આવ રે વરસાદ......! 27 મેના રોજ જ કેરળમાં દસ્તક આપશે ચોમાસુ, જુઓ શું છે ભવિષ્યવાણી
17 વર્ષથી હવામાન વિભાગની ચોમાસાની આગાહી સાચી પડી છે
Indian Meteorological Department Forecast : IMDએ કહ્યું છે કે, છેલ્લા 17 વર્ષમાં એક વર્ષ સિવાય કેરળ (kerala) માં ચોમાસા (monsoon) ની શરૂઆતની આગાહી સાચી સાબિત થઈ છે. માત્ર 2015માં જ હવામાન વિભાગ (Indian Meteorological Department) ની આગાહી સાચી સાબિત થઈ ન હતી.
નવી દિલ્હી. છેલ્લા બે-ત્રણ દિવસથી સમગ્ર દેશમાં આકરી ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. કાળઝાળ ગરમીના કારણે અનેક બાબતોને અસર થઈ છે. હીટવેવ (Heat Wave) ના કારણે લોકોને બહાર નીકળવું મુશ્કેલ બની રહ્યું છે. આવી સ્થિતિમાં, દરેક વ્યક્તિ માત્ર એક જ વસ્તુની રાહ જોઈ રહ્યો છે, તે છે ચોમાસાની (Monsoon). જો કે, ભારતીય હવામાન વિભાગ (IMD) પહેલેથી જ આગાહી કરી ચુક્યું છે કે, આ વખતે દેશમાં ચોમાસું સમય પહેલા આવી જશે. IMD મુંબઈ વિભાગના વડા જયંત સરકારે જણાવ્યું છે કે, આ વખતે ચોમાસું કેરળમાં 27 મેના રોજ જ દસ્તક આપશે. સામાન્ય રીતે ચોમાસું 1લી જૂને કેરળના દરિયાકાંઠે પહોંચે છે. કેરળમાં ગયા વર્ષે 3 જૂનની આસપાસ ચોમાસાએ દસ્તક આપી હતી, પરંતુ આ વર્ષે તે વહેલું આવવાની શક્યતા છે.
કોંકણ વિસ્તારમાં પાંચ દિવસ સુધી વરસાદ
જયંત સરકારે જણાવ્યું હતું કે, આ વખતે મોસમી ચોમાસાનો વરસાદ સામાન્ય રહેવાની સંભાવના છે. તેમણે કહ્યું કે, આ વખતે 99 ટકા વરસાદ થશે જ્યારે કેરળમાં 27 મેના રોજ ચોમાસું આવશે. આ પછી, કોંકણ અને ગોવા પ્રદેશમાં 5 દિવસ સુધી હળવા વરસાદની સંભાવના છે જ્યારે રાજ્યના અન્ય ભાગોમાં પણ છૂટોછવાયો હળવો વરસાદ પડશે. IMD અનુસાર, દક્ષિણ પશ્ચિમ ચોમાસું સમયના થોડા સમય પહેલા અરબી સમુદ્રમાં આવી જશે. આગામી 48 કલાકમાં દક્ષિણ પશ્ચિમ અરબી સમુદ્ર, માલદીવ, દક્ષિણ બંગાળની ખાડી અને ઉત્તરીય વિસ્તારોમાં કેટલાક વિસ્તારોમાં ચોમાસાની સંભાવના છે. તો, હવામાન વિભાગે કહ્યું છે કે, આગામી પાંચ દિવસ સુધી હીટવેવની કોઈ શક્યતા નથી. એટલે કે કાળઝાળ ગરમીમાંથી લોકોને રાહત મળશે અને તાપમાનમાં ખાસ વધારો નહીં થાય.
આ દરમિયાન, હવામાન વિભાગે તામિલનાડુ, આંધ્રપ્રદેશ, આસામ, હિમાચલ પ્રદેશ અને ઓડિશાના અલગ-અલગ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે. આ બાજુ, ઉત્તરાખંડ, વિદર્ભ અને હરિયાણામાં પણ કરા પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. બિહારના સિવાન અને મુઝફ્ફરપુરમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ કહ્યું છે કે, આ વખતે ભારતમાં 2022માં દક્ષિણપશ્ચિમ ચોમાસું સામાન્ય રહેવાની શક્યતા છે. એટલે કે, સમગ્ર દેશમાં વરસાદનું એકસરખો રહે તેવો અંદાજ છે. જો કે, ઉત્તર, દક્ષિણ અને ઉત્તર પૂર્વ ભારતના કેટલાક ભાગોમાં ઓછા વરસાદની સંભાવના છે. IMDએ કહ્યું છે કે, છેલ્લા 17 વર્ષમાં એક વર્ષ સિવાય કેરળમાં ચોમાસાની શરૂઆતની આગાહી સાચી સાબિત થઈ છે. માત્ર 2015માં જ હવામાન વિભાગની આગાહી સાચી સાબિત થઈ ન હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર