Instant Loan Apps: નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં થયેલી બેઠકમાં નિર્ણય કરવામાં આવ્યો છે કે, કાયદેસર ઇન્સટન્ટ લોનની એપ્લિકેશનનું એક વ્હાઇટ લિસ્ટ બનાવવામાં આવશે. માત્ર આ જ એપ્લિકેશનને પ્લે સ્ટોર પર બતાવવામાં આવશે. આ સાથે જ આરબીઆઈ પેમેન્ટ એગ્રીગ્રેટર્સનું એક ચોક્કસ સમયમર્યાદામાં રજિસ્ટ્રેશન કરશે.
નવી દિલ્હીઃ વધુ વ્યાજે તાત્કાલિક લોન આપનારી ઇન્સ્ટન્ટ લોન એપ્સ મામલે હવે સરકાર સતર્ક થઈ ગઈ છે. છેલ્લા કેટલાક દિવસોથી આ એપ્સ સંબંધિત ઓફિસો અને ફિનટેક કંપનીઓ પર દરોડા પાડવામાં આવ્યા હતા અને હવે સરકાર આ મામલે મોટું પગલું ભરવા જઈ રહી છે. મનીકંટ્રોલના અહેવાલ અનુસાર, નાણામંત્રી નિર્મલા સીતારમણે આ મામલે ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી છે. તેમાં નક્કી કરવામાં આવ્યું છે કે, આરબીઆઈ દ્વારા માન્ય એપ્સનું એક વ્હાઇટ લિસ્ટ બનાવવામાં આવશે અને તેને ઝડપથી એપ સ્ટોરને મોકલવામાં આવશે. આ સિવાય રેગ્યુલેટરી ચેનલની બહાર કામ કરી રહેલી ગેરકાયદેસર એપ્સને એપ સ્ટોરમાંથી હટાવી દેવામાં આવશે. જેથી લોકો તેને ડાઉનલોડ ન કરી શકે. આરબીઆઈ જેના દ્વારા મની લોન્ડરિંગ કરવામાં આવે છે તેવી એપ્સ પર નજર રાખીને તેનું મોનિટરિંગ કરશે.
પેમેન્ટ એગ્રીગ્રેટર્સનું રજિસ્ટ્રેશન થશે
આરબીઆઈ એક ચોક્કસ સમયમર્યાદામાં પેમેન્ટ એગ્રીગ્રેટર્સનું રજિસ્ટ્રેશન કરશે. આ સમયમર્યાદામાં જેનું એગ્રીગ્રેટર્સ ન થવામાં આવ્યું તો તેને ઓપરેટ કરવા દેવામાં આવશે નહીં. આ સિવાય કંપની કેસનું મંત્રાલય બોગસ કંપનીઓને શોધી તેની માન્યતા રદ્દ કરશે. નાણામંત્રીની અધ્યક્ષતામાં થયેલી બેઠકમાં અન્ય કેટલાક ઉપાયો વિશે ચર્ચા કરવામાં આવી હતી. જેનાથી લોન એપ્સ દ્વારા થતા ફ્રોડને રોકી શકાય.
તાજેતરમાં મળેલી જાણકારી અનુસાર, ઇન્સટન્ટ લોન એપ લોકો પાસેથી ખૂબ જ ઊંચા વ્યાજદર લેતા હતા. તેટલું જ નહીં, જ્યારે લોન લેનારો વ્યક્તિ ફોનમાં એપ ડાઉનલોડ કરે છે ત્યારે તેના ફોનમાં રહેલી તમામ માહિતી કંપની પાસે પહોંચી જાય છે. તેનું સમગ્ર સંચાલન ચીનની કંપની દ્વારા કરવામાં આવતું હતું. ત્યારબાદ જે-તે વ્યક્તિની અંગત માહિતી મેળવી કંપનીવાળા વ્યક્તિને માનસિક ત્રાસ આપતા હતા. તેને બ્લેકમેઇલ કરતા હતા. કેટલાક કેસમાં એવું જાણવા મળ્યું હતું કે, વ્યક્તિ લોન ન ચૂકવી શકે તો કંપનીવાળા તેના પર સતત દબાણ કરતા હતા અને તેમની અંગત માહિતીને જાહેર કરવાની ધમકી આપતા હતા. આ કારણે ઘણા લોકોએ આત્મહત્યા કરી લીધી હતી. આ મામલે બેંગ્લોર પોલીસે અંદાજે ડઝન જેટલા કેસ દાખલ કર્યા હતા. ત્યારબાદ ઇડીએ આ મામલે કાર્યવાહી કરી અને ગયા મહિને ઘણી કંપનીઓની ઓફિસમાં દરોડા પાડ્યાં હતા.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર