Covid-19 : અનલૉક 2.0ની તૈયારી શરૂ, ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ અને મેટ્રો શરૂ કરવા પર ફોકસ

આ મામલે સરકારને કેટલાક સલાહ સૂચન આપ્યા છે. ફિક્કીનું માનવું છે કે કોરોનાથી લડાઇમાં સાથે હવે કામ અને કમાણીનું ધ્યાન રાખવું પણ ખૂબ જ જરૂરી છે. મૉલ, મલ્ટીપ્લેક્સ, ફિટનેસ, જીમ સેન્ટરને સોશિયલ ડિસ્ટેંસિગ અને જરૂરી વસ્તુઓનું ધ્યાન રાખીને ખોલવી જોઇએ. જો કે તે વાતને પણ નજર અંદાજ ન કરી શકાય કે દેશમાં કોરોના સંક્રમણના રોજના 50,000 કેસ આવી રહ્યા છે. ત્યારે કમાણી અને લોકોની જરૂરિયાત વચ્ચે કેવી રીતે માર્ગ નીકાળવો તે મામલે ફિક્કી જોડે સરકારે વાતચીત કરી સલાહ સૂચન લીધા હતા.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે સરકારે અનલૉક 2.0ની તૈયારી શરૂ કરી દીધી, આ માટે માટે માર્ગદર્શિકા જાહેર થઈ શકે છે.

 • Share this:
  Coronavirus News Updates : ભારતમાં કોરોના સંક્રમિત (Coronavirus Cases in India) લોકોની સંખ્યા પાંચ લાખની આસપાસ છે. સ્વાસ્થ્ય મંત્રાલય (Indian Health Ministry) તરફથી શુક્રવાર સવારે જાહેર થયેલા આંકડાઓમાં પોઝિટિવ કેસોમાં રેકોર્ડ વધારો નોંધાયો છે. આ દરમિયાન સરકારે અનલોક 2.0ની તૈયારી શરૂ કરી દીધી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે અનલૉક 2.0 અંગે માર્ગદર્શિકા જાહેર થઈ શકે છે. સૂત્રોનું એવું પણ કહેવું છે કે આ વખતે ઇન્ટરનેશનલ ફ્લાઇટ, (International Flights) સ્કૂલો (Schools) અને કૉલેજો (Colleges)ને ચાલુ કરવાની છૂટ મળી શકે છે.

  કોરોના મહામારીને કારણે દેશમાં 25 માર્ચથી 31 મે સુધી લૉકડાઉન લાગૂ કરવામાં આવ્યું હતું. જે બાદમાં લૉકડાઉનને તબક્કાવાર ખોલવા માટે પહેલી જૂનથી અનલૉક 1.0 શરૂ કરવામાં આવ્યું હતું જે 30મી જૂન સુધી લાગૂ રહશે. હવે સરકારે અનલૉક 2.0ની તૈયારી શરૂ કરી લીધી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે 30મી જૂનના રોજ અનલૉક 2.0 અંગે માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી શકે છે. અધિકારીઓએ સીએનએન-ન્યૂઝ 18ને જણાવ્યું કે આ વખતે ઇન્ટરનેશનલ ફ્લાઇ્ટસ, સ્કૂલ અને મેટ્રોને ચાલુ કરવા પર સરકારનું ફોકસ રહેશે.

  અનલૉક 2.0ની પ્રક્રિયા સાથે જોડાયેલા અધિકારીએ એ વાતને પુષ્ટિ કરી હતી કે ઝડપથી અનલૉક 2.0 અંગે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી શકે છે. સાથે જ આંતરરાષ્ટ્રીય રસ્તાઓને ખાનગી વાહકો માટે ખોલવામાં આવી શકે છે. જ્યારે મેટ્રો સેવાઓને ફરીથી શરૂ કરવામાં સમય લાગી શકે છે.

  દેશમાં કોરોનાની સ્થિતિ

  દેશમાં છેલ્લા 24 કલાકમાં 17,296 નવા પોઝિટિવ કેસ (Covid-19 Positive) નોંધાયા છે. બીજી તરફ છેલ્લા 24 કલાકમાં કોરોનાના કારણે 407 દર્દીઓનાં મોત થયા છે. ભારતમાં અત્યાર સુધીમાં કોરોનાના 4 લાખ 90 હજાર 401 કન્ફર્મ કેસ નોંધાઈ છે. શુક્રવારે મહારાષ્ટ્રમાં પણ રેકોર્ડ 4,841 કેસ સામે આવ્યા છે. અહીં 1.47 લાખથી વધારે દર્દી છે. જ્યારે દિલ્હીમાં 3,390 પોઝિટિવ કેસ વધ્યા છે, તો 3,328 દર્દી સાજા થયા છે. દિલ્હીમાં અત્યાર સુધી કુલ 73,780 પોઝિટિવ કેસ સામે આવી ચુક્યા છે. એશિયામાં સૌથી વધારે કેસ મામલે ભારત પ્રથમ, ઈરાન બીજા અને પાકિસ્તાન ત્રીજા નંબર પર છે.

  આ પણ વાંચો : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ગુજરાતના આ બે નેતાઓનું ભવિષ્ય નક્કી કરશે  દેશમાં 1,89,463 સક્રિય કેસ

  શુક્રવાર સવારે સ્વાસ્થ્ય મંત્રાલયના દ્વારા જાહેર થયેલા આંકડા મુજબ, દેશમાં કોરોનાના હવે 1 લાખ 89 હજાર 463 એક્ટિવ કેસ છે. કોરોનાથી અત્યાર સુધી દેશભરમાં 15,301 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. બીજી તરફ, 2 લાખ 85 હજાર 637 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. વિશેષમાં, ઈન્ડિયલ કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના આંકડાઓ મુજબ, 25 જૂન સુધીમાં 77,76,228 સેમ્પલ ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત છેલ્લા ચોવીસ કલાકમાં 2,15,446 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે.

  આ પણ વાંચો : પાણીપુરીવાળાના નિધન બાદ તેમના ગ્રાહકોએ 'ઋણ' ઉતાર્યું, પરિવારને પાંચ લાખની મદદ કરી!

  બીજી તરફ, ગુજરાત (Gujarat)માં કોરોના વાયરસના કેસમાં વધારો યથાવત રહ્યો છે. ગુરુવાર સાંજે જાહેર થયેલા આંકડાઓ મુજબ, 24 કલાકમાં કોરોના વાયરસના 577 નવા કેસ નોંધાયા છે. 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19ના કારણે 18 દર્દીના મોત થયા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ અમદાવાદ શહેરમાં 225 કેસ નોંધાયા છે.

  વીડિયો જુઓ : કેન્દ્રીની આરોગ્ય ટીમ અમદાવાદ આવી

  આ પણ વાંચો : સુખી સંપન્ન પરિવારનો પત્ર બન્યો સિરિયલ કિલર, ગુજરાત એટીએસના હાથે ઝડપાયો

  આરોગ્ય વિભાગે આપેલી વિગતો પ્રમાણે રાજ્યમાં નવા નોંધાયેલા 577 કેસમાં અમદાવાદ શહેરમાં 225 અને અમદાવાદ જિલ્લામાં 13, સુરત શહેરમાં 152 અને સુરત જિલ્લામાં 12, વડોદરા શહેરમાં 44, જામનગર શહેરમાં 11, નર્મદામાં 11, ગાંધીનગરમાં 10, રાજકોટ શહેર અને ભરુચ જિલ્લામાં 9-9, વલસાડમાં 8, આણંદમાં 7, પંચમહાલ અને ખેડામાં 6-6, ગાંધીનગર શહેર, રાજકોટ, કચ્છ અને નવસારી જિલ્લામાં 5-5 કેસ નોંધાયા છે.
  Published by:Vinod Zankhaliya
  First published: