Home /News /national-international /

રાહુલ ગાંધીના નિવેદન પર રક્ષા મંત્રાલયનો જવાબ- ભારતે કોઈ વિસ્તાર ચીનને નથી આપ્યો

રાહુલ ગાંધીના નિવેદન પર રક્ષા મંત્રાલયનો જવાબ- ભારતે કોઈ વિસ્તાર ચીનને નથી આપ્યો

ફાઇલ તસવીર

કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી (Rahul Gandhi)એ પૂર્વ લદાખના પેંગોંગ સો (ખીણ) વિસ્તારમાંથી સૈન્ય હટાવવાની પ્રક્રિયા અંગે કરવામાં આવેલી સમજૂતી પર પ્રશ્નો કર્યો હતો. રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો હતો કે સરકારે ભારતમાતાનો એક ટુકડો ચીનને આપી દીધો છે.

વધુ જુઓ ...
  નવી દિલ્હી: રક્ષા મંત્રાલયે (Defence Ministry) શુક્રવારે કહ્યુ છે કે ભારતે પૂર્વ લદાખ (East Ladakh)ના પેંગોંગ સો (ખીણ) વિસ્તારમાં સૈનિકોને પાછા હટાવવાની પ્રક્રિયા પર સમજૂતી કરતા એક પછી વિસ્તાર પરથી પોતાનો દાવો છોડ્યો નથી. જ્યારે દેપસાંગ, હૉટ સ્પ્રિંગ્સ અને ગોગરા સહિત અન્ય પડતર સમસ્યાઓને બંને દેશના સૈન્ય કમાન્ડરો વચ્ચેની આગામી બેઠકમાં ઉઠાવવામાં આવશે. સરકારનું આ નિવેદન કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી (Rahul Gandhi)ની એવી ટિપ્પણી પછી આવ્યું છે, જેમાં તેમણે આરોપ લગાવ્યો હતો કે સરકારે ભારત માતાનો એક ટુકડો ચીનને આપી દીધો છે.

  કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સૈન્યને પાછળ હટાવવાની પ્રક્રિયા અંગે કરવામાં આવેલી સમજૂતી પર સવાલ ઊઠાવ્યા છે. જે બાદમાં ભાજપે રાહુલ ગાંધીના આરોપ પર પલટવાર કર્યો હતો. ભારત-ચીન વચ્ચે સરહદ પર ચાલી રહેલા તણાવ પર વડાપ્રધાન મોદી પર રાહુલ ગાંધીના પ્રહાર બાદ ભાજપાએ શુક્રવારે રાહુલ ગાંધી પર જોરદાર પલટવાર કર્યો હતો. પાર્ટી અધ્યક્ષ જે પી નડ્ડાએ કૉંગ્રેસ નેતાના આરોપને ખોટા ગણાવ્યા હતા. સાથે જ સવાલ પૂછ્યો કે શું આ સૈન્યના પીછેહઠની પ્રક્રિયાનું નેતૃત્વ કરી રહેલા સશસ્ત્ર દળોનું અપમાન નથી?

  આ પણ વાંચો: Driving License: આ રાજ્યોએ ડ્રાઇવિંગ લાઇસન્સના નિયમો કર્યા હળવા, જાણો તમામ વિગત

  નડ્ડાએ રાહુલ ગાંધીની એ પત્રકાર પરિષદને સર્કસ કહી હતી જેમાં તેઓએ વડાપ્રધાન પર આકરા પ્રહારો કર્યા હતા. ભાજપા અધ્યક્ષ નડ્ડાએ એક ટ્વીટમાં પછ્યું કે, તેઓ (રાહુલ ગાંધી) ખોટા દાવા શા માટે કરી રહ્યા છે કે સેનાઓને પાછળ હટાવવી ભારત માટે નુકસાન છે? શું તે 'કૉંગ્રેસ-ચીન એમઓયૂ'નો હિસ્સો છે? રક્ષા મંત્રાલયે પણ પેંગોંગ સો વિસ્તારમાં 'ફિંગર 4' સુધી ભારતીય ભૂમિભાગ હોવાની વાતને ખોટી ગણાવી છે.

  આ પણ વાંચો: સાવધાન! જાણો Koo એપથી કેવી રીતે લીક થઈ રહ્યો છે યૂઝર્સનો ડેટા, ચીન કનેક્શનનું સત્ય આવ્યું સામે

  રાજનાથસિંહ સંસદમાં આપ્યો હતો જવાબ

  કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહ (Rajnath Singh)એ ગુરુવારે રાજ્યસભા (Rajya Sabha)માં ભારત-ચીન વિવાદ (India China Conflict)ને લઈને નિવેદન આપ્યું હતું. રાજનાથ સિંહે એલાન કર્યું કે ભારત-ચીનની વચ્ચે પેન્ગોગ લેકની પાસે વિવાદ પર સમજૂતી થઈ ગઈ છે અને બંને દેશની સેનાઓ પોતાના સૈનિકોને પાછળ હટાવશે. રક્ષા મંત્રીએ સંસદમાં જણાવ્યું હતું કે, ભારત અને ચીન બંનેએ નક્કી કર્યું છે કે એપ્રિલ 2020 પહેલાની સ્થિતિને લાગૂ કરવામાં આવશે. જે નિર્માણ અત્યાર સુધીમાં કરવામાં આવ્યું છે તેને હટાવી દેવામાં આવશે. જે જવાનોએ પોતાના જીવ આ દરમિયાન ગુમાવ્યા છે તેમને દેશ હંમેશા સલામ કરશે. સમગ્ર ગૃહ દેશની સંપ્રભુતાના મુદ્દે એક સાથે ઊભું છે.

  રાજ્યસભામાં નિવેદન આપતા રાજનાથ સિંહે કહ્યું કે, ભારતે સ્પષ્ટ કર્યું છે કે LACમાં કોઈ ફેરફાર ન થાય અને બંને દેશોની સેનાઓ પોતપોતાના સ્થળે પહોંચી જાય. આપણે એક ઇંચ જમીન પણ કોઈને નહીં લેવા દઈએ. રક્ષા મંત્રીએ કહ્યું કે પેન્ગોગ લેકના ઉત્તર અને દક્ષિણ કિનારાને લઈ બંને દેશો વચ્ચે સમજૂતી થઈ ગઈ છે અને સેનાઓ પાછળ હટશે. ચીન પેન્ગોગ ફિંગર 8 બાદ જ પોતાની સેનાઓ તૈનાત કરશે.

  'ફિંગર 4'ના 43,000 વર્ગ કિલોમીટરથી વધારે ક્ષેત્ર પર ચીનનો કબજો

  મંત્રાલયના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, રક્ષા મંત્રીએ નિવેદનમાં સ્પષ્ટ કરી દીધું છે કે હૉટ સ્પ્રિંગ, ગોગરા અને દેપસાંગ સહિત પડતર મુદ્દા પર વાતચીત કરવામાં આવશે. રાહુલ ગાંધીએ નિવેદન આપ્યું હતું કે ભારતીય સૈનિકો ભારતીય ભૂભાગ 'ફિંગર 4'થી 'ફિંગર 3' સુધી શા માટે પાછળ હટી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે સંબંધિત ક્ષેત્રમાં પહાડોની ઊંચાઈને 'ફિંગર' નામ આપવામાં આવે છે. રક્ષા મંત્રાલયે આના પર કહ્યું કે, ભારતીય ભૂભામ 'ફિંગર 4' સુધી છે એવું કહેવું ખોટું છે. ભારતીય નક્શામાં ભારતીય ભૂભાગ બતાવવામાં આવ્યો છે, તેમાં એવું પણ શામેલ છે કે 43,000 વર્ગ કિલોમીટરથી વધારે ક્ષેત્ર પર 1962થી ચીનનો ગેરકાયદે કબજો છે.
  Published by:Vinod Zankhaliya
  First published:

  Tags: Defence ministry, India-china, Rajnath Singh, ચીન, ભારત, રાહુલ ગાંધી

  આગામી સમાચાર