સેવા હવે અટલાંટા, હોસ્ટન, શિકાગો અને સેન ફ્રાંસિસ્કોમાં ભારતીય દૂતાવાસમાં પમ લોન્ચ કરવામાં આવશે.બ્રિટન અને અમેરિકા બાદ આ સેવાને પૂરી દુનિયામાં રહેલા ભારતીય મિશનો સુધી ફેલાવવામાં આવશે. આ અવસર પર અમેરિકામાં ભારતના રાજદૂત નવતેજ સરનાએ કહ્યું કે, આનાથી અમારી પાસપોર્ટ સેવાઓમાં અત્યંત માત્રાત્મક અને ગુણાત્મક સુધાર જોવા મળશે.

વીકે સિંહે કહ્યું કે, અગામી થોડા મહીનાઓમાં ભારત સરકાર નવી પ્રકારના પાસપોર્ટ જાહેર કરશે. જેની ડિઝાઈનને મંજૂરી મળી ગઈ છે. આ પાસપોર્ટમાં તમામ પ્રકારની સુરક્ષા વિશેષતાઓ અને સારી પ્રકારના કાગળ અને છાપકામનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
Published by: kiran mehta
First published: November 25, 2018, 11:18 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading