Home /News /national-international /ભારતીય છોકરીઓ આટલી સેલરીવાળા છોકરાઓ સાથે લગ્ન કરવા માગે છે, જાણો સર્વેના ચોંકાવનારા આંકડા
ભારતીય છોકરીઓ આટલી સેલરીવાળા છોકરાઓ સાથે લગ્ન કરવા માગે છે, જાણો સર્વેના ચોંકાવનારા આંકડા
પ્રતિકાત્મક તસવીર
ભારતમાં થતાં લગ્ન અને છોકરીઓની ચોઈસ પર કરવામા આવેલી સ્ટડીમાં જણાવ્યું છે કે, વરની પસંદગી કરવામાં પૈસા મહત્વનો ભાગ ભજવે છે. ઓછી સેલરીવાળા છોકરાને છોકરીઓ પસંદ કરતી નથી. જ્યારે વધારે સેલરીવાળા જ છોકરીઓની પહેલી ચોઈસ હોય છે.
નવી દિલ્હી: ભારતીય પરંપરામાં લગ્નને એક પવિત્ર બંધન માનવામાં આવે છે. ભારતમાં મોટા ભાગની વસ્તી એક લગ્નને ફોલો કરે છે અને તે ખૂબ જ ખાસ હોય છે. ભારતમાં મોટા ભાગના લોકો લગ્ન કરે છે, એટલા માટે તે વધુ મહત્વપૂર્ણ થઈ જાય છે. આ દરમિયાન એક મેટ્રિમોનિયલ સાઈટની સ્ટડીમાં દાવો કર્યો છે કે, કેવા પ્રકારના છોકરા છોકરીઓને સૌથી વધારે પસંદ આવે છે. છોકરી જે છોકરા સાથે લગ્ન કરવા માગે છે, તેમાં તે કેવી કેવી ખૂબીઓ જુએ છે. આ ઉપરાંત એ પણ જાણવું રસપ્રદ છે કે, કેટલી સેલરીવાળા છોકરા છોકરીઓને સૌથી વધારે પસંદ આવે છે? તો આવો જાણીએ આ તમામ વિશે...
ભારતમાં થતાં લગ્ન અને છોકરીઓની ચોઈસ પર કરવામા આવેલી સ્ટડીમાં જણાવ્યું છે કે, વરની પસંદગી કરવામાં પૈસા મહત્વનો ભાગ ભજવે છે. ઓછી સેલરીવાળા છોકરાને છોકરીઓ પસંદ કરતી નથી. જ્યારે વધારે સેલરીવાળા જ છોકરીઓની પહેલી ચોઈસ હોય છે.
ઈંડિયન મેટ્રિમોનિયલ સાઈટ શાદી. કોમની સ્ટડી ઈંડિયાઝ મોસ્ટ એલિઝિબલના પ્રથમ તબક્કામાં તેના વિશે વિસ્તારથી વાત કરવામાં આવી છે. દાવો કર્યો છે કે, લગ્ન માટે પુરુષોની સેલરીનો સ્લેબ મહત્વનો હોય છે. આ ઉપરાંત એક ખાસ આંકડો પણ છે, જે બાદ છોકરાઓની ડિમાન્ડ ખૂબ વધી જાય છે.
કહેવાય છે કે, લગ્ન માટે તાલમેલ અને પ્રેમ જેટલો જરુરી છે, પૈસા પણ એટલા જ મહત્વના છે. કારણ કે પૈસા વિના કોઈનું ગૃહસ્થ જીવન ચાલી શકતું નથી. સ્ટડીમાં સામે આવ્યું છે કે, ભારતીય છોકરીઓ મોટી સેલરી અને પ્રોપર્ટીવાળા છોકરાઓને જ પસંદ કરી રહી છે. આગળ સેલરીની રકમ પણ જાણવા મળશે.
જો કે, જૂના જમાનામાં એવું થતું હતું કે, પુરુષો ઘરથી બહાર કમાવા જતા હતા અને મહિલાઓ ઘર કામ જોતી હતી. પણ હવે 21મી સદીમાં એવું નથી. મહિલાઓ તમામ ક્ષેત્રમાં પુરુષો સાથે ખભેખભો મિલાવીને ચાલી રહી છે. પણ લગ્નના સમયે તે પોતાનાથી વધારે સેલરીવાળા છોકરાને જ શોધી રહી છે.
જાણી લો કે, ભારતીય છોકરીઓ 7થી 10 લાખ રૂપિયા વાર્ષિક સેલરીવાળા છોકરાને જ પસંદ કરે છે. આ ઉપરાંત જે છોકરાની વાર્ષિક આવક 30 લાખથી વધારે છે, તે ઈંડિયન છોકરીઓની પહેલી પસંદ બનેલા છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર