9 વર્ષની ભારતીય બાળકીએ દુબઈમાં જીત્યો 10 લાખ USDનો જેકપોટ

પ્રતિકાત્મક તસવીર

ખલીજ ટાઇમ્સના જણાવ્યા પ્રમાણે એલીઝા એમ નામની બાળકીને ટિકિટ નંબર 0333 પર આ જેકપોટ લાગ્યો હતો.

 • Share this:
  મંગળવારે નવ વર્ષની ભારતીય બાળકીએ 10 લાખ અમેરિકન ડોલરનો જેકપોટ જીત્યો હતો. છ વર્ષ પહેલા આ બાળકી 'દુબઈ ડ્યૂટી ફ્રી મિલેનિયમ મિલિયોનેર'માં એક લક્ઝરી કાર જીતી હતી.

  ખલીજ ટાઇમ્સના જણાવ્યા પ્રમાણે એલીઝા એમ નામની બાળકીને ટિકિટ નંબર 0333 પર આ જેકપોટ લાગ્યો હતો.

  એલિઝાના પિતાની ઓળખ એમ. તરીકે કરવામાં આવી છે. તેઓ છેલ્લા 19 વર્ષથી દુબઈમાં રહે છે. બાળકીના પિતાના જણાવ્યા પ્રમાણે તે વર્ષ 2004થી સતત આ જેકપોટમાં ભાગ લઈ રહ્યા હતા.

  9 તેમનો લકી નંબર હોવાથી તેમણે ટિકિટ નંબર. 0333 તેની દીકરી એલિઝાના નામે ખરીદી હતી. ન્યૂઝ પેપરના જણાવ્યા પ્રમાણે આ પ્રથમ મોકો નથી જ્યારે બાળકીને કોઈ જેકપોટ લાગ્યો છે. આ પહેલા વર્ષ 2013માં બાળકીએ આ જ સ્કિમ હેઠળ લક્ઝરી કાર McLaren Coupe જીતી હતી.

  એલિઝા 1999 પછી દુબઈ ડ્યૂટી ફ્રી મિલિનિયમ મિલિયોનેર પ્રમોશન અંતર્ગત મિલિયન ડોલર્સ જીતનારી 140મી ભારતીય બની છે. એલિઝા ઉપરાંત લકી ડ્રોમાં અન્ય બે ભારતીય લોકો પણ ઈનામ જીત્યા છે. જેમાં ભારતીય મૂળનો તેમજ દુબઈમાં સ્થાયી થયેલો 23 વર્ષીય મોહમ્મદ હનીફ આદમ Indian Scout Bobber બાઇક જીત્યો છે. આદમ છેલ્લા 20 વર્ષથી દુબઈમાં રહે છે.
  Published by:Vinod Zankhaliya
  First published: