હાઇપ્રોફાઇલ વ્યક્તિઓના એકાઉન્ટ હેક થવા મામલે કેન્દ્ર સરકારે ટ્વિટરને નોટિસ પાઠવી

પ્રતિકાત્મક તસવીર

કેન્દ્ર સરકારે ટ્વિટરને નોટિસ પાઠવાની દેશમાંથી કેટલા લોકોના એકાઉન્ટ હેક થયા હતા, તેમના ડેટાની શું સ્થિતિ છે સહિતની માહિતી માંગી.

  • Share this:
    નવી દિલ્હી : ભારતની સાઇબર સુરક્ષા (Cyber Security) માટેની નોડલ એજન્સી CERT (Indian Computer Emergency Response Team) તરફથી માઇક્રો બ્લોગિંગ વેબસાઇટ ટ્વિટરને એક નોટિસ પાઠવાને અમુક વિગતો માંગવામાં આવી છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે સીઈઆરટી તરફથી ટ્વિટરને નોટિસ પાઠવીને તાજેતરમાં વૈશ્વિક સ્તર પર હેકરોએ ટ્વીટર યૂઝર્સના એકાઉન્ટ હેક (Twitter Accounts Hack) કર્યા હતા તેમાં ભારથમાંથી કેટલા હાઇપ્રોફાઇલ એકાઉન્ટ છે, ભારતના કુલ કેટલા એકાઉન્ટ્સ હેક થયા, હેકિંગ બાદ ડેટાની શું સ્થિતિ છે વગેરે બાબતે માહિતી માંગવામાં આવી છે.

    આ મામલે સૂત્રએ ન્યૂઝ એજન્સી પીટીઆઈને જણાવ્યું હતું કે, CERT-in તરફથી ટ્વિટરને ભારતમાં કેટલા યૂઝર્સે વાયરસ સાથેની લિંક કે ટ્વીટ પર ક્લિક કર્યું હતું તેની માહિતી આપવાનું કહેવામાં આવ્યું છે. આ ઉપરાંત શું આ યૂઝર્સને અનિધિકૃત Login અંગેની માહિતી ટ્વિટર તરફથી આપવામાં આવી છે કે નહીં તે પૂછવામાં આવ્યું છે.

    એટલું જ નહીં, યૂઝર્સના એકાઉન્ટ હેક કરવા માટે કેવી મોડસ ઓપરેન્ડી અજમાવવામાં આવી હતી તેમજ ભવિષ્યમાં આવા હુમલા ન થાય તે માટે ટ્વિટર તરફથી તકેદારીના કેવા પગલા ભરવામાં આવ્યા છે તે અંગેની માહિતી પણ સરકારે માંગી છે. આ મામલે ટ્વિટર તરફથી તાત્કાલિક કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.

    નીચે વીડિયો જુઓ : સુરેન્દ્રનગરમાં પીપીઈ કીટ રઝળતી મળી

    હેકર્સ તરફથી દુનિયાભરની જાણિતી હસ્તીઓના ટ્વિટર એકાઉન્ટ્સ હેક કરવામાં આવ્યાની માહિતી મળતા જ ઇન્ડિયન કોમ્પ્યુટર ઇમરજન્સી ટીમ (CERT-In) એક્શન મોડ પર આવી ગઈ હતી.

    તાજેતરમાં જે સાઇબર હુમલો થયો હતો તેમાં અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપ્રમુખ બરાક ઓબામા, ડેમોક્રેટિક પ્રેસિડેન્ટ જો બિડેન, અમેઝોને સીઈઓ જેફ બેઝોસ, માઇક્રોસોફ્ટના સહ-સ્થાપક બિલ ગેટ્સ, ટેસ્લાના સીઈઓ એલન મસ્ક સહિતની હસ્તીઓના એકાઉન્ટ હેક કરવામાં આવ્યા હતા.
    Published by:Vinod Zankhaliya
    First published: