દેશવાસીઓને મળશે વધુ એક સ્વદેશી વેક્સીન, સરકારે 30 કરોડ ડોઝનો આપ્યો ઓર્ડર

ભારત સરકારે હૈદરાબાદ સ્થિત બાયોલોજિકલ-ઇની કોવિડ વેક્સીનના 30 કરોડ ડોઝ બુક કરાવ્યા, ચાલી રહ્યા છે ત્રીજા ચરણના ટ્રાયલ

ભારત સરકારે હૈદરાબાદ સ્થિત બાયોલોજિકલ-ઇની કોવિડ વેક્સીનના 30 કરોડ ડોઝ બુક કરાવ્યા, ચાલી રહ્યા છે ત્રીજા ચરણના ટ્રાયલ

 • Share this:
  નવી દિલ્હી. ભારતમાં વેક્સીન (Corona Vaccine)ની વધતી જરૂરિયાત અને રસીકરણ (Vaccination)ના ઉદ્દેશ્યને પૂરી કરવા માટે કેન્દ્ર સરકારે વધુ એક અગત્યનું પગલું ભર્યું છે. ભારત સરકારે હૈદરાબાદ સ્થિત બાયોલોજિકલ-ઇ (Biological E)ની કોવિડ વેક્સીનના 30 કરોડ ડોઝ બુક કરાવ્યા છે. ઉલ્લેખનીય છે કે, આ વેક્સીન હાલ ક્લીનિકલ ટ્રાયલ પર છે. સ્વાસ્થ્ય મંત્રાલય તેના માટે કંપનીને 1500 કરોડ રૂપિયા એડવાન્સ પેમેન્ટ તરીકે આપશે. ભારત બાયોટેકની કોવેક્સીન બાદ આ ભારતમાં બનેલી બીજી વેક્સીન રહેશે.

  મંત્રાલયનું કહેવું છે કે વેક્સીનનું નિર્માણ અને સ્ટોરેજ બાયોલોજિકલ-ઇના માધ્યમથી ઓગસ્ટથી ડિસેમ્બર 2021 સુધી કરી દેવામાં આવશે. માર્ચ-એપ્રિલ મહિનામાં જ્યારે ભારત કોવિડની બીજી લહેરના પ્રકોપ સામે સંઘર્ષ કરી રહ્યું હતું તે દરમિયાન રસીકરણની નીતિને લઈ કેન્દ્ર સરકારને આકરી ટીકાનો સામનો કરવો પડ્યો, જેને ધ્યાને રાખી સરકારે આ પગલું ભરવાનો નિર્ણય લીધો છે. આ પહેલા સરકારને આ જ કારણથી પોતાના વેક્સીન મૈત્રી કાર્યક્રમ હેઠળ વિદેશ મોકલવામાં આવી રહેલી વેક્સીનને રોકવી પડી હતી જેથી ભારતમાં વેક્સીનની અછતને દૂર કરી શકાય.

  આ પણ વાંચો, સુપ્રીમ કોર્ટે કેન્દ્ર પાસે માંગી વેક્સીન ખરીદીની તમામ વિગતો, આંતરરાષ્ટ્રીય ભાવોની પણ માંગી જાણકારી

  કેન્દ્ર સરકારે પોતાના નિવેદનમાં કહ્યું છે કે, બાયોલોજિકલ-ઇની વેક્સીન હાલમાં ત્રીજા ચરણના ક્લીનિકલ ટ્રાયલમાંથી પસાર થઈ રહી છે. આ પહેલા પહેલા અને બીજા ચરણમાં વેક્સીનના સારા પરિણામ જોવા મળ્યા છે. વેક્સીન આગામી થોડાક મહિનાઓમાં ઉપલબ્ધ થઈ જશે.

  આ પણ વાંચો, કોરોનાની સારવારમાં સરકારની 'કેપિંગ'થી પ્રાઇવેટ હોસ્પિટલ અને દર્દીઓ પરેશાન

  કેન્દ્ર સરકારનું કહેવું છે કે વેક્સીનની આ નવી વ્યવસ્થા ડોમેસ્ટિક વેક્સીન નિર્માતાઓને પ્રોત્સાહન આપવા અને તેમને રિસર્ચ તથા ખર્ચમાં મદદ કરવાના ઉદ્દેશ્યથી કરવામાં આવી છે. સરકારનું કહેવું છે કે બાયોલોજિકલ-ઇની રસી માટે બાયોટેક્નોલોજી વિભાગને 100 કરોડની આર્થિક મદદ આપવામાં આવી છે. આ વિભાગ કંપનીની સાથે મળી અલગ-અલગ રિસર્ચમાં સામેલ છે. ભારત સરકારનું કહેવું છે કે સરકારનો ઉદ્દેશ્ય કોવિડ-19 વેક્સીનના 5-6 નિર્માતાઓને મદદ કરવાની છે.
  Published by:Mrunal Bhojak
  First published: