Home /News /national-international /

ચીનના પ્રોડક્ટ વિશે મોદી સરકાર ચિંતિત! ભારતીય ઉદ્યોગો ઉપર અસરની તપાસ શરૂ

ચીનના પ્રોડક્ટ વિશે મોદી સરકાર ચિંતિત! ભારતીય ઉદ્યોગો ઉપર અસરની તપાસ શરૂ

સત્તા સંભાળ્યા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચોથી વખત ચીનના પ્રવાસે ગયા છે. પરંતુ શું તેઓ ત્યાં ચીનને લઇને ભારતની ચિંતા ઉપર કોઇ વાત કરશે ? ભારત સરકાર ચીનના સામાનથી ચિંતામાં છે.

સત્તા સંભાળ્યા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચોથી વખત ચીનના પ્રવાસે ગયા છે. પરંતુ શું તેઓ ત્યાં ચીનને લઇને ભારતની ચિંતા ઉપર કોઇ વાત કરશે ? ભારત સરકાર ચીનના સામાનથી ચિંતામાં છે.

    ઓમ પ્રકાશ

    સત્તા સંભાળ્યા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચોથી વખત ચીનના પ્રવાસે ગયા છે. પરંતુ શું તેઓ ત્યાં ચીનને લઇને ભારતની ચિંતા ઉપર કોઇ વાત કરશે ? ભારત સરકાર ચીનના સામાનથી ચિંતામાં છે. ભારતીય બજારોમાં ચીનનો સામાન ભરાયેલો છે. આવી સ્થિતિમાં ભારતના ઉદ્યોગોનું શું થશે? ચિંતા એટલી છે કે સરકાર ચાઇનિઝ વસ્તુઓથી ભારતીય ઉદ્યોગોને શું અસર થાય છે એ અંગે તપાસ કરાવી રહી છે.

    વાણિજ્ય સંબંધી સંસદીય સ્થાયી સમિતિના રાજ્યસભાના સભ્ય નરેશ ગુજરાલના નેતૃત્વમાં આ અંગે તપાસ કરાવવાનો નિર્ણય લીધો છે. તપાસ બાદ જણાવશે કે ચિનના સામાનથી ભારતીય ઉદ્યોગના રોજગાર સર્જન અને કમાણી ઉપર કેવી અસર પડશે. નરેશ ગુજરાલ ચાર્ટર્ડ એકાઉન્ટ અને ઉદ્યોગપતિ છે. તેઓ પૂર્વ વડાપ્રધાન ઇન્દ્રકુમાર ગુજરાલના પુત્ર છે. કમિટિએ આ વિષય ઉપર લોકો પાસે સલાહ માંગી હતી.

    સરકાર જ નહીં પરંતુ ઇન્ડો ચાઇના ઇકોનોમિક એ્ડ કલ્ચરલ કાઉન્સિલ પણ એક રિસર્ચ કરીને એ જાણવા ઇચ્છે છે કે ચીની વસ્તુઓના કારણે ભારતમાં કયા કયા ઉદ્યોગોને માર પડી રહ્યો છે. બીજી તરફ એક સચ્ચાઇ છે કે ભારત અને ચીન મોટા બિઝનેસ પાર્ટનર છે.

    આ ચિંતા માત્ર આંકડાઓની નથી પરંતુ આનાથી ભારતીય ઉદ્યોગો ઉપર અસર પણ પડશે. આનું નકારાત્મક અસર નોકરીઓ ઉપર પડે છે. કારણ કે આપણે આપણી જરૂરિયાતની વસ્તુઓ બનાવવાની જગ્યાએ ચીન પોતાના ત્યાં સામાન બનાવીને અહીં વેચે છે. એ રોકાણમાં વિશ્વાસ નથી કરતા. એનાથી આપણને નુકસાન છે. ચીને અહીં નામ માત્રનું જ રોકાણ કર્યું છે. તે પોતાના ત્યાં જ સામાન બનાવીને ભારતમાં વેચે છે. જેનાથી તેમના લોકોને જ રોજગાર મળે છે.

    ઇન્ડો ચાઇના ઇકોનોમિક એન્ડ કલ્ચરલ કાઉન્સિલના મેંબર સેક્રેટરી ઇરફાનના જણાવ્યા પ્રમાણે અમે જાણ્યું છે કે ચીને ટેક્સટાઇલ, રમકડા, વાઇપર, મગ, લાઇટિંગ, ઇલેક્ટ્રોનિક્સ જેવા અમારા ઉદ્યોગોને ખુબ જ નુકસાન પહોંચાડ્યું છે. જેનું મોટું કારણ પણ છે કે ભારતમાં ખુબ જ વધારે ટેક્સ અને હિડન ચાર્જના કારણે આ ઉદ્યોગોમાં તૈયાર ભારતીય માલ ચીન કરતા મોંગો છે.

    તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સરકારે મોબાઇલ કંપોનેટ ઉપર પણ એમ્પોર્ટ ડ્યૂટી 12થી વધારીને 30 ટકા કરી છે. મતલબ એ છે કે ચીનથી આયાત કરવાની કોશિશ થઇ રહી છે. જેથી ચીની કંપનીઓ ભારતમં રોકાણ વધારે. વર્ષ 2000થી 2016 સુધી 16 વર્ષમાં ચીને માત્ર 10 હજાર કરોડનું જ રોકાણ કર્યું છે. આ આંકડાના આધારે ભારતમાં રોકાણ મામલે ચીનનું 17મું સ્થાન છે. જોકે હવે ચીનનું રોકાણ થોડું વધી રહ્યું છે.
    Published by:Ankit Patel
    First published:

    Tags: Indian Government, Worried about chinese product, નરેન્દ્ર મોદી, પીએમ મોદી

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन