વારાણસી : જેનું મુંડન થયું હતું તે ભારતીય નીકળ્યો, 1 હજાર રૂપિયા માટે બન્યો હતો નેપાળી

News18 Gujarati
Updated: July 18, 2020, 6:48 PM IST
વારાણસી : જેનું મુંડન થયું હતું તે ભારતીય નીકળ્યો, 1 હજાર રૂપિયા માટે બન્યો હતો નેપાળી
વારાણસી : જેનું મુંડન થયું હતું તે ભારતીય નીકળ્યો, 1 હજાર રૂપિયા માટે બન્યો હતો નેપાળી

ઉત્તર પ્રદેશના વારાણસીમાં નેપાળી નાગરિકના બળજબરીથી મુંડન કરાવવાના મામલે શનિવારે નવો મોડ આવ્યો

  • Share this:
વારાણસી : ઉત્તર પ્રદેશના વારાણસીમાં (Varanasi) નેપાળી નાગરિકના બળજબરીથી મુંડન કરાવવાના મામલે શનિવારે નવો મોડ આવ્યો છે. વારાણસીના એસએસપી અમિત પાઠકના મતે વીડિયોમાં જોવા મળેલો કથિત નેપાળી યુવક શુદ્ધ રૂપથી ભારતીય છે. પોલીસ તેની ધરપકડ કરીને પૂછપરછ કરી તો ચોંકાવનારો ખુલાસો થયો છે. કથિત નેપાળી યુવકે જણાવ્યું કે તેનું નામ ધર્મેન્દ્રસિંહ છે. તે સાડીની દુકાનમાં કામ કરે છે. લૉકડાઉનના કારણે આર્થિક તંગીના કારણે સંસ્થાના સભ્યોએ 1000 રૂપિયાની લાલચ આપીને વીડિયો બનાવ્યો હતો. ખુલાસો થયો પછી હવે પોલીસે વિશ્વ હિન્દુ સેનાના સંસ્થાપક અને મુખ્ય આરોપી અરુણ પાઠકની શોધ શરૂ કરી દીધી છે.

મામલો સામે આવ્યા પછી વિશ્વ હિન્દુ સેનાના સંસ્થાપક અરુણ પાઠક સહિત અજાણ્યા કાર્યકર્તાઓ સામે કેસ નોંધ્યો છે. કેસની ગંભીરતા જોતા યૂપી ડીજીપી એચસી અવસ્થીએ વારાણસીના સીનિયર ઓફિસરને તપાસ કરાવવાના આદેશ આપ્યા છે. કેસ દાખલ કરતાની સાથે જ પોલીસે ધરપકડ માટે રેડ શરૂ કરી દીધી છે. અત્યાર સુધી 4 લોકોની ધરપકડ કરવામાં આવી છે. જેમાં સંતોષ પાંડેય, રાજુ યાદવ, અમિત દુબે અને આશિષ મિશ્રા પ્રમુખ છે.

આ પણ વાંચો - આ છે ભારતીય ક્રિકેટરની પત્ની, મોડલને ટક્કર આપે તેવો છે ગ્લેમરસ અંદાજ


મુંડન કરીને લખી દીધું હતું શ્રીરામ

તમને જણાવી દઈએ કે કથિત નેપાળી નાગરિકનું બળજબરીથી મુંડન કરવામાં આવ્યું હતું. આ નેપાળી નાગરિકના માથા પર જય શ્રીરામ લખવામાં આવ્યું હતું અને તેની પાસેથી નેપાળના પ્રધાનમંત્રીના મુર્દાબાદના નારા લગાવ્યા હતા. તેની પાસે બોલાવ્યું હતું કે તે આ દેશમાં જ રહે છે અને અહીંનું જ ખાય છે અને શ્રીરામનો જન્મ ભારતમાં જ થયો છે. તે નેપાળના નથી. વિશ્વ હિન્દુ સેનાએ સોશિયલ મીડિયા પર આ વીડિયો શેર કરીને નેપાળના પીએમ કેપી શર્મા ઓલી (KP Sharma Oli)ને ચેતવણી આપી હતી. સાથે બનારસમાં રહેલા નેપાળી નાગરિકોને પણ ચેતવણી આપી હતી કે જો નેપાળના પીએમ સતત આવા નિવેદન કરશે તો તેનું પરિણામ ભોગવવું પડશે.
Published by: Ashish Goyal
First published: July 18, 2020, 6:48 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading