કેન્દ્ર સરકારે Twitter અને Googleને કડક શબ્દોમાં કહ્યું- પગલાં નહીં લેવાય તો...
કેન્દ્ર સરકારે Twitter અને Googleને કડક શબ્દોમાં કહ્યું- પગલાં નહીં લેવાય તો...
ફેક ન્યૂઝ (Fake News)ના મામલે ટ્વિટર અને ગૂગલ (Twitter & Google) સામેને કેન્દ્ર સરકારની જોરદાર ચર્ચા સામે આવી છે.
ફેક ન્યૂઝ (Fake News)ના મામલે ટ્વિટર અને ગૂગલ (Twitter & Google) સામેને કેન્દ્ર સરકારની જોરદાર ચર્ચા સામે આવી છે. અધિકારીઓએ બંને ટેક કંપની (Tech company)ઓને તેમના પ્લેટફોર્મ પર ફેક ન્યૂઝ અંગે ઉઠાવવામાં આવેલા પગલાં માટે ઠપકો આપ્યો છે.
ફેક ન્યૂઝ (Fake News)ના મામલે ટ્વિટર અને ગૂગલ (Twitter & Google) સામેને કેન્દ્ર સરકારની જોરદાર ચર્ચા સામે આવી છે. અધિકારીઓએ બંને ટેક કંપનીઓને તેમના પ્લેટફોર્મ પર ફેક ન્યૂઝ અંગે ઉઠાવવામાં આવેલા પગલાં માટે ઠપકો આપ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, માહિતી અને પ્રસારણ મંત્રાલયના અધિકારીઓએ બંને કંપનીઓની આકરી ટીકા કરતા કહ્યું કે, ફેક ન્યૂઝ પર કાર્યવાહી કરવામાં નિષ્ક્રિયતા સરકારને સામગ્રીને દૂર કરવાનો આદેશ આપવા માટે મજબૂર કરી રહી હતી. જેના કારણે સરકારને આંતરરાષ્ટ્રીય ટીકાનો સામનો કરવો પડ્યો કે અધિકારી વાણી સ્વાતંત્ર્ય (Freedom of Speech)ને દબાવી રહ્યા હતા.
સૂત્રોએ જણાવ્યું હતું કે સોમવારે વર્ચ્યુઅલ રીતે યોજાયેલી આ મીટિંગ થોડા અંશે તણાવપૂર્ણ હતી, જે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વહીવટ અને અમેરિકન ટેક કંપનીઓ વચ્ચેના સંબંધોના અભાવને દર્શાવે છે. જોકે અધિકારીઓએ મીટિંગમાં કંપનીઓને કોઈ અલ્ટીમેટમ આપ્યું ન હતું તેમ સૂત્રોએ જણાવ્યું હતું. સરકાર ટેક્નોલોજી સેક્ટરના નિયમોને કડક બનાવી રહી છે પરંતુ ઈચ્છે છે કે કંપનીઓ કન્ટેન્ટ મોડરેશન પર વધુ કામ કરે.
સરકારે 55 એકાઉન્ટ બ્લોક કર્યા હતા
ડિસેમ્બર અને જાન્યુઆરીમાં માહિતી અને પ્રસારણ મંત્રાલયે ગૂગલના યુટ્યુબ પ્લેટફોર્મ અને કેટલાક ટ્વીટર અને ફેસબુક એકાઉન્ટ્સ પર 55 ચેનલોને બ્લોક કરવા માટે "ઇમરજન્સી પાવર્સ" નો ઉપયોગ કર્યા બાદ આ બેઠક મળી હતી.
સરકારે કહ્યું હતું કે ચેનલો "ફેક ન્યૂઝ" અથવા "ભારત વિરોધી" સામગ્રીનો પ્રચાર કરી રહી છે અને પાકિસ્તાન સ્થિત એકાઉન્ટ્સ દ્વારા પ્રચાર કરવામાં આવી રહ્યો છે. માહિતી અને પ્રસારણ મંત્રાલયે આ બેઠક અંગે કોઈ માહિતી આપી નથી. આ મીટિંગમાં ડોમેસ્ટિક કન્ટેન્ટ શેરિંગ પ્લેટફોર્મ શેરચેટ અને કુ પણ સામેલ હતા જેનો દેશના લાખો લોકો ઉપયોગ કરે છે.
ફેસબુક, જે હવે મેટાના નામથી ઓળખાય છે. ટ્વીટર અને શેરચેટેપણ આ વિશે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો.
મીટિંગ પર ટિપ્પણી કર્યા વિના, આલ્ફાબેટ ઇન્ક.ના ગૂગલે એક નિવેદનમાં જણાવ્યું હતું કે તે સરકારી વિનંતીઓની સમીક્ષા કરે છે અને "સ્થાનિક કાયદાઓને ધ્યાનમાં રાખીને, જ્યાં યોગ્ય હોય ત્યાં સામગ્રીને પ્રતિબંધિત અથવા દૂર કરે છે." કૂએ કહ્યું કે તે સ્થાનિક કાયદાઓનું પાલન કરે છે અને મજબૂત સામગ્રી મોડરેશન પ્રથાઓ ધરાવે છે.
Published by:rakesh parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર