પાકિસ્તાન અને અમેરિકાના કેટલાક નેતાઓએ હિજાબ મામલે વિવાદાસ્પદ નિવેદન આપ્યા છે (ફાઇલ ફોટો)
ભારતીય વિદેશ મંત્રાલયે (External Affairs Ministry) કર્ણાટકમાં હિજાબ (Hijab Row)ને લઈને પાકિસ્તાન (Pakistan) અને અમેરિકા (America) સહિત અન્ય દેશોના નિવેદનો પર કડક ટિપ્પણી કરી છે.
ભારતીય વિદેશ મંત્રાલયે (External Affairs Ministry) કર્ણાટકમાં હિજાબ (Hijab Row)ને લઈને પાકિસ્તાન (Pakistan) અને અમેરિકા (America) સહિત અન્ય દેશોના નિવેદનો પર કડક ટિપ્પણી કરી છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે ભારત આંતરિક મુદ્દા પર આવી પ્રેરિત પ્રતિક્રિયાઓને સ્વીકારતું નથી. કર્ણાટકની ઘણી કોલેજોમાં મુસ્લિમ વિદ્યાર્થીઓ (Muslim Students) હિજાબની માંગ પર અડગ છે. આ વિદ્યાર્થીનીઓની માંગ છે કે તેમને ક્લાસની અંદર હિજાબ પહેરવાની છૂટ આપવામાં આવે. ત્યાં જ રાજ્યના શિક્ષણ અધિનિયમ હેઠળ શાળાના ગણવેશ સંબંધિત નિયમોના કારણે કોલેજ પ્રશાસન આને મંજૂરી આપી રહ્યું નથી.
ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું કે જે લોકો ભારતને સારી રીતે જાણે છે, આશા છે કે તેઓ વાસ્તવિકતાની સારી રીતે સમજણ મેળવશે. તેમણે કહ્યું કે કેટલીક શાળાઓમાં ડ્રેસ કોડ સંબંધિત મુદ્દો ન્યાયિક પ્રક્રિયા હેઠળ કર્ણાટક હાઈકોર્ટમાં પેન્ડિંગ છે.
વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે ભારત આ મુદ્દાને તેના બંધારણીય માળખા અને તેની સાથે સંકળાયેલ પ્રક્રિયાઓ અને લોકતાંત્રિક માધ્યમો દ્વારા ઉકેલશે. તેથી જે દેશો ભારતને ઓળખે છે તેઓ આ વાતથી સારી રીતે અવગત હશે.
ખરેખરમાં હિજાબ વિવાદને લઈને વિદેશ મંત્રાલયની પ્રતિક્રિયા ત્યારે સામે આવી છે જ્યારે કેટલાક દેશોએ આ મામલે પોતાના વિચારો વ્યક્ત કર્યા છે. શુક્રવારે ધાર્મિક સ્વતંત્રતાના મુદ્દાઓ પર દેખરેખ રાખતી યુએસ સરકારી સંસ્થાએ કર્ણાટકમાં હિજાબને લઇ થઇ રહેલા વિવાજની ટીકા કરી હતી.
ત્યાં જ આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતાના રાજદૂત રશાદ હુસૈને કહ્યું કે શાળાઓમાં હિજાબ પર પ્રતિબંધ મૂકવો એ ધાર્મિક સ્વતંત્રતાનું ઉલ્લંઘન છે. ખરેખરમાં રશાદ હુસૈને કર્ણાટકમાં હિજાબના મુદ્દે શાળાઓ બંધ રાખવાની સૂચના આપી હતી. આ મુદ્દે કર્ણાટક હાઈકોર્ટમાં એક અરજી પર સુનાવણી ચાલી રહી છે અને કોર્ટનો નિર્ણય ન આવે ત્યાં સુધી શાળા-કોલેજ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર