Home /News /national-international /Indian History: ઇતિહાસના પન્ને સુવર્ણ અક્ષરે અંકિત દક્ષિણ ભારતની ભવ્ય સાંસ્કૃતિક વિરાસત એટલે ચોલ સામ્રાજ્ય

Indian History: ઇતિહાસના પન્ને સુવર્ણ અક્ષરે અંકિત દક્ષિણ ભારતની ભવ્ય સાંસ્કૃતિક વિરાસત એટલે ચોલ સામ્રાજ્ય

ચોલ વંશના આશરે ત્રણસો-ચારસો વર્ષના ઇતિહાસમાં આપણને અદ્ભૂત સ્થાપત્યકલા, ભવ્ય સાંસ્કૃતિક વારસાની ભેટ મળી છે.

Indian History: ભારતીય ઇતિહાસ અને સંસ્કૃતિમાં ઘણા વંશજો, રાજાઓ થયા. જેમાં દક્ષિણ ભારતની સંસ્કૃતિ કંઈક અલગ અને વિશેષ ઇતિહાસ ધરાવે છે. ચોલ વંશના આશરે ત્રણસો-ચારસો વર્ષના ઇતિહાસમાં આપણને અદ્ભૂત સ્થાપત્યકલા, ભવ્ય સાંસ્કૃતિક વારસાની ભેટ મળી છે.

વધુ જુઓ ...
  Indian History: સામાન્ય રીતે અભ્યાશ સમયે આપણે ઇતિહાસ ભણતા હોઈએ છીએ. જેમાં વિદ્યાર્થીઓએ ઘટનાઓ, તેમના વર્ષો અને મુખ્ય વ્યક્તિઓને યાદ રાખવાની હોય છે. સામાન્ય રીતે પરીક્ષા પછી બધું ભૂલી જાય છે. પરંતુ ઇતિહાસ લેખન ઊંડા સંશોધનનું કામ છે. વર્તમાન લેખન વિદ્યાર્થીઓની બૌદ્ધિક જિજ્ઞાસાને ઉત્તેજીત કરવાને બદલે યાદ રાખવાની ક્ષમતાની કસોટી કરે છે. શાળા સ્તરેના પાઠયપુસ્તકો પણ ખુબ મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. પરંતુ આપણે ત્યાં અભ્યાશમાં પ્રાચીન અને મધ્યકાલીન સમયનો માત્ર ઉપરછલ્લો ઇતિહાસ જ ભણાવવામાં આવે છે.

  ભારતીય ઇતિહાસમાં મુખ્યત્વે ગુપ્ત, મૌર્ય, મુગલ, મરાઠા, બ્રિટિશ વગેરે સામ્રાજ્ય મહત્વપૂર્ણ રહ્યા છે. વિંધ્યની દક્ષિણ તરફના ભારતના ઇતિહાસને તેનું યોગ્ય સ્થાન આપવામાં આવ્યું નથી. તેનું એક કારણ તેના વિશેની અજ્ઞાનતા પણ હોય શકે છે.

  એક ફિલ્મની જરૂર હતી


  એવું માનવામાં આવી રહ્યું છે કે દક્ષિણ ભારતની ફિલ્મો બૉલીવુડ કરતા ભારતીય સંસ્કૃતિને સારી રીતે સમજી શકે છે. તેમજ તેનું લેખન અને વર્ણન પણ વિશેષ રીતે કરે છે. એક તમિલ ફિલ્મ ભારતમાં દક્ષિણના ઈતિહાસની જાગૃતિના અભાવને લઈને ચર્ચા જગાવી રહી છે. પોન્નીયિન સેલવન ચોલ સામ્રાજ્યના એક મહાન અને સૌથી શક્તિશાળી સામ્રાજ્યનો મહિમા સ્ક્રીન પર રજૂ કરી રહ્યા છે.

  ચોલ સામ્રાજ્ય


  ચોલોનો ઇતિહાસ 8 મીં - 9મીં સદીથી 13 મીં સદી સુધી દક્ષિણના મુખ્ય ભાગ તમિલ ક્ષેત્ર પર રહ્યો. તેઓની લડાઈ સમયાંતરે પલ્લવો, ચેર, કાકીતીયો, રાષ્ટ્રકૂટ, ચાલુક્યોની સામે ચાલતી રહી. જો કે આ સંઘર્ષોમાં જીત-હારનું ચક્ર ચાલુ રહ્યું, પરંતુ ચોલ સામ્રાજ્યના હાર્દ પ્રદેશ એટલે કે સૂદૂરના દક્ષિણ પ્રદેશ પર વિજય મેળવવામાં કોઈને સફળતા મળી ન હતી. સમયાંતરે ચોલ સામ્રાજ્યએ સમગ્ર દક્ષિણ ભારતને કબજે કર્યું. ઉત્તરમાં આ સામ્રાજ્ય કાકાતિયાઓને પડકારતી તુંગભદ્રા નદી સુધી વિસ્તરેલું હતું અને દૂર દક્ષિણમાં તેઓએ થોડા સમય માટે શ્રીલંકા પર પણ વિજય મેળવ્યો હતો.

  ચોલ સૌથી ઉત્કૃષ્ટ ભારતીય રાજવંશોમાંના એક હતા. તેઓ માત્ર યુદ્ધો લડવાની અને સામ્રાજ્યોના વિસ્તરણની તેમની ક્ષમતા માટે જ નહીં, પરંતુ તેમની સંવેદનશીલતા, શાસન, કલા અને સ્થાપત્ય, મુખ્યત્વે મંદિર સ્થાપત્ય અને સાહિત્યના આશ્રય માટે પણ અન્યો કરતાં ચડિયાતા હતા. તંજાવુરમાં ભવ્ય બૃહદેશ્વર મંદિર અને દારાસુરમમાં ગંગઈકોંડાચોલા પુરમ અને એરાતેશ્વર મંદિર તેમના દ્વારા બાંધવામાં આવેલા ડઝનબંધ મંદિરોના અજોડ ઉદાહરણો છે.

  સ્થાપત્ય કલા

  ચોલોનો કલા વારસો


  શૈવ રાજાઓએ સમગ્ર દક્ષિણ ભારતમાં અનેક શિવ મંદિરો બનાવ્યા હતા. તંજાવુર અને ગંગઈકોન્ડાચોલપુરમના આકર્ષક સુંદર મંદિરોને યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ્સમાં સામેલ કરવામાં આવ્યા છે. તેની ઊંચી ઇમારતો, મૂર્તિ કલા, આકર્ષક સૌંદર્ય અને ગણિતિક ઇજ્નેરીકલા ભલભલાને આશ્ચર્યચકિત કરી દે છે. ભગવાન નટરાજની મૂર્તિ તેનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. આ સામ્રાજ્યએ નૃત્ય, સંગીત અને અન્ય કળાઓને ઉદારતાથી સમર્થન આપ્યું. કદંબ રામાયણ ચોલ કાળમાં જ લખાઈ હતી. જે વાલ્મીકિ રામાયણનું સ્વરૂપ છે.

  આ પણ વાંચો: સતી માતાની ‘આંગળી’ઓ પડી અને ત્યાંથી 184 કિલોમીટર દૂર ‘વાળ’ પડ્યાં, ઘરે બેઠાં કરો 6 શક્તિપીઠના દર્શન

  ચોલોનો વહીવટ


  ચોલ રાજા ઉદાર શાસક હતો. તેમની લેખિત સૂચનાઓનું પાલન કરવા માટે મંત્રીમંડળ અને અમલદારશાહીની વ્યવસ્થા હતી. તેમણે સુનિશ્ચિત કર્યું કે સામંત સરદારો અને જાગીરદારો વહીવટમાં સામેલ ન થાય. તેનું કામ માત્ર કર વસૂલવાનું અને રાજાને હિસ્સો આપવાનું હતું. રાજાએ જમીનદાર કે જાગીરદારોને બદલે તેના અમલદારશાહી દ્વારા ખેડૂત માટે કામ કર્યું. ચોલ રાજાઓને તેમની ન્યાયની ભાવના પર ગર્વ હતો, તેઓ સામાજિક દરજ્જાના આધારે તેમની પ્રજા વચ્ચે ભેદભાવ રાખતા ન હતા. રાજા રાજદ્રોહ જેવા ગુનાઓ પર ચુકાદાઓ સંભળાવતા હતા અને આવા દોષિતોને મૃત્યુદંડ આપવામાં આવતો હતો.

  સમુદ્રના શાસક


  ચોલ પાસે એક કાર્યક્ષમ સૈન્ય અને નૌકાદળ હતું, જેનું નેતૃત્વ રાજા અથવા રાજકુમાર પોતે કરતા હતા. ચોલ સેનામાં હાથી, ઘોડેસવાર અને પાયદળનો સમાવેશ થતો હતો. સેનાને 70 રેજિમેન્ટમાં વહેંચવામાં આવી હતી. ભારતમાં નૌકાદળની શરૂઆત ચોલ સામ્રાજ્યથી માનવામાં આવે છે. તેઓએ દક્ષિણી દ્વીપકલ્પના પૂર્વ અને પશ્ચિમ બંને કિનારા અને બંગાળની ખાડી પર નિયંત્રણ રાખ્યું હતું.
  Published by:Darshit Gangadia
  First published:

  Tags: Art and Culture, History, South Indian Cinema

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन